ગાંધીનગર- Gujarat Tourism 2026 ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને પ્રવાસીઓને રાજ્યના પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક વારસો તથા સાંસ્કૃતિક સ્થળોનો યાદગાર અનુભવ કરાવવા માટે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત ટુરિઝમ દ્વારા એક વિશેષ સંયુક્ત પહેલ શરૂ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ધોરણોની ડોમ કોચ બસ
ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની કુલ 05 વિશિષ્ટ ‘એસી વિસ્ટા ડોમ કોચ’ બસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વિસ્ટા ડોમ બસનું લોકાર્પણ કર્યું હતું અને વિસ્ટા ડોમ બસની સફર પણ માણી હતી.
બસની અનોખી ડિઝાઈન
Gujarat Tourism 2026 આ આધુનિક બસોમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ- ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન આપવામાં આવી છે. જેનાથી પ્રવાસીઓ આરામદાયક એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે. આ બસોમાં પ્રવાસીઓની સુવિધા માટે રિવોલ્વિંગ અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સ વાળી કુલ 23 સીટો તથા 01 ડ્રાઇવર માટેની બેઠક ક્ષમતા ધરાવે છે.
બસમાં શું સુવિધાઓ?
આ ઉપરાંત નાગરિકો માટે પ્રીમિયમ LED, સ્માર્ટ TV, CCTV કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં અત્યાધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ અને ઇમરજન્સી હેમર સાથેના ટફન ગ્લાસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યં કે….
Gujarat Tourism 2026 નાગરિકો ગુજરાત રાજ્યના અલગ અલગ પ્રવાસન સ્થળોની મુલાકાત વધુ આકર્ષક રીતે માણી શકે તે હેતુથી આગામી સમયમાં ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ આ પ્રકારની બસ સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે તેમ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
બસ પર આકર્ષક ગ્રાફિક્સ
આ બસની બોડી પર ગુજરાતના વિશ્વ-પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ, ધોરડો રણ, તરણેતરનો મેળો અને વિજય વિલાસ પેલેસના આકર્ષક ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યા છે.
બસની કીમત 2.19 કરોડ રૂપિયા
એક એસી વિસ્ટા ડોમ કોચ બસની કીમત રૂપિયા 2.19 કરોડ છે. આ બસ સેવામાંથી કુલ 05 બસોમાંથી હાલ 02 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીની 03 બસોનું લોકાર્પણ આગામી બે માસમાં કરવાનું આયોજન છે. નાગરિકોએ GSRTCની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી આ બસ સેવાનો લાભ લઈ શકે છે.
બસમાં બેઠા બેઠા કુદરતી નજારો માણો
આ પ્રકારની પ્રીમિયમ વિસ્ટા ડોમ બસ સેવા શરૂ થવાથી ગુજરાતના નાગરિકો અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓનો પ્રવાસન એક્સપિરિયન્સ સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે પ્રવાસીઓ માત્ર મુસાફરી નહીં પરંતુ રસ્તામાં આવતા કુદરતી નજારાઓ અને ઐતિહાસિક વિરાસતોને એક નવા જ દ્રષ્ટિકોણથી માણી શકશે. આ પહેલ ગુજરાતના પ્રવાસન પરિવહન ક્ષેત્રે એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે અને રાજ્યના ટુરિઝમ સેક્ટરને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ પણ વાંચો….
EPFO on WhatsApp: કેન્દ્રીય પ્રધાનની મોટી જાહેરાત! હવે પીએફનું તમામ કામ વ્હોટ્સઅપ પર

