અમદાવાદ- Draft of Uniform Civil Code ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.(Draft of Uniform Civil Code (UCC) handed over to Gujarat CM Bhupendra Patel, what is in this draft?)
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ
Draft of Uniform Civil Code અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.(Retired Supreme Court Judge Ranjana Prakash Desai)
સમિતિના સભ્યો કોણ કોણ?
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલી આ સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ સી.એલ. મીણા, વરિષ્ઠ એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થયેલો છે.

મુખ્યપ્રધાન સમક્ષ Draft of Uniform Civil Code અહેવાલ અર્પણ કરતાં જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલુ જ નહીં ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.
અહેવાલના ત્રણ વૉલ્યુમ
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Draft of Uniform Civil Code- UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ એ મુખ્યપ્રધાનને આ અહેવાલના ત્રણ વોલ્યુમ સોંપ્યા તે વેળાએ સમિતિના સલાહકાર નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અને ઉત્તરાખંડના પુર્વ મુખ્ય સચિવ શત્રુઘ્નસિંઘ તથા સમિતિના સભ્યો, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, વૈધાનિક બાબતોના સચિવ કે એન લાલા, કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ અને સંબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુસીસી શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે કે બધા નાગરિકોને લાગુ પડતો એક સમાન કાયદો. આ કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવી વ્યક્તિગત બાબતો પર લાગુ થશે. હાલમાં, ભારતમાં વિવિધ ધર્મો માટે અલગ વ્યક્તિગત કાયદા છે. UCC નો હેતુ કાયદા સમક્ષ સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. ભારતીય બંધારણની કલમ 44માં આનો ઉલ્લેખ છે. ભારતમાં આ એક સંવેદનશીલ અને વિવાદાસ્પદ મુદ્દો માનવામાં આવે છે.
ગુજરાત વિધાનસભામાં રજૂ થશે
સમર્થકો કહે છે કે સમાન નાગરીક સંહિતા(Draft of Uniform Civil Code) લિંગ સમાનતા અને એકતાને પ્રોત્સાહન આપશે. વિરોધીઓ માને છે કે તે ધાર્મિક સ્વતંત્રતાને અસર કરી શકે છે. ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોએ UCC લાગુ કરવા તરફ પગલાં લીધાં છે. હવે ગુજરાત સરકાર આ સમાન નાગરીક સંહિતા લાગુ કરતા પહેલા ડ્રાફટ અહેવાલ તૈયાર કરાયો છે. અને જાણવા મળ્યા મુજબ કદાચ ગુજરાત વિધાનસભામાં આ બિલ રજૂ થઈ શકે છે, અને બહુમતિથી પસાર થયા પછી તે કાયદો બનશે.
આ પણ વાંચો….
Shivalik ship in Gujarat: ઈરાનથી આવેલ શિવાલિક જહાજની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થઈ

