Stock Market India: બે તરફી વધઘટે સેન્સેક્સ 251 પોઈન્ટ ઘટ્યો, કાલે ટ્રેન્ડ કેવો રહેશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી ભારે વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 251 પોઈન્ટ ઘટીને 77,017 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty)  86 પોઈન્ટ ઘટી 24,032 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 331 પોઈન્ટ ઘટી 54,547 બંધ થયો હતો. આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરીનો દિવસ હતો, જેથી લેવાલી અને વેચવાલીના એમ બે તરફી ભારે કામકાજ રહ્યા હતા. જો કે ઓવરઓલ સેન્ટિમેન્ટ નરમાઈ તરફી રહ્યું હતું.

સેન્સેક્સ 251 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) આજે સવારે 77,103ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં સામાન્ય વધી 77,151 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 76,515 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,017.79 બંધ રહ્યો હતો. જે 251.61નો(0.33 ટકા) ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 86 પોઈન્ટ ડાઉન

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) સવારે 24,052ના નીચા લેવલે ખૂલીને શરૂમાં સામાન્ય વધી 24,081 થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઝડપી ઘટી 23,882 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,032.80 બંધ થયો હતો. જે 86.50નો(0.36 ટકા) ઘટાડો દર્શાવે છે.

શેરબજારમાં(Stock Market India) ગઈકાલના ઉછાળા પછી આજે વેચવાલી ફરી વળી હતી. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપને ખૂબ ફાયદો થયો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે. આસામ અને પુંડુચેરીમાં ભાજપ વધુ બેઠકો સાથે સરકાર બનાવશે. પણ આજે ફેક્ટર શેરબજારમાં ડિસ્કાઉન્ટ થયું હતું. દરેક ઉછાળે વેચવાલી ચાલુ જ રહી હતી, અને શેરોના ભાવ ઘટ્યા હતા.

શેરબજાર ઘટવાના કારણો

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ફરીથી ઉછાળો આવ્યો છે. યુએઈ અને હોર્મુઝ સ્ટ્રેટ સહિત મિડલ ઈસ્ટ દેશોમાં જહાજો પર ઈરાને હૂમલો કર્યો છે. જેને પગલે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતિ થવાના ચાન્સ ઘટી ગયા છે. આથી બ્રેન્ટ ક્રૂડ વધીને 115 ડૉલર થઈ અને અંતે 112.91 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 104.20 ડૉલર પર ટ્રેડ કરતું હતું. જેની શેરબજારના(Stock Market India) સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પડી હતી.

(2) અમેરિકા ઈરાન યુદ્ધ અને એફઆઈઆઈની સતત વેચવાલીને કારણે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 19 પૈસા ઘટીને 95.28 રેકોર્ડ નીચા સ્તર પર ટ્રેડ કરતો હતો. આથી શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી આવી હતી.

(3) નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. જેથી ઉભી પોઝિશન સ્કવેર ઓફ કરવારૂપી ટ્રેડ વધારે હતા. જેથી તેજીવાળા ખેલાડીઓની વેચવાલી ફરી વળી હતી.

(4) હાલ ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી એશિયાઈ અને યુરોયિન સ્ટોક માર્કેટમાં નવા બાઈંગના અભાવે ગ્લોબલ બજારો ઘટી રહ્યા છે. જેની પાછળ ભારતીય શેરબજારમાં(Stock Market India) પણ નવી લેવાલી અટકી ગઈ છે.

એફઆઈઆઈ નેટ બાયર

જો કે પોઝટિવ સમાચાર એ છે કે એપ્રિલ મહિનામાં નેટ સેલર રહ્યા પછી એફઆઈઆઈએ 04 મેના રોજ રૂપિયા 2,835 કરોડની નેટ ખરીદી કરી હતી. તેમજ સ્થાનિક નાણાં સંસ્થાઓએ રૂપિયા 4,764 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 104 પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 49 પોઈન્ટ સુધર્યો હતો. તેમ છતાં એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1604 શેરના ભાવ વધ્યા હતા અને 1680 શેરના ભાવ ઘટ્યા હતા.

114 સ્ટોકમાં અપર સર્કિટ

116 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 24 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 114 શેરમાં અપર સર્કિટ અને 40 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.68 ટકા, અલ્ટ્રાટેક સીમેન્ટ(1.54 ટકા), હિન્દાલકો(1.37 ટકા), બજાજ ફાઈનાન્સ(1.16 ટકા) અને એચડીએફસી લાઈફ(1.13 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

આઈસીઆઈસીઆઈ બેંક(1.57 ટકા), જિઓ ફાયનાન્સ(1.48 ટકા), કૉલ ઈન્ડિયા(1.48 ટકા), ટેક મહિન્દ્રા(1.39 ટકા) અને એક્સિસ બેંક(1.36 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?(Stock Market India)

શેરબજાર ટેકનિકલી વીક છે. નિફ્ટી 24,100, સેન્સેક્સ 77,300 અને બેંક નિફ્ટી 55,200 ઉપર બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાલી આવશે. નીચામાં નિફ્ટીમાં 23,800, સેન્સેક્સમાં 76,200 અને બેંક નિફ્ટીમાં 54,450 સપોર્ટ લેવલ રહેશે. જો કે હાલ ઈરાન સાથે સંબધોમાં વધુ તંગદિલી સર્જાઈ છે. જેથી ટ્રમ્પ શું સ્ટેપ લે છે, તેના પર વિશ્વના બજારોની નજર મંડાયેલી છે.

You will also like

Leave a Comment