અમદાવાદ- Gold Rate Today ત્રીજા સપ્તાહે સોનાચાંદીના ભાવ વધ્યા હતા. સોનાચાંદીમાં દરેક ઘટાડે નવી ખરીદી આવી હતી. અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનું(Gold Price Today) રૂપિયા 1,55,000 હતું અને ચાંદી(Silver Rate Today) રૂપિયા 2,37,000 બંધ હતો. સોના ચાંદી(Gold Silver Market) ભાવ વધવા પાછળ કયા કારણો? ઈરાન સાથે યુદ્ધથી અમેરિકામાં મોંઘવારી વધી હતી, જે ચિંતાનો વિષય છે. આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ગોલ્ડ સિલ્વરના ભાવ વઘુ વધશે? યુદ્ધ લાબું ચાલશે તો શું અસર? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર કેટલા મજબૂત? રેઝિન્ટન્સ અને સપોર્ટ લેવલ જાણીશું. શું સોના ચાંદી ખરીદવાનો સમય આવી ગયો છે? ગોલ્ડ સિલ્વર માર્કેટ પર એક્સક્લુઝિવ રીપોર્ટ….
અમદાવાદ બજાર
અમદાવાદ સોના ચાંદી બજારમાં(માણેકચોકમાં આવેલ ચોકસી બજાર) 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,55,000 રહ્યો હતો.(Gold Rate Today) ચાંદી ચોરસાનો ભાવ રૂ.2,37,000 રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચરમાં 108 ડૉલર ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફ્યુચર સપ્તાહના પ્રારંભે ઘટી 4626 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4,888 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4787 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધ ભાવની સરખામણીએ 108 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ 72 ડૉલર વધ્યું
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4601 ડૉલર થઈ અને ત્યાં નવી ખરીદીથી ઝડપથી ઉછળી 4856 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4748 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધ ભાવની સરખામણીએ 72 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વર ફયુચર 75 ડૉલર ઉપર બંધ
સિલ્વર મે ફ્યુચર સપ્તાહના પ્રારંભ ઘટી 69.78 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી વધુ ઉછળી 77.80 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 76.48 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહની સરખામણીએ 3.56 ડૉલરની મજબૂતી દર્શાવે છે.
સ્પોટ સિલ્વરમાં 2.89 ડૉલરની મજબૂતી
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 69.80 ડૉલર થઈ અને ત્યાં નવી ખરીદીથી ઝડપથી વધી 77.81 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 75.90 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 2.89 ડૉલર વધ્યો હતો.

(1) યુએસ અને ઈરાન વચ્ચે પંદર દિવસનો યુદ્ધ વિરામ થયો છે. જેને પગલે સોનાચાંદીમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. જો કે આ પહેલા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી અને બુધવાર સવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. ઈરાન સમજૂતી નહી કરે તો એક સભ્યતાને સમાપ્ત કરી દઈશું અને ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દઈશું. તે વખતે ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને ભાવમાં કડાકો બોલી ગયો હતો.(Gold Rate Today) જો કે તે જ રાત્રે ઈરાને યુદ્ધ વિરામ સ્વીકારી લીધો હતો. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં નીચા મથાળે નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો.
(2) અમેરિકામાં ઈરાન યુદ્ધની અસર દેખાવા લાગી છે. યુએસમાં માર્ચ મહિનામાં સીપીઆઈ 0.9 ટકા વધ્યો હતો. અને પુરા વર્ષમાં મોંઘવારીનો દર 3.3 ટકા વધ્યો હતો. કોર ઈન્ફલેશન 2.6 ટકા વધ્યો હતો. આમ યુએસમાં મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને ગેસના ભાવમાં 20 ટકા વધારો થયો છે. જે ભારે ચિંતાનો વિષય બન્યો છે. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં સેફ હેવન ડિમાન્ડ નીકળી હતી.
(3) સેન્ટ્રેલ બેંકોની દરેક ઘટાડે ખરીદી ચાલુ રહી છે. પૉલેન્ડ, ઉઝબેકિસ્તાન અને ચીન જેવા દેશોમાં ગોલ્ડ રીઝર્વમાં વધારો કર્યો છે. તો બીજી તરફ તુર્કીએ 120 ટન સોનું વેચ્યું છે.
(4) અમેરિકનોમાં વિશ્વાસનો અભાવ છે. મોંઘવારી વધી છે. બેરોજગારી વધી છે. અને સામે આર્થિક વિકાસ પર નેગેટિવ અસર જોવા મળશે. જેની લાંબાગાળા સુધી અસર જોવા મળશે.
(5) યુએસ અને ઈરાન વચ્ચે શનિવારે ઈસ્લામાબાદમાં શાંતિ સમજૂતી પર વાટાઘાટો છે. જેના પર વિશ્વના બજારો પર નજર છે.
યુદ્ધ લંબાશે તો શું?
જો ઈરાન સાથે શાંતિ સમજૂતીની વાટાઘાટો નિષ્ફળ જાય તો અમેરિકા ફરીથી ઈરાન પર હૂમલા શરૂ કરશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહી ખૂલે તો ક્રૂડના ભાવ વધશે અને ક્રૂડના સપ્લાયની શોર્ટ થશે. જે પછી પરિસ્થિતિ વધુ વણસશે. યુદ્ધ વચ્ચે ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલીથી ભાવ ઘટશે.(Gold Rate Today) અને ધારોકે ઈરાન સમજૂતી પર સંમતી સંઘાઈ જાય છે તો ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલીથી ભાવ વધશે. આ બે શકયતાઓ છે.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
Gold Rate Today આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં બે તરફી વધઘટ રહેશે. એક ટ્રેડિંગ રેન્જમાં ભાવ અથડાશે. ટેકનિકલી ગોલ્ડ સિલ્વર મજબૂત છે. ગોલ્ડમાં 4500 ડૉલર સપોર્ટ લેવલનું કામ કરશે અને ઉપરમાં 5000 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. તેવી જ રીતે સિલ્વરમાં 67 ડૉલર એ સપોર્ટ લેવલનું કામ કરશે અને ઉપરમાં 78 ડૉલર રેઝિસ્ટન્સ લેવલ તરીકે કામ કરશે. આ બન્ને ટ્રેડિંગ રેન્જમાં માર્કેટ રહે તેવી શકયતા વધુ છે.
આ પણ વાંચો….
Stock Market India: છ સપ્તાહ પછી શેરબજારમાં જોરદાર રીકવરી, આગામી સપ્તાહે મજબૂતી આગળ વધશે?

