Stock Market India: શેરબજાર ત્રીજા દિવસે તૂટ્યું, આગામી સપ્તાહે હજી વધુ ઘટશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે કડાકો બોલી ગયો હતો. શેરોમાં ઑલરાઉન્ડ વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 982 પોઈન્ટ તૂટી 76,681 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 275 પોઈન્ટ ઘટી 23,897 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 215 પોઈન્ટ ઘટી 56,089 બંધ હતો. માર્કેટ કેપમાં રૂ.5 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. શેરબજાર વધુ તૂટવા પાછળ કયા કારણો રહ્યા? આગામી સપ્તાહે શેરબજાર(Share Market India) કેવું રહેશે? શું આ ઘટાડો ચાલુ રહેશે? અહીંયાથી બજાર કેટલું ઘટી શકે છે? ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે? આગામી સપ્તાહના બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 982 પોઈન્ટ ગબડ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,483 ના નીચા મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધી 77,710 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 76,403 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,681.29 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 982.71નું ગાબડુ દર્શાવે છે.

નિફ્ટી 275 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,100ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 24,206 થઈ અને તે પછી જોરદાર વેચવાલી આવતાં ઘટી 23,813 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,897.95 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 275.10 તૂટ્યો હતો.

આઈટી સેકટરના શેરોમાં મોટો કડાકો

સપ્તાહનો છેલ્લો દિવસ શુક્રવાર હતો. બજાર ખૂલ્યા પછી દરેક ઉછાળે વેચવાલી આવી હતી, અને શેરોના ભાવ સતત ત્રીજા દિવસે વધુ તૂટ્યા હતા. જો કે રોકાણકારોમાં ભારે ગભરાટ હતો કે(Stock Market India) શેરબજાર હજી કેટલું ઘટશે? આજે સૌથી વધુ આઈટી સેકટરના શેરોમાં હેવી સેલિંગ પ્રેશર રહ્યું હતું, જેથી આઈટી સેકટરના ઈન્ડેક્સમાં 1593 પોઈન્ટ(5.29 ટકા) કડાકો બોલી ગયો હતો. તેની સાથે અન્ય શેરોમાં પણ ભારે વેચવાલી હતી.

શેરબજાર તૂટવાના કારણ

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે ભલે સીઝફાયર હોય પણ દિનપ્રતિદિન તંગદિલી વધી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નાકાબંધી અને ઈરાન દ્વારા ટોલ ટેક્સ લેવાઈ રહ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચેતવણી અપાઈ છતાં ઈરાન ટોલ વસુલી રહી છે. આમ ઈરાન અને યુએસ વચ્ચે શાંતિ મંત્રણા ઘોંચમાં પડી છે. આ સમાચારને પગલે વિશ્વભરના સ્ટોક માર્કેટમાં ચિંતાનો માહોલ હતો.

(2) હોર્મુઝ બંધ થયા પછી અને તંગદિલી વધતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ 2.02 ડૉલર ઉછળીને 107.09 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ 1.64 ડૉલર વધીને 97.49 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેથી વિશ્વના સ્ટોક માર્કેટ પર નેગેટિવ અસર પડી હતી.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 10 પૈસા ઘટી 94.22 પર ટ્રેડ કરી રહ્યો હતો. આમ રૂપિયો વધુ તૂટતાં(Stock Market India) ભારતીય શેરબજારમાં વેચવાલી વધુ જોરથી આવી હતી.

Stock Market India(4) અમેરિકન સ્ટોક માર્કેટની નરમાઈ પછી એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર ટોન હતો. પણ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં હતા. ડાઉ જોન્સ ફ્યુચર 144 પોઈન્ટ માઈનસ હતો. આથી શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

(5) ભારતીય શેરબજારમાં(Stock Market India) એફઆઈઆઈ નેટ સેલર રહી છે. 23 એપ્રિલે રૂપિયા 3,254 કરોડનું નેટ સેલ હતું. આમ એપ્રિલ મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 47,536 કરોડનું જંગી નેટ સેલ કર્યું છે. જે પ્રેશરને કારણે પણ શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ

આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 578 પોઈન્ટ તૂટ્યો હતો. આથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 863 શેરના ભાવ વધ્યા હતા અને 2.429 શેરના ભાવ ઘટ્યા હતા.

95 સ્ટોકમાં લોઅર સર્કિટ

95 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 29 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 78 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી, તથા 95 સ્ટોક લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

કોલ ઈન્ડિયા(0.97 ટકા), ટ્રેન્ટ(0.91 ટકા), હિન્દાલકો(0.78 ટકા), નેસ્લે(0.67 ટકા) અને શ્રી રામ ફાયનાન્સ(0.66 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

ઈન્ફોસીસ ટેકનોલોજી(6.92 ટકા), ટીસીએસ(4.79 ટકા). ટેક મહિન્દ્રા(4.05 ટકા), સન ફાર્મા(3.67 ટકા) અને એસબીઆઈ લાઈફ(3.29 ટકા)

આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ?

શેરબજારમાં ત્રણ દિવસ ગાબડા પડ્યા છે. દરેક ઉછાળે વેચવાલીનો ટ્રેન્ડ રહ્યો છે. આગામી સપ્તાહે પણ ઉછાળે વેચવાલી આવશે. ઈરાન સાથેના યુદ્ધમાં સીઝફાયર છે, પણ તંગદિલી વધી છે. ટ્રમ્પ હવે પછી શું પગલું ભરે છે, તેના પર વિશ્વની નજર મંડાયેલી છે. ટેકનિકલી પણ માર્કેટ વીક થયું છે. અતિમહત્ત્વના સપોર્ટ લેવલ તૂટ્યા છે. સેન્સેક્સમાં 77,700 અને નિફ્ટીમાં 24,100નું સપોર્ટ લેવલ હતું. આ બન્ને લેવલ તૂટતાં ભારે વેચવાલી ફરી વળી હતી. આગામી સપ્તાહે 24,100 નીચે 23,500 અને 23,200 સુધીના લેવલ બતાવે તો નવાઈ નહી. બીજી તરફ બેંક નિફ્ટીએ હજી તેનું 55,800નું સપોર્ટ લેવલ તોડ્યું નથી. જેથી બેંક નિફ્ટી હજી સ્ટ્રોંગ છે.

આ પણ વાંચો….

Stock Market India: શેરબજારમાં બીજા દિવસે ગાબડુ, શું ટ્રેન્ડ નેગેટિવ થયો છે?

You will also like

Leave a Comment