
File Pic
નવી દિલ્હી- IMF warning on war અમેરિકા અને ઈરાન વચ્ચે હૂમલાના સમાચારથી ફરી એક વાર ગ્લોબલી ટેન્શન વધ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. બન્ને દેશો વચ્ચે શાંતિ મંત્રણાના તમામ પ્રયત્નો હોર્મુઝ સ્ટ્રેટ પર આવીને નિષ્ફળ ગયા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝના મામલે પાછળ હટવાના મૂડમાં નથી, અને ઈરાન હથિયાર હેઠા મુકવાના મુડમાં નથી.
વિપરીત પરિણામો ભોગવવા પડશે
મિડલ ઈસ્ટમાં તંગદિલી ફરીથી વધી છે. જેને પગલે હવે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ(International Monetary Fund – IMF)એ મોટી ચેતવણી આપી છે. આઈએમએફ ચીફે કહ્યું છે કે(IMF warning on war) જો ઈરાન યુદ્ધ 2027 સુધી ચાલશે તો તેના ખૂબ જ વિપરીત પરિણામો જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવ વધશે?
IMF warning on war આઈએમએફે ચેતવણી આપતાં કહ્યું છે કે દુનિયામાં મોંઘવારી પહેલેથી જ વધી ગઈ છે. તેની વચ્ચે હવે મિડલ ઈસ્ટ દેશોમાં યુદ્ધ એ મોટુ સંકટ લઈને સામે આવ્યું છે. આઈએમએફ ચીફ ક્રિસ્ટલીના જોર્જિવાએ(IMF Chief Kristalina Georgieva) કહ્યું છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ 2027 સુધી ખેંચાશે તો તેને લઈને ક્રૂડ ઓઈલના ભાવ વધીને પ્રતિ બેરલ 125 ડૉલર પહોંચી જશે તો તેની વૈશ્વિક અર્થવ્યવસ્થાને અનુમાન કરતાં વધુ વિપરીત(ખરાબ) પરિણામ ભોગવવા પડશે.

જોર્જિવાએ આગળ કહ્યું છે કે યુએસ ઈરાન યુદ્ધને લઈને હવે જે પૂર્વાનુમાન લગાવ્યા હતા, તે બધા એમના એમ રહ્યા છે. તેની સાથે જાહેર કરાયેલ ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથમાં ઘટાડા પછી તે 3.1 ટકા અને મોંઘવારી 4.4 ટકા રહેવાનું અનુમાન પાછળ રહી ગયું છે. તેમણે કહ્યું હતું કે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આ અનુમાન ખોટા પડી રહ્યા છે.
મોંઘવારીનો બોમ્બ ફૂટશે…
આઈએમએફ ચીફના જણાવ્યા અનુસાર(IMF warning on war) યુદ્ધ ચાલુ રહેશે તો ક્રૂડ ઓઈલની કીમત 100 ડૉલર પ્રતિબેરલ અથવા તો તેનાથી વધુ ઉપર જશે. અને જો 125 ડૉલર થશે તો મોંઘવારી વધુ વધીને આવશે. એટલે કે તેનો અર્થ સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થશે અને આઈએમએફનો આઉટલૂક હવે આધાર બની ગયો છે. તેમાં કહેવાયું છે કે 2026માં વૈશ્વિક ગ્રોથ 2.5 ટકા સુધી ઘટી શકે છે. જ્યારે મોંઘવારીનો બોમ્બ ફૂટશે અને તે 5.4 ટકા સુઘી પહોંચી જશે.

ક્રિસ્ટલીના જોર્જિવાએ કહ્યું છે કે(IMF warning on war) આઈએમએફ આ સંઘર્ષના સપ્લાય ચેન પર પડનારી અસર પર બારીકાઈ નજર રાખી રહ્યું છે. તેની અસરને જોઈએ તો પહેલેથી જ ખાદ્ય ચીજો 30થી 40 ટકા મોંઘી થઈ ચુકી છે. જેનાથી ખાવા પીવાની ચીજોના ભાવ 3થી 6 ટકાના ભાવ વધી ગયા છે. ફક્ત ખાવા પીવાની ચીજો જ નહી પણ બીજા બિઝનેસ પણ તેનાથી અસરગ્રસ્ત થયા છે.
વાત ખૂબ ગંભીર બનતી જાય છે
તેમણે આગળ કહ્યું હતું કે હું જે વાત પર ભાર આપવા માંગુ છું તે વાત ખૂબ જ ગંભીર બનતી જઈ રહી છે. કેટલાય પૉલીસી મેકર અત્યારે એવો વર્તાવ કરે છે કે આ સંકટ કેટલાય મહિનામાં સમાપ્ત થઈ જશે. તેઓ વપરાશકર્તાઓ અને વ્યવસાયો પર પડનારી અસર ઘટાડવા માટે આવા પગલા ભરી રહ્યા છે. જેને કારણે તેલની ડિમાન્ડ સતત વધી રહી છે.
Stock Market India Special Report
Stock Market India: બે તરફી વધઘટે સેન્સેક્સ 251 પોઈન્ટ ઘટ્યો, કાલે ટ્રેન્ડ કેવો રહેશે?

