Diwali 2026 Stock Market: દિવાળીના મુહૂર્તની “કેન” શેરબજારની ભાવી ચાલ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે!

by Gujarati biz news
Diwali 2026 Stock Market
Diwali 2026 Stock Market

Image Generaed bby AI

અમદાવાદ- Diwali 2026 Stock Market શેરબજારમાં રોકાણ કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર છે. આ વર્ષે  દિવાળીનો દિવસ 8 નવેમ્બર, 2026 ને રવિવારે આવે છે. જેથી ભારતીય શેરબજારમાં રવિવારે સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગ સેશન રહેશે. દર વર્ષે દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાય છે, પણ આ વખતે રવિવારે રજાના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે. હવે આ દિવાળીના મુહૂર્તની “કેન”  શેરબજારની ભાવી ચાલ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. કેવી રીતે? દિવાળીની “કેન” શું છે? આવો આપણે જાણીએ….

Watch the video….

રવિવારે મુહૂર્ત ટ્રેડિંગ સેશન

બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે મુહૂર્ત માટે વિશેષ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનની જાહેરાત કરી દીધી છે. તેની સાથે ટ્રેડિંગના સમયની પણ જાણકારી આપી છે. વિક્રમ સંવત 2082ના વર્ષની શેરબજારે તેજીના મોમેન્ટમ સાથે વિદાય આપી દીધી છે. જેથી હવે વિક્રમ સંવત 2083ના નવા વર્ષે નવી તેજીના આશાવાદ સાથે મુહૂર્ત ટ્રેડિંગ થશે.

રવિવારે બપોરે મુહર્ત ટ્રેડિંગ

રવિવારે દિવાળીના શુભ દિવસે બીએસઈ અને એનએસઈમાં બપોરે 2.20 કલાકથી 3.30 કલાક સુધીની મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે. તમામ રોકાણકારો આ દિવસે મુહર્તના સોદા(ટ્રેડ) કરતાં હોય છે. બસ ત્યાર પછી હિન્દુઓના નવા વર્ષનો પ્રારંભ થતો હોય છે. મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં શેરદલાલો, રોકાણકારો સહિતના તમામ લોકો નવા કપડા પહેરીને પરિવાર સાથે બજારમાં આવે છે. લક્ષ્મી પૂજા કર્યા પછી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ભાગ લે છે અને નવું વર્ષ સુખ, સમૃદ્ધિ સાથે પસાર થાય તે માટે મુહૂર્તનો ટ્રેડ કરે છે.

દિવાળીની “કેન”

Diwali 2026 Stock Market હવે દિવાળીના શુભ દિવસે અમાસ હોય છે અને તે દિવસના મુહર્તની વધઘટ તે શેરબજારની ભાવી ચાલ માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હવે આપણે તે બાબત સમજીએ…. દિવાળીના દિવસના મુહૂર્તના ટ્રેડિંગની વધઘટ ધ્યાનમાં રાખવાની હોય છે. સેન્સેક્સ, નિફટી કે પછી બેંક નિફ્ટી કે પછી તમે જે શેરમાં રોકાણ કર્યું હતું, તેની વધઘટ લખી રાખવી જોઈએ. મુહૂર્તના હાઈ પર સેન્સેક્સ કે નિફ્ટી ટ્રેડ કરે તો તેજીની આગેકૂચ રહેતી હોય છે, તેવી આગાહી કરી શકાય છે. અને જો મુહર્તના લોની નીચે ટ્રેડ કરે તો શેરબજારમાં ઘટાડો આવશે, તેની આગાહી કરી શકાય છે. જેને દિવાળીની “કેન” પડી તેમ કહેવાય છે.

નવી પેઢી આ વાતને ભુલી ગઈ

દિવાળીની કેન ઉપર(UP) શેરબજાર ટ્રેડ કરે તો તેજી અને જો દિવાળીની કેન નીચે(Down) ટ્રેડ કરે તો મંદી થાય છે. સામાન્ય રીતે વર્ષોથી આ દિવાળીની કેન અંગે શેરબજારના જૂના જોગીઓ તેને એપ્લાય કરતાં હતા. પણ હવે કાળક્રમે નવી પેઢી શેરબજારમાં પ્રવેશતાં આ જૂની વાત ભુલાઈ ગઈ છે.

શેરબજારની વધઘટને આધારે એપ્લાય કરવું

Diwali 2026 Stock Market દિવાળીની કેન છે તે 14 જાન્યુઆરી ને ઉત્તરાયણ સુધી ચાલે છે. ત્યાર પછી ઉત્તરાયણની કેન પડે છે, જે આગામી બજેટ સુધી ચાલે છે. શેરબજારના જૂના જોગીઓના કહેવા પ્રમાણે દિવાળી અને ઉત્તરાયણની કેન લગભગ 90-92 ટકા સાચી પડતી હોય છે. પણ તેને શેરબજારની વધઘટ અનુસાર એપ્લાય કરવી જોઈએ અને બજારના ભાવ જ દર્શાવતા હોય છે કે દિવાળીની કેન કઈ તરફ ગઈ છે. એટલે એવું કહી શકાય કે દિવાળીના મુહૂર્તના ટ્રેડિંગ સેશન શેરબજારની ભાવી ચાલ નક્કી કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો…

Stock Market India: શેરબજારમાં રોકેટ ગતિએ તેજી સાથે વિક્રમ સંવત 2082ને વિદાય, નવી તેજીનો આશાવાદ

You will also like

Leave a Comment