Stock Market India: અમેરિકાથી આવ્યા સમાચારને વિશ્વના શેરબજારો ઝુમી ઉઠ્યા, સેન્સેક્સમાં ઉછાળો

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં ભારે ઉછાળો આવ્યો હતો. અમેરિકાથી ગુડ ન્યૂઝ આવતાં શેરોની જાતેજાતમાં નવી લેવાલી નીકળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 940 પોઈન્ટ ઉછળી 77,958 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 298 પોઈન્ટ ઉછળી 24,330 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1,434 પોઈન્ટ ઉછળી 55,981 બંધ થયો હતો. આજે માર્કેટ કેપમાં રૂ.6 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. અમેરિકાથી શું ગુડ ન્યૂઝ આવ્યા? શેરબજારમાં(Share Market India) તેજી થવાના પાંચ કારણ? આગામી દિવસોમાં સેન્ટિમેન્ટ કેવું રહેશે? ટેકનિકલ લેવલમાં ફેરફાર થયો? આ તેજી કેટલી આગળ વધશે?

જૂઓ વીડિયો….

શેરબજાર ખૂલતા LIVE UPDATES…..

અમેરિકાથી આવેલા એક સમાચારને પગલે વિશ્વના શેરબજારમાં તેજી જોવાઈ હતી. ભારતીય શેરબજારમાં પણ ઉછાળો આવ્યો છે. સવારે 9.16 કલાકે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 525 પોઈન્ટ ઉછળ્યો છે. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 178 પોઈન્ટ ઉછળ્યો છે. તેમજ બેંક નિફ્ટી(Bank Nifty) 712 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. યુએસ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નિયંત્રણવાળા હોર્મુઝ સ્ટ્રેટમાં ચલાવાયેલ પ્રોજેક્ટ ફ્રીડમને અસ્થાયી રૂપથી રોકી દીધું છે. જેથી શેરબજારમાં(Share Market India) નવી લેવાલી નીકળી હતી. બીજી તરફ બપોરે 2 વાગ્યા પછી જોરદાર લેવાલી નીકળતાં સેન્સેક્સ 940 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો અને નિફ્ટી 298 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.

માર્કેટ કેપમાં 4 લાખ કરોડનો વધારો

શેરબજાર ખૂલતાની સાથે સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. જેને પગલે પાંચ સેકન્ડમાં જ માર્કેટ કેપિટલાઈઝેશનમાં 4 લાખ કરોડનો વધારો જોવાયો હતો. એટલે કે રોકાણકારોના પોર્ટફોલિયોમાં 4 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકાના સમાચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Doanld Trump) હોર્મુઝમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે ચલાવેલ પ્રોજેક્ટ ફ્રીડમને કેટલાક સમય માટે રોકવાની જાહેરાત કરી છે. એટલે કે અસ્થાયી રૂપથી રોકી દીધું છે. તેમણે એ પણ સંકેત આપ્યો છે કે અમેરિકાની ઈરાન સાથે વાતચીત ચાલી કરહી છે અને બંન્ને વચ્ચે એક સમજૂતિ થઈ શકે છે. અને આ સમજૂતિ કરવામાં પ્રગતિ થઈ રહી છે. જે સમાચારની ગ્બોબલ માર્કેટના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી

આજે બુધવારે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 175 પોઈન્ટ ઉછળીને આવ્યો હતો. કોરિયાનો કોસ્પી 434 પોઈન્ટ ઊંચકાયો હતો. તાઈવાનનો તેઈપેઈ 364 પોઈન્ટ પ્લસ હતો. સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ ઈન્ડેક્સ 5 પોઈન્ટ પ્લસ હતો. થાઈલેન્ડનો સેટ કમ્પોઝિટ ઈન્ડેક્સ 13 પોઈન્ટ અને જાકાર્તાનો કમ્પોઝિટ ઈન્ડેક્સ 54 પોઈન્ટ પ્લસ હતા. તેમજ ચીનનો શાંઘાઈ 52 પોઈન્ટ ઉછળ્યો હતો.

ક્રૂડ ઓઈલ ઘટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ગાબડા પડ્યા હતા. આજે બુધવારે સવારે 9.25 કલાકે બ્રેન્ટ ક્રૂડ 1.81 ડૉલર ઘટી 108.06 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલ 1.72 ડૉલર ઘટી 100.56 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.

ડૉલર સામે રૂપિયો મજબૂત

ફોરેક્સ માર્કેટમાં સવારે 9.27 કલાકે ડૉલર ઈન્ડેક્સ 0.18 સેન્ટ્સ ઘટીને 98.31 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ ડૉલર સામે રૂપિયો 26 પૈસા વધી 95.03 પર ટ્રેડ કરી રહ્યો છે.

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં લેવાલી

નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સમાં 565 પોઈન્ટ(0.94 ટકા)નો ઉછાળો નોંધાયો છે. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 156 પોઈન્ટ(0.88 ટકા)નો ઉછાળો આવ્યો હતો.

એફઆઈઆઈ નેટ સેલર

એફઆઈઆઈએ 5 મે, 2026ના રોજ ભારતીય શેરબજારમાં રૂપિયા 3,621 કરોડનું નેટ સેલ કર્યું હતું, તેની સામે સ્થાનિક નાણાં સંસ્થાઓએ રૂપિયા 2,602 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

સવારે 9.32 કલાકે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 2110 શેરના ભાવ વધ્યા હતા અને 612 શેરના બાવ ઘટ્યા હતા. 85 શેર બાવન વીક હાઈ પર હતા, જ્યારે 10 શેર બાવન વીક લો પર હતા. 52 સ્ટોકમાં અપર સર્કિટ હતી અને સામે 21 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

સવારે 9.40 કલાકની સ્થિતિએ ઈન્ડિગો(3.06 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(2.59 ટકા), ટ્રેન્ટ(1.72 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(1.71 ટકા) અ બજાજ ફાઈનાન્સ(1.68 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

સવારે 9.40 કલાકની સ્થિતિએ લાર્સન ટુબ્રો(2.88 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(0.88 ટકા), ઓએનજીસી(0.76 ટકા), પાવરગ્રીડ(0.38 ટકા) અને એનટીપીસી(0.35 ટકા)

You will also like

Leave a Comment