Stock Market India: શેરબજારમાં ત્રીજા દિવસે કડાકો, રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા, આગામી સપ્તાહે સુધારો આવશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે કડાકો આવ્યો હતો. આજે બ્લેક ફ્રાઈડેના દિવસે બ્લડ બાથ રહ્યો હતો. તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે માર્કેટ કેપમાં 10 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1470 પોઈન્ટ તૂટી 74,563 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 488 પોઈન્ટ તૂટી 23,151 બંધ થયો હતો. એનએસઈ બેંક નિફ્ટી(Nifty Bank) 1343 પોઈન્ટ ગબડી 53,757 બંધ થયો હતો. શેરબજાર તૂટવાના કયા કારણો? આગામી સપ્તાહે શેરબજાર(Share Market India) કેવું રહેશે? આગામી સપ્તાહે શેરબજારમાં સુધારો આવશે? કયા લેવલે એન્ટ્રી લેવી જોઈએ?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 1470 પોઈન્ટનો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 75,444ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 75,576 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 74,454 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,563.92 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1470.50નો કડાકો દર્શાવેે છે.

નિફ્ટી ઈન્ડેક્સ 488 પોઈન્ટ તૂટયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,462ના ભારેે નીચા મથાળે ખૂલીને શરૂમાં સુધરી 23,492 થઈ ને ત્યાં જોરદાર વેચવાલી નીકળતાં ઝડપી તૂટી 23,112 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,151.10 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 488.05નો કડાકો દર્શાવે છે.

ત્રણ દિવસના ગાબડા

છેલ્લા ત્રણ દિવસ સળંગ બજાર તૂટીને આવ્યું છે. ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 3641 પોઈન્ટનું ગાબડુ પડ્યું છે. નિફ્ટી ઈન્ડેક્સ 1109 પોઈન્ટ ગબડ્યો હતો. બેંક નિફ્ટી 3192 પોઈન્ટ તૂટ્યો હતો.

સાપ્તાહિક કડાકો

વીતેલા સપ્તાહે શેરબજારમાં એકતરફી વેચવાલી રહી હતી. વીતેલા સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 4,355 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ 1299 પોઈન્ટ ગબડ્યો હતો. અને બેંક નિફ્ટી 4026 પોઈન્ટ તૂટ્યો હતો.

શેરબજાર તૂટવાના છ કારણ

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધીને આવ્યા હતા. આજે બ્રેન્ટ ક્રૂડ 101.18 ડૉલર અને ક્રૂડ ઓઈલ 96.06 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. આમ ફરીથી ક્રૂડ 100 ડૉલરની ઉપર નીકળતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(2) વૈશ્વિક સ્ટોક માર્કેટ વધુ તૂટ્યા હતા. ગત મોડી રાતે ડાઉ 739 પોઈન્ટ અને નેસ્ડેક 404 પોઈન્ટ તૂટીને આવ્યા હતા, જેથી આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ ગબડીને આવ્યા હતા. આમ ગ્લોબલ સંકેતો નેગેટિવ હોવાથી ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી.

(3) એફઆઈઆઈ નેટ સેલર રહી હતી. 12 માર્ચે એફઆઈઆઈએ રૂપિયા 7,049 કરોડનું નેટ સેલ કર્યું હતું. માર્ચ મહિનામાં કુલ રૂપિયા 46,166 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ ભારતીય શેરબજાર પર ભારે પ્રેશર રહ્યું હતું.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 22 પૈસા તૂટીને 92.40 પર ટ્રેડ કરતો હતો.

(5) યુએસ ફેડરલ રીઝર્વની 17 માર્ચે મોનેટરી પૉલીસીની બેઠક મળશે. જો કે આ બેઠકમાં ફેડ રેટ કટ થાય તેવી કોઈ શકયતા નથી. પણ 28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ, યુએસ અને ઈરાન સાથે યુદ્ધ થયાની સ્થિતિ પછી ફેડની બેઠકમાં યુએસમાં મોંઘવારી માટેના નિવેદન પર નજર રહેશે. તેમજ લેબર માર્કેટ પણ નરમ રહ્યું છે. જેથી ફેડરલ રીઝર્વ શું સ્ટેપ લે છે, તેને કારણે શેરબજારમાં સાવચેતીનો સુર હતો.

(6) મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ભારતની કંપનીઓના આયાત નિકાસ અટકી ગયા છે. જેથી કંપનીઓના રુટિન કામકાજ પર નેગેટિવ અસર પડી રહી છે. આમ જો યુદ્દ લાંબુ ચાલશે તો કંપનીઓના નફા પર વિપરીત અસર પડી શકે છે. પરિણામે આજે તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ

આજે મીડકેપ ઈન્ડેક્સ 1492 પોઈન્ટ(2.65 ટકા) ગબડ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 410 પોઈન્ટ(2.51 ટકા) તૂટ્યો હતો. જેથી આજે શુક્રવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 580 શેરના ભાવ વધ્યા હતા અને 2645 શેરના ભાવ ઘટ્યા હતા.

18 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 509 શેર બાવન વીક લો પર બંધ હતા.

43 શેરમાં અપર સર્કિટ હતી અને 114 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ગગડેલા શેર

લાર્સન ટુબ્રો(7.38 ટકા), હિન્દાલકો(6.07 ટકા), તાતા સ્ટીલ(5.41 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(4.49 ટકા) અને ગ્રાસિમ(3.86 ટકા)

આ પણ વાંચો….

Stock Market India: સેન્સેક્સમાં વધુ 829 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઉછળી 100 ડૉલરને પાર

You will also like

Leave a Comment