અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે તેજી આગળ વધી હતી. બીએસઈ સેન્સેક્સ 308 પોઈન્ટ ઉછળી 74,459 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 116 પોઈન્ટ ઉછળી 23,053 બંધ થયો હતો. જ્યારે બેંક નિફ્ટી 222 પોઈન્ટ ઘટી 54,686 બંધ થયો હતો. શેરબજારમાં તેજી થવાના કયા કારણો? આગામી સપ્તાહે તેજી વધુ આગળ વધશે? સેન્સેક્સ અને નિફ્ટી કેટલા ઉપર જશે? દિવાળીના મુહૂર્તના ટ્રેડિંગમાં નિફ્ટી શું હશે? ટેકનિકલી માર્કેટ કેટલું ઉપર જશે? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ વધુ 308 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 74,199ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 74,082 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 74,742 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,459.53 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 308.49નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 116 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 22,964ના સામાન્ય ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 74,082 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 74,742 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,459.53 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 116.35નો ઉછાળો દર્શાવે છે.
હેવીવેઈટ શેરોમાં ઉછાળો
Stock Market India સપ્તાહના કામકાજના અંતિમ દિવસે શેરોના ભાવ મજબૂત ખૂલ્યા હતા. પણ ઘટાડે નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછાળો આવ્યો હતો. આજે ખાસ કરીને ઈન્ડેક્સ હેવીવેઈટ શેરોમાં જોરદાર નવી લેવાલી ચાલુ રહી હતી. આઈટી શેરોમાં નવી લેવાલીથી આઈટી ઈન્ડેક્સમાં 740 પોઈન્ટ(2.32 ટકા)નો ઉછાળો આવ્યો હતો. તેની સાથે ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એનર્જિ અને મીડિયા શેરોમાં નવી લેવાલી રહી હતી, જ્યારે ઓટો, બેંક અને એફએમસીજી સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
મીડકેપ અને સ્મોલકેપ ઘટ્યા
બીજી તરફ અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી ઘટતાં હતા, ત્યારે મીડેકપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઉછળતાં હતા. પણ આજે વિપરીત થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા હતા, તો સામે મીડેકપ ઈન્ડેક્સ 540 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 347 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો અને માર્કેટ કેપ 2.57 લાખ કરોડ ઘટી હતી.
તેજી થવાના કારણો
(1) આઈટી સ્ટોકમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. એઆઈ આધારિત કંપનીઓના સ્ટોકમાં યુએસ, કોરિયા, તાઈવાન અને જાપાન સ્ટોક માર્કેટમાં વેચવાલી હતી. એઆઈ આધારિત કંપનીઓમાં જંગી રોકાણ સામે રેવન્યૂ મોડલ નહી રહેતા હાલ ચિંતાનો માહોલ સર્જાયો છે. જેથી એઆઈ આધારીત કંપનીઓના શેરોમાં વેચવાલી ચાલુ રહી છે, પણ ભારતીય આઈટી કંપનીઓના શેરોમાં નવી લેવાલી નીકળી હતી. જેથી શુક્રવારે (Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા વધી 95.02 પર ટ્રેડ કરતો હતો.
(3) ભારતીય કંપનીઓના બીજા ત્રિમાસિકગાળાના પરિણામો ધારણા કરતાં પ્રોત્સાહક આવી રહ્યા છે. જેથી દરેક ઘટાડે તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી આવી હતી.
106 સ્ટોકમાં અપર સર્કિટ
આજે 60 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 211 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 106 સ્ટોકમાં અપર સર્કિટ આવી હતી અને 112 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં ટ્રેન્ટ(5.44 ટકા), ઈન્ડિગો(4.33 ટકા), ઈન્ફોસીસ(3.36 ટકા), એપોલો હોસ્પિટલ(3.02 ટકા) અને પાવરગ્રીડ(1.92 ટકા)
ટોપ લુઝર્સ
સૌથી વધુ ગગડેલા સ્ટોકમાં શ્રી રામ ફાયનાન્સ(2.13 ટકા), નેસ્લે(1.82 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.72 ટકા), જિઓ ફાયનાન્સ(1.21 ટકા) અને અદાણી પોર્ટ(1.18 ટકા).
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
ટેકનિકલી બજાર મજબૂત થયું છે. આગામી સપ્તાહે તેજીની આગેકૂચ રહેશે, દરેક ઘટાડે નવી લેવાલીનો ટ્રેન્ડ જળવાઈ રહેશે. નિફ્ટીમાં 22,600ના સપોર્ટ લેવલ રહેશે, તો ઉપરમાં 23,200ના રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો 23,500 સુધી જઈ શકે છે. દિવાળીના મુહૂર્તના ટ્રેડિંગ 23,500માં પડે તેવી શક્યતા વધારે છે. બેંક નિફ્ટી હજી વીક છે. બેંકમાં નિફ્ટીમાં 54,500 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 55,200 રેઝિસ્ટન્સ લેવલ રહેશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

