Stock Market India: શેરબજારનો સેન્સેક્સ 639 પોઈન્ટ વધ્યો, આ સુધારો કેટલો ટકશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સુધારો આવ્યો હતો. ત્રણ દિવસના કડાકા પછી શેરોમાં નીચા મથાળે નવી લેવાલી નીકળતાં આજે સુધારો રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 639 પોઈન્ટ વધી 77,303 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 194 પોઈન્ટ વધી 24,092 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 174 પોઈન્ટ વધી 56,264 બંધ હતો. માર્કેટ કેપમાં 6 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. એસી અને પાવર કંપનીના શેરોમાં કેમ તેજી આવી? પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતી જશે તો શેરબજાર પર શું અસર થશે? શેરબજારમાં(Share Market India) નવી લેવાલી કેમ આવી? પાંચ પોઝિટિવ ફેકટરથી સુધારો આવ્યો હતો.નેગેટિવ ફેક્ટર કયા છે? આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? ટેકનિકલી બજારમાં શું લાગે છે? શું દરેક ઉછાળે વેચવાલી આવશે?

જૂઓ વીડિયો…. 

સેન્સેક્સ 649 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 76,856ના મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 76,754 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં વધી 77,420 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,303. 63 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 639.42નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 194 પોઈન્ટ ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,945ના મથાળે ખૂલીને શરૂમાં ઘટી 23,946 થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 24,130 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,092.70 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 194.75નો ઉછાળો દર્શાવે છે.

મંગળવારે નિફ્ટી વીક્લી એક્સપાયરી

સપ્તાહનો પ્રથમ દિવસ હતો. તેમજ મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે, જે પહેલા શોર્ટ સેલ કવર થયું હતું. તેમજ નીચા મથાળે બ્લૂચિપ શેરોમાં નવી ખરીદી નીકળી હતી. પરિણામે ત્રણ દિવસના ગાબડા પછી આજે નવી વેચવાલીના અભાવે સુધારો આવ્યો હતો.

સુધારો આવવાના પાંચ કારણ

(1) પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં 92.5 ટકા રેકોર્ડબ્રેક મતદાન થયું છે અને જો બીજા તબક્કામાં મતદાન વધુ થાય તો રાજકીય પંડિતોના કહેવા પ્રમાણે ભાજપને ફાયદો થશે. જો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે તો તેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડશે. રાજ્યસભામાં સરકારને બે ત્યૃતિયાંશ બહુમતી થઈ જશે. તો રાજકીય સ્થિરતા જોવા મળશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે, જેને સત્તાવાર રીતે મંજૂરી મળી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ 4 મેના રોજ આવનાર છે. જે સમાચાર પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.

(2) હાલ ભારે ગરમીના દિવસો ચાલી રહ્યા છે. વીજળીની ડિમાન્ડ છે અને પાવર કન્ઝમ્પશન વધ્યં છે. તેની સાથે એસીની ડિમાન્ડ વધી છે. જે સમાચાર પાછળ આજે એસી બનાવતી કંપનીઓ અને પાવર કંપનીઓના શેરોમાં જોરદાર લેવાલી નીકળી હતી, અને શેરોના ભાવનો પારો ઊંચો ચઢ્યો હતો. વોલ્ટાસ, બ્લૂસ્ટાર, એલજી ઈલેક્ટ્રોનિક્સ, એનટીપીસી, પાવર ગ્રીડ, તાતા પાવર અને ટોરેન્ટ પાવર સહિતના શેરોના ભાવ વધ્યા હતા. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

Stock Market India(3) રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કવાર્ટર ફોરના પરિણામે શેરબજારની ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા છે. જેથી આજે રિલાયન્સમાં ભારે લેવાલી આવી હતી અને શેરનો ભાવ 3.18 ટકા ઉછળી રૂ.1370 બંધ રહ્યો હતો. રિલાયન્સનું સેન્સેક્સ અને નિફ્ટીમાં વધુ વેઈટેજ છે, જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઊંચકાવામાં રિલાયન્સનો સિંહ ફાળો હતો.

(4) ઈરાન સાથે અમેરિકાની બીજા તબક્કાની વાતચીત પણ નિષ્ફળ નિવડી છે. ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાધચીએ ઈસ્લામાબાદ જઈને તુરંત પાછા ફર્યા હતા. તેઓએ આમને સામને વાત કરવાનું ટાળ્યું હતું. બીજી તરફ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને કહ્યું હતું કે વાતચીતના દરવાજા ખૂલ્લા છે. હવે શાંતિ સમજૂતિ માટે ઈરાને ફોન કરવો પડશે. અમે તૈયાર છીએ. જે સમાચારની હાલ વિશ્વના સ્ટોક માર્કેટ પર પોઝિટિવ અસર હતી.

(5) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા સુધરીને 94.18 પર ટ્રેડ કરતો હતો.

નેગેટિવ ફેક્ટર

(1) એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં સતત નેટ સેલર છે. 24 એપ્રિલને શુક્રવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 8,827 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેમજ એપ્રિલ મહિનામાં કુલ રૂપિયા 56,364 કરોડનું નેટ સેલ કર્યું છે. જે જંગી રકમ છે. આથી માર્કેટ પર પ્રેશર રહે છે.

(2) ઈરાન સાથે હજી યુદ્ધ પૂર્ણ થયું નથી. જેમાં ટ્રમ્પના ઉલટાસુલટી નિવેદનો આવી રહ્યા છે. જેની લાંબેગાળે સાવચેતી રાખવી વધુ હિતાવહ છે.

કાલે બજાર કેવું રહેશે?

કાલે નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ છે, જેથી બે તરફી વધઘટ આવવાની ધારણા છે. દરેક ઉછાળે વેચવાલી આવશે. ટેકનિકલી માર્કેટ વીક છે. નિફ્ટીમાં 24,100 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં 56,800 અને સેન્સેક્સમાં 77,700ના રેઝિસ્ટન્સ લેવલ આવે છે. આ લેવલના સ્ટોપલોસ રાખીને ઉછાળે વેચી શકાય. નીચામાં નિફ્ટી 23,950 નીચે જશે તો વધુ ઘટશે.

You will also like

Leave a Comment