Islamabad talk failed: અમેરિકા ઈરાન વચ્ચેની વાતચીત કેમ નિષ્ફળ ગઈ? શું હવે ફરી યુદ્ધ એ જ વિકલ્પ….

by Gujarati biz news
Islamabad talk failed

Islamabad talk failedનવી દિલ્હી- Islamabad talk failed અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ રોકવા માટે પાકિસ્તાને મધ્યસ્થતા કરી હતી. ઈસ્લામાબાદમાં શાંતિ માટેની વાટાઘાટોનું આયોજન કરાયું હતું. પરંતુ આ વાટાઘાટોનું કોઈ પરિણામ મળ્યું નથી. તેમ છતાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડારે વાટાઘાટો કરવા બદલ અમેરિકા અને ઈરાનનો આભાર માન્યો હતો.

પાક વિદેશ પ્રધાનનું નિવેદન

શાંતિ માટેની વાટાઘાટો પછી ઈશાક ડારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન આ શાંતિ માટેની વાટાઘાટોની મેજબાની કરીને સમ્માન અનુભવે છે. ડારે વધુમાં કહ્યું હતું કે અમે ઈસ્લામાબાદમાં શાંતિ માટેની બેઠકનું આયોજન કર્યું તે માટે ઈરાન અને અમેરિકાનો આભાર માનીયે છીએ. આ ફકત મિડલ ઈસ્ટ દેશો માટે નહી પણ પુરા વિશ્વ માટે સ્થિરતાનો એક સારો સંકેત છે.

જનરલ આસિમ મુનીરની ભૂમિકા

પાકિસ્તાની વિદેશ પ્રધાન ડારે આશા દર્શાવી હતી કે બન્ને પક્ષો ભવિષ્યમાં પણ સીઝફાયર(યુદ્ધ વિરામ) પરની સમજૂતી ચાલુ રાખશે. તેમણે શાંતિ માટે પાકિસ્તાનના પ્રયાસો ચાલુ રહેશે, તેવો વિશ્વાસ પણ રજૂ કર્યો હતો.(Islamabad talk failed) તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાંતિ માટેની આ વાટાઘાટોની પાછળ પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ આસિમ મુનીરની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેમણે કહ્યું કે આસિમ મુનીરે સીઝફાયર કરવા માટે પણ અનેક તબક્કામાં ચર્ચાઓ કરવામાં મદદ કરી હતી.

21 કલાક સુધી ચર્ચા

અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક સુધી વાતચીત ચાલી હતી. જે દરમિયાન બન્ને પક્ષોની વચ્ચે કેટલાય મુદ્દાઓ પર સહમતી બની હતી. પરંતુ પરમાણું હથિયાર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાન અને અમેરિકાની વચ્ચે સમાધાન થઈ શક્યું નથી.

US ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે શુ કહ્યું?

Islamabad talk failed અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે તેઓ વાતચીત કરવાની ગણતરીથી ચર્ચામાં સામેલ થયા હતા. પણ ઈરાન અમેરિકાની શરતો માનવા રાજી થયું ન હતું. જેડી વેન્સે દાવો કર્યો હતો કે અમેરિકાએ ફાઈનલ અને બેસ્ટ ઓફર  આપી હતી, પણ હવે આખરી નિર્ણય ઈરાને કરવાનો છે. બન્ને દેશો વચ્ચે મતભેદ હજી પણ વધુ રહ્યા છે. ખાસ કરીને પરમાણું કાર્યક્રમ અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મુદ્દાઓ પર કોઈ સહમતી થઈ શકી નથી. ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ જેમ કે યુરેનિયમ સંવર્ધન છોડવા તૈયાર નથી. જ્યારે અમેરિકા તેને પુરી રીતે સમાપ્ત કરવાની માંગ કરી રહ્યું છે. એવામાં વેન્સ અને તેમની ટીમની સાથે ઈસ્લામાબાદથી અમેરિકા જવા રવાના થયા છે. તેમજે ઈરાની મીડિયાએ દાવો કર્યો છે તે અમેરિકા પોતાની શરતો હેઠળ ઘણું બધુ માંગી રહ્યું હતું.

શું ફરીથી યુદ્ધ શરૂ થશે?

ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક ચાલેલી ચર્ચાઓ પછી પણ કોઈ સમજૂતી થઈ શકી નથી,(Islamabad talk failed_ એવામાં હવે સવાલ એ ઉભો થાય છે કે શું ફરીથી યુદ્ધ ચાલુ થશે. શાંતિ માટેની વાટાઘાટો નિષ્ફળ જતાં હવે પુરા મિડલ ઈસ્ટમાં તંગદિલી ફરીથી વધવાનો ભય ઉભો થયો છે.

ટ્રમ્પના વિરોધાભાસી નિવેદન

બીજી તરફ શાંતિ મંત્રણા ચાલુ હતી, તે દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક કડક અને વિરોધાભાસી નિવેદનો આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ડીલ થાય કે ન થયા તેમને તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે પહેલે જીતી ગયા છીએ. ટ્રમ્પના આ નિવેદનથી એવો સંકેત મળે છે કે અમેરિકા હાલ દબાણની રણનીતિ ચાલુ રાખવા માંગે છે. તેઓ કોઈપણ સમજૂતી માટે ઝુકવા તૈયાર નથી. જો કે આ વાત સ્થિતિને વધુ ખતરનાક બનાવશે, કારણ કે જો વાતચીત આગળ નહી વધે તો બે સપ્તાહનું સીઝફાયર તૂટી શકે છે. અને યુદ્ધ ફરીથી શરૂ થવામાં ઝાઝો સમય નહી લાગે.

ઈઝરાયલના પીએમનો વીડિયો સંદેશ

ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા વચ્ચે ઈઝરાયલ તરફથી કોઈપણ સંકેત પોઝિટિવ આવ્યો નથી. ઈઝારાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ વાતચીત દરમિયાન એક વીડિયો સંદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે આ અભિયાન હજી સમાપ્ત થયું નથી. અમે હજી પણ લડી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાનની પાસે હજીપણ સંવર્ધિત યુરેનિયમ છે. જેને ખતમ કરવું એટલું જ જરૂરી છે. જે સમજૂતીથી અથવા બીજી કોઈ રીતે. તેનો અર્થ એવો થાય કે જો કૂટનીતિ નિષ્ફળ જાય તો સૈન્ય વિકલ્પ હજી પણ ટેબલ પર છે.

બેઠક બાદ ઈરાને શું કહ્યું?

Islamabad talk failed જ્યારે ઈરાનું કહેવું હતું કે અમેરિકા આ વાતચીતમાંથી બાહર નીકળવા ઈચ્છતું હતું અને કોઈને કોઈ બ્હાના શોધી રહ્યું હતું. હવે તેહરાનનો હાલમાં અમેરિકા સાથે આગામી તબક્કામાં કોઈપણ વાતચીત કરવાનો કોઈ ઈરાદો નથી. ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે અમેરિકા ખરેખર જોવા જઈએ તો આ ચર્ચાને લઈને ગંભીર હતું નહી અને અહીંયાથી બહાર નીકળવાનો વાત શોધી રહ્યું હતું.

આ પણ વાંચો….

US Iran War Ceasefire 2026: શેરબજારમાં ભારે ઉછાળો, ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો, રૂપિયો મજબૂત

You will also like

Leave a Comment