Stock Market India: ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ 251 પોઈન્ટ ઘટ્યો, હવે તેજી થશે ખરી?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બુધવારે નફારૂપી વેચવાલીથી નરમાઈ આવી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 251 પોઈન્ટ ઘટી 72,781 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 99 પોઈન્ટ ઘટી 22,622 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 165 પોઈન્ટ ડાઉન 55,316 બંધ હતો. ગઈકાલના ભારે ઉછાળા પછી બુધવારે પ્રોફિટ બુકિંગ રહેતા નરમાઈ રહી હતી.

સેન્સેક્સ 251 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 73,049ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધી 73,195 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગથી ઘટી 72,578 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 72,781.89 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ સેન્સેક્સની સરખામણીએ 251.89 ઘટ્યો હતો.

નિફ્ટી 99 પોઈન્ટ ડાઉન

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 22,715ના સામાન્ય નરમ મથાળે ખૂલીને શરૂમાં વધી 22,757 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી આવતાં ઘટી 22,558 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,622.70 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 99.25નો ઘટાડો દર્શાવે છે.

આઈટી શેરોમાં બીજા દિવસે બાઈંગ

Stock Market India સવારે શેરબજાર સામાન્ય મજબૂત મથાળે ખૂલ્યું હતું. શરૂમાં નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચકાયા હતા, પણ ટ્રેડિંગ સેશનના મધ્યભાગે નફારૂપી વેચવાલી આવી હતી. ઓટો, મેટલ, ફાર્મા, રીયલ્ટી અને બેંક સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. જો કે આઈટી, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા અને એફએમસીજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.

જથ્થાબંધ મોંઘવારી દર વધ્યો

રીટેઈલ મોંઘવારીનો દર વધીને આવ્યા બાદ જથ્થાબંધ મોંઘવારીનો દર 9.92 ટકાથી વધી 11.39 ટકા આવ્યો હતો. આમ મોંઘવારી વધીને આવતાં શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ક્રૂડના ભાવ વધ્યા

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ફરીથી વધવા શરૂ થયા છે. બ્રેન્ટ ક્રૂડ 0.82 સેન્ટ્સ વધીને 106.48 ડૉલર પર ટ્રેડ કરતો હતો અને ક્રૂડ ઓઈલ 1.09 ડૉલર વધી 95.21 ડૉલર પર ટ્રેડ કરતું હતું. આમ ક્રૂડના ભાવ વધીને આવતાં શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી.

તેજીવાળાઓએ નફો બુક કર્યો

Stock Market India મંગળવારે શેરબજારમાં ભારેખમ ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 1109 પોઈન્ટ અને નિફ્ટી 358 પોઈન્ટ ઉછળીને આવી હતી. પરિણામે બુધવારે તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કરવાની તક ઝડપી લીધી હતી અને શેરબજાર સામાન્ય ઘટીને બંધ રહ્યું છે.

ડૉલર સામે રૂપિયો 

જો કે સતત ત્રીજા દિવસે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 14 પૈસા વધી 95.15 પર ટ્રેડ કરતો હતો. આમ એક માત્ર પોઝિટિવ ફેક્ટર હતું.

ડબલ ટેક્સ દૂર થશે…!

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને ગઈકાલે એક નિવેદન કર્યું હતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ અંગે તેઓ સૌના અભિપ્રાય લેવા માંગે છે, ત્યાર બાદ તેઓ તેને દૂર કરી શકે છે. કારણ કે શેરબજારમાં શેરો પર ડબલ ટેક્સેશનની સ્થિતિ છે, જેને પગલે જ એફઆઈઆઈ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે એક્ઝિટ થઈ રહી છે. આગામી બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અથવા એસટીટીના સંદર્ભમાં રાહતના સમાચાર મળી શકે છે.

કેનેરા બેંકના પ્રોત્સાહક પરિણામ

કેનેરા બેંકના બીજા ત્રિમાસિક ગાળાનો નફો 8.4 ટકા વધ્યો હતો. તેમજ નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ 20 ટકા વધી હતી. તેમજ એસેટ કવૉલિટીમાં પણ સુધારો આવ્યો હતો. જેથી કેનેરા બેંકના શેરમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.

તાતા એલેક્સીનો નફો 10 ટકા વધ્યો

તાતા એલેક્સીનો નફો 10 ટકા વધ્યો અને આવક 15 ટકા વધી હતી.

અગ્રણી ચાર કંપનીઓના પરિણામ

આવતીકાલે ગુરુવારે નિફ્ટી બેઈઝ્ડ ચાર કંપનીઓ ટેક મહિન્દ્રા, નેસ્લે, જિઓ ફાઈનાન્સિયલ અને એચડીએફસી લાઈફના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થશે.

કાલે શેરબજાર કેવું રહેશે?

Stock Market India ટેકનિકલી માર્કેટ મજબૂત રહ્યું છે. સતત બીજા દિવસે નિફ્ટી 22,600 અને સેન્સેક્સ 72,700 ઉપર બંધ રહેવામાં સફળ રહ્યા છે. જો ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી આ બે લેવલની ઉપર જ ટ્રેડ કરે તો તેજીની આગેકૂચ રહેશે. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં 55,450 ઉપર 55,500 કૂદાવશે તો જ તેજી આગળ વધશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment