Gujarat Pharmaceutical News: જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે પ્રોત્સાહક યોજના જાહેર, શું લાભ મળશે?

ભરૂચના જંબુસરમાં 2,015 એકરમાં આકાર લઈ રહ્યો છે દેશનો અત્યાધુનિક પ્લગ-એન્ડ-પ્લે બલ્ક ડ્રગ મેગા પાર્ક

by Gujarati biz news
Gujarat Pharmaceutical News

Gujarat Pharmaceutical Newsગાંધીનગર- Gujarat Pharmaceutical News ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સ્થપાનારા બલ્ક ડ્રગ પાર્કમાં ઔદ્યોગિક એકમોને સહાય માટે એક વિશિષ્ટ ઇન્સેન્ટિવ યોજના મંજૂર કરી છે. આ ઐતિહાસિક નિર્ણય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં ભારતની આત્મનિર્ભરતા વધારવા અને મહત્વપૂર્ણ Active Pharmaceutical Ingredients (APIs), Key Starting Materials (KSMs) તેમજ Drug Intermediates ની વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

ગુજરાત ફરી એકવાર મોખરાના સ્થાને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત @2047’ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર મોખરાનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ઈન્સેન્ટિવ યોજના જાહેર કરી છે.

વિશ્વકક્ષાનું પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ

Gujarat Pharmaceutical News ભારત સરકારની બલ્ક ડ્રગ પાર્ક્સને પ્રોત્સાહન આપવાની ફ્લેગશિપ યોજના હેઠળ ભરૂચના જંબુસર ખાતે આશરે 2,015 એકરમાં આ વિશ્વકક્ષાનું પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ઉત્પાદકો માટે કેપિટલ અને ઓપરેટિંગ ખર્ચમાં મોટો ઘટાડો કરવા માટે અહીં 10થી વધુ અત્યાધુનિક કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) અને CSTP, સ્ટીમ જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સોલવન્ટ રિકવરી ફેસિલિટીઝ અને TSDF સુવિધા, ડીપ-સી ડિસ્પોઝલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સેન્ટર ઓફ એક્સેલન્સ અને મજબૂત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ નેટવર્ક જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શું લાભ મળશે?

Gujarat Pharmaceutical News આ યોજના હેઠળના મુખ્ય આર્થિક પ્રોત્સાહનોમાં રોકાણકારોને તેમની પ્રોજેક્ટ જરૂરિયાતો અનુસાર વિશિષ્ટ ‘બલ્ક ડ્રગ પાર્ક સ્કીમ’ અથવા ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026’ હેઠળ લાભ મેળવવાની અનુકૂળતા આપવામાં આવી છે. વિશિષ્ટ બલ્ક ડ્રગ પાર્ક યોજના હેઠળ મુખ્યત્વે એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (eFCI) પર 10 ટકા કેપિટલ સબસિડી, પાત્રતા ધરાવતા MSME એકમો માટે વિશેષ વ્યાજ સબસિડી, 10 વર્ષ સુધી યુટિલિટી ચાર્જીસમાં રિઇમ્બર્સમેન્ટ, પાવર, સ્ટીમ, પાણી, ગંદા પાણીનો નિકાલ (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ), સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વેરહાઉસિંગ અને પાર્ક જાળવણી શુલ્કનું વ્યાપક રિઇમ્બર્સમેન્ટ, પાર્કમાં પ્રથમ વખત જમીન ફાળવણી પર સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીનું 100 ટકા રિઇમ્બર્સમેન્ટ જેવા લાભો મળશે.

ફાર્મામાં જંગી મૂડીરોકાણ આવશે

ગુજરાતની સ્થાપિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, સ્ટ્રેટેજિક દરિયાકાંઠાનું લોકેશન, બેસ્ટ લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી અને પારદર્શક શાસનને કારણે આ યોજનાથી ફાર્મા ક્ષેત્રે જંગી મૂડીરોકાણ આકર્ષાશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે હજારો કુશળ અને અર્ધકુશળ યુવાનો માટે રોજગારીની વિશાળ તકો ઉભી થશે.

ફાર્મા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ ગુજરાત

ગુજરાત સરકારના આ પગલાથી ફાર્માસ્યુટિકલ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત અને ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત થશે અને દેશ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ મક્કમ ગતિએ આગળ વધશે.

You will also like

Leave a Comment