ગાંધીનગર- LPG Stock in Gujarat મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ બંધ કર્યો છે. જેથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પ્રવેશતાં ભારતના ઓઈલ ટેન્કરો અટવાયા છે. તેમજ ઈરાન યુદ્ધને કારણે ગેસનો સપ્લાય શોર્ટ થયાના સમાચાર છે. જો કે ગુજરાત સરકારે જણાવ્યું છે કે ધરેલુ જરિયાત માટે પુરતો એલીપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. અને બે એલપીજી સિલિન્ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો રહેશે.
રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ
વર્તમાન સંજોગોમાં સમગ્ર ગુજરાતમાં LPG સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહ્યું છે.
30 ટકા ગેસ પાઈપલાઈનથી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે. ગુજરાત રાજ્યમાં 30 ટકા ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.
બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો
રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે.
કોર્મશિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત
કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ એલ.પી.જી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે.
ગેરકાયદે સ્ટોક અને કાળાબજારી એ ગુનો
પરંતુ, એલ.પી.જીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા એલ.પી.જી કંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે. તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા પણ લેવાની જોગવાઈ છે.