અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે ભારે ઉછાળો આવ્યો હતો. નાણાંપ્રધાન નિર્મલા સીતારમનના એક નિવેદનથી શેરબજાર ઝુમી ઉઠ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1109 પોઈન્ટ ઉછળી 73,033 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 358 પોઈન્ટ ઉછળી 22,7121 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 563 પોઈન્ટ ઉછળી 55,481 બંધ થયો હતો. શેરબજારમાં તેજી થવાના કયા છ કારણો? નાણાંપ્રધાન નિર્મલા સીતારમનનું શું નિવેદન આવ્યું? આગામી દિવસોમાં શેરબજારમાં તેજી આગળ વધશે? ટેકનિકલી માર્કેટ કેટલું સ્ટ્રોંગ બંઘ આવ્યું છે? હવે ઉપરમાં શેરબજારમાં(Share Market India) કેટલી તેજી થશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 71,951ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 71,703 થઈ અને ત્યાં નવી ભારે લેવાલીથી ઝડપથી ઉછળી 73,045 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,033. 78 બંધ રહ્યો હતો. જે સોમવારના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1109.10નો(1.54 ટકા) ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 358 પોઈન્ટ ઉછળ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 22,364ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 22,288 થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 22,721 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,721.95 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 358.60નો ઉછાળો દર્શાવે છે.
યુપીઆઈ પરનો ચાર્જ મુલતવી રહ્યો
આજના ટોપ ન્યૂઝ કેન્દ્ર સરકારે યુપીઆઈ પર એમડીઆર ચાર્જ જે 15 ઓકટોબરથી લાગુ થવાનો હતો, તેને મુલતવી રાખ્યો છે, અને દિવાળી પછી નવી તારીખ જાહેર કરશે.
શેરોની જાતે-જાતમાં નવી લેવાલી
શેરબજાર આજે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે સવારે મજબૂત જ ખૂલ્યું હતું. સવારે વેચવાલી ચાલુ રહેતા શરૂમાં ઘટ્યું પણ હતું. જો કે તુરંત જ નવી લેવાલી નીકળી હતી અને એક પછી એક તેજીના કારણો આવતાં ગયા અને Stock Market India માર્કેટ ઝુમી ઉઠ્યું હતું. મંદીવાળાઓએ વેચાણ કાપ્યા હતા અને તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી. જેથી શેરબજારમાં તેજી રહી હતી.
શેરબજારમાં તેજી થવાના કારણો
(1) નાણાંપ્રધાન નિર્મલા સીતારમને નવી દિલ્હીમાં બ્લૂમબર્ગના ન્યૂ ઈકોનોમીક ફોરમમાં બોલતાં કહ્યું હતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ(LTCG) અને સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ (STT)ના સંદર્ભે અને તેને દૂર કરવાના મામલે તેઓ ભારતના રોકાણકારો અને વિદેશી રોકાણકારોના વિચારો જાણવા ઈચ્છુક છે. તેના માટે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ નિવેદનના સમાચાર આવતાની સાથે ભારતીય શેરબજાર ભડકી ઉઠ્યું હતું.
(2) ગ્લોબલ માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ હતો. યુએસ ડાઉ જોન્સ પ્લસ હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. ડાઉ જોન્સ ફ્યુચર 282 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતું હતું. જો કે એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ હતા. પણ વૈશ્વિક સ્ટોક માર્કેટના સંકેતો પોઝિટિવ હતા, જેની ભારતીય શેરબજાર પર સારી અસર પડી હતી.
(3) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)એ ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું છે. આઈએમએફએ ઓક્ટોબરના વર્લ્ડ ઈકોનોમીક આઉટલૂકમાં અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2027માં ભારતનો જીડીપી ગ્રોથ 6.4 ટકાને સ્થાને 7 ટકા ગ્રો કરશે. જે પોઝિટિવ સમાચારથી શેરબજારમાં જોરદાર નવી લેવાલી આવી હતી.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત બીજા દિવસે વધુ મજબૂત થયો હતો. મંગળવારે ડૉલર સામે રૂપિયો 53 પૈસા વધી 95.26 પર ટ્રેડ કરતો હતો. છેલ્લા બે દિવસમાં રૂપિયો 150 પૈસા સ્ટ્રોંગ થયો છે.
(5) આઈટી સ્ટોકમાં હેવી બાઈંગ આવ્યું હતું. ટીસીએસના કવાર્ટર ટુના પ્રોત્સાહક પરિણામ પછી અન્ય આઈટી કંપનીઓના પરિણામ સારા આવવાના આશાવાદ પાછળ આજે આઈટી શેરોમાં ભારે લેવાલી નીકળી હતી, જે પછી ઓવરઓલ શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
(6) ટેકનિકલી Stock Market India સ્ટ્રોંગ થયું છે. નિફ્ટીએ 22,300 ઉપર ટ્રેડ કરતાં મંદીવાળા ઓપરેટરોને વેચાણ કાપવાની ફરજ પડી હતી, અને આમ શેરબજાર વધુ ભડકી ગયું હતું.
માર્કેટ કેપિટલાઈઝેશનમાં 5 લાખ કરોડનો વધારો
એનર્જિ અને ફાર્મા સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ લેવાલીથી ઉછાળો આવ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સમાં 624 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 21 પોઈન્ટ સુધર્યો હતો. શેરબજારની તેજીને કારણે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 5 લાખ કરોડનો વધારો નોંધાયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં રૂપિયા 5 લાખ કરોડનો વધારો થયો હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 2128 શેરના ભાવ ઊંચકાયા હતા અને 1418 શેરના ભાવ ઘટ્યા હતા. 101 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એચસીએલ ટેકનોલોજી(8.42 ટકા), ટીસીએસ(6.79 ટકા), શ્રી રામ ફાયનાન્સ(6.31 ટકા), ટેક મહિન્દ્રા(4.93 ટકા) અને ઈન્ફોસીસ(4.13 ટકા).
બુધવારે શેરબજાર કેવું રહેશે?
Stock Market India શેરબજાર ટેકનિકલી સ્ટ્રોંગ થયું છે. આગામી દિવસોમાં નિફ્ટી 22,600 ઉપર ટ્રેડ કરે અથવા તો ટકી રહે તો તેજી આગળ વધશે અને ઉપરમાં 22,800 સુધી જઈ શકે છે. સેન્સેક્સમાં 72,700ના રેઝિસ્ટન્સ લેવલને પાર કરીને ઉપર બંધ આવ્યો છે, જે આગામી દિવસોમાં વધુ વધીને 73,200 સુધી જઈ શકે છે. તેવી જ રીતે બેંક નિફ્ટી 55,450ના રેઝિસ્ટન્સ લેવલ કૂદાવી ગયો છે, તે ઉપરમાં 55,500 કૂદાવશે તો 56,000 સુધી જઈ શકે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

