અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું આવ્યું સૌથી મોટુ અપડેટ, પહેલું ટ્રાયલ કયારે થશે?

by Gujarati biz news

નવી દિલ્હી- અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન અંગે સૌથી મોટુ અપડેટ આવ્યું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ પુરજોશમાં છે. આગામી વર્ષે 2027માં મુંબઈ અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરડોર પર બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે.

રેલવેપ્રધાને આપ્યું અપડેટ

બુલેટ ટ્રેનને તબક્કાવાર દોડાવાશે અને અનુમાન એવું છે કે 15 ઓગસ્ટ, 2027થી તેની શરૂઆત થઈ જશે. તેના ટ્રાયલને લઈને કેન્દ્રિય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મોટુ અપડેટ આપ્યું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન પ્રથમ ટ્રાયલ માટે લગભગ તૈયાર થઈ ગઈ છે. તે 508 કિલોમીટરના હાઈ સ્પીડ રેલ કોરિડોર પર બુલેટ ટ્રેન સૌથી પહેલા સુરત બિલીમોરા સેક્શનમાં ચલાવવામાં આવશે. રેલવેપ્રધાનના કહેવા મુજબ મે 2027માં બુલેટ ટ્રેનનું ટ્રાયલ થઈ શકે છે.

સિગ્નલીંગનું કામ જાન્યુઆરીમાં પુરુ થશે

સોમવારે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે 50 કિલોમીટર લાંબા સુરત- બિલીમોરા સેક્શન પર ઈલેક્ટ્રિફિકેશનનું કામ પુરુ થઈ ગયું છે. 20 નવેમ્બર, 2026ના રોજ આ સેક્શનમાં વીજળી શરૂ કરાઈ હતી, જે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્ત્વની છે. તેનાથી 2*25 KV ટ્રેક્શન સીસ્ટમનો ઉપયોગ કરાયો છે. આ સેક્શનમાં સિગ્નલીંગનું કામ જાન્યુઆરી 2027 સુધીમાં પુરુ થઈ જવાની ધારણા છે. તે પછી બુલેટ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ કરાશે.

280 કિલોમીટરની સ્પીડથી થશે ટ્રાયલ

ભારતની પહેલી બુલેટ ટ્રેનનું ટ્રાયલ મે, 2027માં કરાશે. જે હાઈ સ્પીડ ટ્રેક પર 280 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડતી જોવા મળશે. રેલવેપ્રધાને જણાવ્યું છે કે આ ટ્રેનના સ્ક્વીઝ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ થયું છે અને આ દરમિયાન ધારણા કરતાં બે ગણા એટમોસ્ફેરિક પ્રેશરને ઝીલી લીધું હતું.

508 કિલોમીટર લાંબો કોરિડોર

અત્રે નોંધનીય છે કે પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ- મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબો કોરિડોર છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમદાવાદ વાપી બુલેટ ટ્રેન સેક્શન 2027 સુધીમાં તૈયાર કરી દેવાશે. અનુમાન છે કે મુંબઈના ઠાણેમાં બની રહેલ બુલેટ ટ્રેન સ્ટેશન પર હાઈ સ્પીડ ટ્રેન 2029 સુધી પહોંચવાની ધારણા છે.

બુલેટ ટ્રેનના 12 રેલવે સ્ટેશન

બુલેટ ટ્રેન જ્યારે ફુલ સ્પીડમાં હશે ત્યારે તેની સ્પીડ 320 કિલોમીટરની ગતિથી ચાલશે. અમદાવાદ મુંબઈ વચ્ચે 12 સ્ટેશન નક્કી કરાયા છે. જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, ઠાણે અને મુંબઈ.

આ પણ વાંચો….

ગુજરાતમાં ખાનગી વાહનોના દસ્તાવેજોની ચકાસણી ઈ-ડિટેક્શન સીસ્ટમથી થશે, કેવી રીતે?

You will also like

Leave a Comment