Stock Market India: નફારૂપી વેચવાલી વચ્ચે મજબૂત શેરબજાર, આગામી સપ્તાહે તેજી કેટલી આગળ વધશે?

by Gujarati biz news
Stock Market India
Stock Market India

Generated by AI

અમદાવાદ- Stock Market India શેરબજારમાં તેજી આગળ વધી હતી. શરૂઆતમાં નીચા લેવલે નવી લેવાલી આવી હતી. તેમજ ટ્રેડિંગ સેશનના મધ્યાગમાં ઊંચા લેવલ પર નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે સેન્સેક્સ હાઈ લેવલથી 800 પોઈન્ટ પાછો પડ્યો હતો. ઓવરઓલ બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 109 પોઈન્ટ વધી 77,100 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) 34 પોઈન્ટ વધી 24,056 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 26 પોઈન્ટ વધી 58,177 બંધ હતો. નવી લેવાલી અને નવી વેચવાલી આવવા પાછળ કયા કારણો? બે તરફી વધઘટ આવવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે શેરબજારની તેજી કેટલી આગળ વધશે? ટેકનિકલી માર્કેટ કેટલું સ્ટ્રોંગ છે? આગામી સપ્તાહે કયુ લેવલ ક્રોસ કરે તો નવી તેજી થશે? શેરબજારના(Share Market India) પાંચ બિગ ન્યૂઝ જાણીશું.

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 109 પોઈન્ટ ઊંચકાયો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,391ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલીથી ઉછળીને 77,803 થયો હતો, ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 76,993 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,100.47 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 109.25ની મજબૂતી દર્શાવે છે.

નિફ્ટી 34 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,125ના ઊંચા લેવલે ખૂલીને શરૂમાં વધુ વધી 24,261 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 24,039 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,056 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 34.35ની મજબૂતી દર્શાવે છે.

ઓટો, રીયલ્ટી અને એફએમસીજી શેરોમાં નવી લેવાલી

આજે સવારે શેરબજાર ઊંચા મથાળે ખૂલ્યું હતું. સવારે લાર્જકેપ સ્ટોકમાં ભારે લેવાલી આવી હતી. પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી ઝડપી ઊંચકાયા હતા. જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી મેટલ, આઈટી અને એનર્જિ સેકટરના શેરોમાં ભારે વેચવાલી આવતાં શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. તેમજ આજે ઓટોમોબાઈલ, રીયલ્ટી અને એફએમસીજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ આજે પણ 101 ડૉલરની ઉપર રહેતા સતત ત્રીજા દિવસે મેટલ શેરોના ભાવ ઘટ્યા હતા.

સવારે નવી લેવાલી આવવાના કારણ

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. આજે પણ બ્રેન્ટ ક્રૂડ ઘટીને 72.80 ડૉલર અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને 70 ડૉલરની નીચે 69.55 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ ઘટતાં એવિએશન, ટાયર અને પેઈન્ટ્સ કંપનીઓના શેરોમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો.

(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 17 પૈસા વધી 94.49 પર ટ્રેડ કરતો હતો.

(3) ક્રૂડના ભાવ ઘટીને આવ્યા હતા. જેથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે અને મોંઘવારી પણ ઘટીને આવશે, જેથી રીઝર્વ બેંકને હવે વ્યાજ દરમાં વધારો કરવો પડશે નહી. જે ધારણાએ ઓટોમોબાઈલ અને રીયલ્ટી સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.

બપોર પછી વેચવાલી કેમ આવી?

ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી નફારૂપી વેચવાલી ફરી વળી હતી. કાલે 26 જૂનને શુક્રવારે મહોરમની રજા છે અને શેરબજાર સત્તાવાર બંધ રહેનાર છે. આમ ત્રણ દિવસ શેરબજાર બંધ રહેશે. જેથી સાવચેતીરૂપી વલણ અપનાવ્યું હતું. તેજીવાળાઓએ નફો બુક કર્યો હતો. ત્રણ દિવસની રજાને કારણે મોટી ઉભી પોઝીશન કોઈ રાખવા તૈયાર ન હતું. પરિણામે શેરબજાર વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 339 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 88 પોઈન્ટ માઈનસ હતો. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1231 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2069 શેરના ભાવ ઘટ્યા હતા.

93 સ્ટોકમાં અપર સર્કિટ

105 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 35 સ્ટોક બાવન વીક લો પર હતા. 93 સ્ટોકમાં અપર સર્કિટ અને 87 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

ઈન્ડિગો(4.89 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(3.94 ટકા), મારૂતિ(3.81 ટકા), મેક્સ હેલ્થકેર(3.81 ટકા) અને તાતા કન્ઝ્યુમર(3.04 ટકા)

ટોપ લુઝર્સ

ઓએનજીસી(2.85 ટકા), હિન્દાલકો(2.52 ટકા), પાવરગ્રીડ(2.20 ટકા), ટેક મહિન્દ્રા(1.50 ટકા) અને ભારતી એરટેલ(1.46 ટકા

આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં આગામી સપ્તાહે બે તરફી વધઘટે તેજીની આગેકૂચ રહી હતી. નફારૂપી વેચવાલી છતાં પણ નિફ્ટી 24,000 ઉપર ક્લોઝ છે. જે ટેકનિકલી સ્ટ્રોંગ પોઝીશન દર્શાવે છે. આજે નિફ્ટીએ 24,200નું અતિ મહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કરી ગયો હતો. પણ તે લેવલ ટકી શક્યું ન હતું. હવે આગામી સપ્તાહે નિફ્ટી 24,200 ઉપર બંધ આવે તો 24,500 અને 24,800 થવાનો રસ્તો ખૂલી જશે. બેંક નિફ્ટી 58,200 કૂદાવતાં વધુ વધીને 59,000 થશે. સેન્સેક્સ 77,500 કૂદાવશે તો 78,000 અને 78,600 સુધીના લેવલ બતાવી શકે છે.

You will also like

Leave a Comment