Dhanteras 2026: ધનતેરસે મા લક્ષ્મીજીની પૂજાના મુહૂર્ત ને શુભ ખરીદી અંગે જાણો….

by Gujarati biz news
Dhanteras 2026
Dhanteras 2026

Image generated by AI

અમદાવાદ- Dhanteras 2026 ધનતેરસનો તહેવાર આ વર્ષે 6 નવેમ્બર, 2026ને શુક્રવારે મનાવવામાં આવશે. આસો મહિનાની વદ(કૃષ્ણ પક્ષ)ને તેરસની તિથીએ ધનતેરસ આવે છે. આમ તો એકાદશીથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જાય છે. બજારોમાં દિવાળીના તહેવારોની રોનક છે. આવો જાણીએ ધનતેરસના પૂજાના મુહૂર્ત અને શું ખરીદી કરવી જોઈએ?

ધનતેરસની શુભ ખરીદી

ધનતેરસના દિવસે સોના ચાંદીના સિક્કી, લગડી, દાગીના, વાસણો અને કીમતી ચીજવસ્તુઓની ખરીદી કરવાની પરંપરા છે. સાથે આ દિવસે કુબેર મહારાજ, ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાનો મહિમા છે.

તેરસ કયારે શરૂ થાય છે

આ વર્ષે તિથીમાં ગરબડ હોવાથી આસો મહિનાના વદમાં તેરસની તિથી 6 નવેમ્બર, 2026ને શુક્રવારે સવારે 9.30 વાગ્યે શરૂ થાય છે અને તે 7 નવેમ્બર, 2026ને શનિવારે સવારે 11.45 કલાકે સમાપ્ત થાય છે. ધનતેરસના દિવસે પ્રદોષ કાળ 6 નવેમ્બરે મળી રહ્યો છે, એટલા માટે ધનતેરસ પર્વ શુક્રવારને 6 નવેમ્બરે મનાવાશે.

ધનતેરસે પૂજાના મુહૂર્ત

Dhanteras 2026 ધનતેરસના દિવસે પ્રદોષ કાળ સાંજે 5.49 કલાકથી લઈને રાત્રીના 8.23 કલાક સુધી રહેશે. આ સમયગાળામાં ભગવાન ધન્વંતરિ, કુબેર મહારાજ અને મા લક્ષ્મીજીની પૂજા કરી શકાય છે. ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં પૂજાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જો કે સ્થાનિક પંચાંગ અનુસાર આ સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે. જેથી તમારુ સ્થાનિક પંચાંગ જોવું વધારે હિતાવહ છે.

અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર ધનતેરસના દિવસે ધનપૂજા(લક્ષ્મી પૂજા) શ્રેષ્ઠ મુહૂર્ત નીચે મુજબ છે.

ધનતેરસ આસો વદ 13
શુક્રવાર તા.06-11-2026

બપોરે 12.25 કલાકથી 01.45 કલાક સુધી
સાંજે 04.40 કલાકથી 05.55 કલાક સુધી
રાત્રે 09.15 કલાકથી 10.45 કલાક સુધી
ધન્વંતરિ પૂજન, સોના ચાંદી ખરીદી, દિપદાન માટે શુભ દિવસ 

ખરીદીના શુભ મુહૂર્ત

આ વર્ષે ધનતેરસના દિવસે ખરીદી માટે સવારથી સાંજ સુધીના ત્રણ વિશેષ મુહૂર્ત રહેવાના છે. પહેલું મુહૂર્ત સવારે 8.16 કલાકથી 9.48 કલાક સુધી રહેશે. જેમાં આપ સોના, ચાંદી, વાસણો અને અન્ય સામાન ખરીદી શકો છો. બીજુ મુહૂર્ત અભિજિત મુહૂર્ત રહેશે, જે સવારે 11.48 કલાકતી બપોરે 12.56 કલાક સુધી રહેશે. અને ત્રીજુ સાંજે 5.49 કલાકથી રાત્રે 8.23 કલાક સુધી પ્રદોષ કાળ રહેશે, જેમાં આપ પૂજા અને ખરીદી બન્ને કરી શકો છો.

પૂજાના સ્થળની સફાઈ

Dhanteras 2026 ધનતેરસના દિવસે ઘરની બરોબર સફાઈ કરી લેવી જોઈએ. અને ખાસ પૂજા સ્થળને પાણીથી અથવા ગંગાજળનો છટકાવ કરીને ચોખ્ખુ કરવું જોઈએ. જ્યાં ચોખ્ખાઈ છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે. પૂજામાં વપરાતા વાસણોની પણ સારી રીતે સફાઈ કરવી ખૂબ જરૂરી છે.

ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા કેમ?

ધનતેરસનો સંબધ સમુદ્ર મંથનની પૈરાણિક કથા સાથે જોડાયેલ છે. ધાર્મિક માન્યતા અનુસાર તેરસના દિવસે સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા હતા. તેમને દેવતાઓના વૈદ્ય અને આર્યુવૈદના જનક મનાય છે. એટલા માટે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા એવી છે કે તેરસના દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને આરોગ્યનું વરદાન મળે છે. ઘરમાં કદી રોગ, બીમારી અને અકાળ મૃત્યું થતું નથી. એટલા માટે ભગવાન ધન્વંતરિની પૂજા કરીને તેમની પાસે સારા સ્વાસ્થ્ય અને આરોગ્યની કામના કરવી જોઈએ.

શું ખરીદી કરી શકાય?

Dhanteras 2026ધનતેરસના દિવસે સોના ચાંદી ખરીદવા શુભ મનાય છે, જેનાથી સુખ સમૃદ્ધિ વધે છે. એટલા માટે ધનતેરસના દિવસે સોના ચાંદીના સિક્કા, લગડી કે વાસણો કે દાગીના ખરીદવા બજારોમાં ભારે ભીડ ઉમટી પડે છે. જો કે સોના ચાંદીના ભાવ ખૂબ ઊંચા છે, જેથી દરેક વ્યક્તિ માટે સાનું ચાંદી ખરીદવાની ક્ષમતા હોતી નથી. તો તેવા મધ્યમવર્ગના લોકો કે ગરીબ લોકો સુકી હળદર ખરીદી શકે છે. તાંબાના વાસણ, સાવરણી ખરીદી શકે છે. તેમજ ધાણા ખરીદવા પણ શુભ મનાય છે. લક્ષ્મીજીની પૂજામા ગોળ ધાણાનો પ્રસાદ કરી શકાય.

ધાણા ખરીદવાથી ઉન્નતી અને ખુશાલી આવે છે

માત્ર રૂપિયા 10ના ધાણા ખરીદી લેશો તો પણ તમારી ધનતેરસના દિવસે શુભ ખરીદી ગણાશે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે. ભગવાન ધન્વંતરિ અને કુબેર મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે. આર્થિક રીતે લાભ થશે. ધનતેરસના દિવસે જો તમે ધાણા ખરીદીને લાવો છો તો તેને કોઈપણ સાફ કરેલ પાત્ર અથવા કળશમાં મુકવા જોઈએ, તે પાત્ર કે કળશને પૂજા વખતે ભગવાનને અર્પણ કરવા જોઈએ, અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરવી જોઈએ. પૂજા પુરી થાય પછી બીજા દિવસે અથવા અમાસના દિવસે ધાણાને કુંડામાં વાવવા અથવા તો આંગણામાં કે ઘરની છત પર રાખવા જોઈએ. કુંડામાં વાવવાથી ઘરમાં ઉન્નતી અને ખુશાલી આવે તેવી માન્યતા છે.

ધનતરેસની ખૂબ ખૂબ શુભેચ્છા

You will also like

Leave a Comment