
300 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર
તેની સાથે જ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય અનુસાર PMUY(Ujjwala Scheme Rules Changes) ના લાભાર્થીઓને પહેલા ચાર રિફિલ પર પ્રતિ સિલીન્ડર 300 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) મળશે. ઉજ્જવલા યોજનાવાળા એક સામાન્ય પરિવારમાં સરેરાશ વર્ષ દરમિયાન ચાર રિફિલનો વપરાશ થાય છે. પહેલા PMUY લાભાર્થીઓને વર્ષમાં 9 રિફિલ પર DBT મળતા હતા.
ઘરેલુ વપરાશના સ્તરને અનુરૂપ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY) અનુસાર અત્યાર સુધી લાભાર્થીઓ માટે સહાયવાળા એલપીજી સિલીન્ડરોની સંખ્યા 9 હતી, જેને ઘટાડીને કેન્દ્ર સરકારે ફક્ત ચાર કરી દીધા છે.(Ujjwala Scheme Rules Changes) કેન્દ્ર સરકારના આ મોટા નિર્ણયને લઈને અધિકારીઓનું કહેવું છે કે નાણાકીય સહાયને વાસ્તવિક સરેરાશ ઘરેલુ વપરાશના સ્તરને અનુરૂપ બનાવે છે.
સરકારના મોટો દાવો
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના અધિક સચિવ પ્રવિણ મલ ખાનૂજાએ આ અંગે જણાવ્યું હતું કે સંશોધિત પાત્રતા ઉજ્જવલા પરિવારોની સરેરાશ વાર્ષિક ગેસ વપરાશને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે.
12થી ઘટાડી 9 અને હવે ઘટાડીને 4
મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત મે 2016માં કરી હતી. તેનો ઉદેશ્ય વંચિત પરિવારોને ચોખ્ખી રસોઈ બનાવવા માટે ઈંઘણને ઉપલબ્ધ કરાવવાનો હતો. આ યોજનાની શરૂઆતમાં તેના લાભાર્થીઓને વાર્ષિક 12 સહાયવાળા 14.2 કિલોગ્રામ ઘરેલુ એલપીજી સિલીન્ડર આપવામાં આવતા હતા. પરંતુ ત્યાર પછી સરકારે આ વાર્ષિક કવોટાને ઘટાડીને 9 સિલીન્ડર કરી દીધા હતા અને હવે(Ujjwala Scheme Rules Changes) વધુ ઘટાડીને ચાર કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સહાય વધારીને 300 કરી હતી
ઉજ્જવલા યોજના અનુસાર મળનાર સિલીન્ડર(LPG cylinders) પર સરકાર સબસિડી પણ આપે છે. તેને વધુ સસ્તા બનાવવા માટે સરકારે મે 2022માં 14.2 કિલોગ્રામવાળા ઘરેલું એલપીજી સિલીન્ડર પર 200 રૂપિયા સબસિડી શરૂ કરી હતી. જેને ઓકટોબર 2023માં વધારીને 300 રૂપિયા પ્રતિ સિલીન્ડર કરી દેવાઈ હતી. સરકાર તરફથી આપવામાં આવતી એલપીજી સબસિડી દરેક રિફિલ ખરીદી પછી લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.
એલપીજીમાં 89 રૂપિયાનો વધારો
અત્રે નોંધનીય છે કે 7 જૂન, 2026ના રોડ રસોઈ ગેસ સિલીન્ડરની કીમતમાં 29 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદમાં ગેસ સિલીન્ડરનો નવો ભાવ 949 રૂપિયા થયો હતો. આ પહેલા 7 માર્ચે ઓઈલ કંપનીઓએ 60 રૂપિયાનો વધારો કર્યો હતો. તે હિસાબથી 300 રૂપિયાની સબસિડીની સાથે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પહેલા ચાર સિલીન્ડરો માટે પ્રતિ રિફિલ 642 રૂપિયા ચુકવવાના થાય છે.
52,000 કરોડ સબસિડી ચૂકવાઈ
પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા પર નજર કરીએ તો સરકારે 2022થી અત્યાર સુધીમાં એલપીજી સબસિડીની(LPG cylinders) રૂપમાં 52,000 કરોડ આપ્યા છે. હાલમાં જ ઘરેલું રસોઈ ગેસની કીમતમાં વધારો કર્યા પછી પણ સરકારી ઓઈલ કંપનીઓ પ્રત્યેક ગેસ સિલીન્ડર પર અંદાજે 700 રૂપિયાની ખોટ સહન કરી રહી છે.
LPG Price Hike 2026 – Most Watched News
LPG Price Hike 2026: કીમતમાં વધારો છતાં એલપીજી સિલીન્ડર દીઠ 700 રૂપિયાનું નુકસાન

