વૈશ્વિક સ્ટોક માર્કેટમાં તોફાની તેજી, ભારતીય શેરબજાર ઊંચા મથાળે ખૂલશે?

by Gujarati biz news
Global Stock Market

Global Stock Marketઅમદાવાદ- વૈશ્વિક સ્ટોક માર્કેટમાં મોટો ઉછાળો આવ્યો હતો. અમેરિકન સ્ટોક માર્કેટના મોટા ઉછાળા પાછળ અશિયાઈ સ્ટોક માર્કેટમાં પણ ઉછાળો નોંધાયો હતો. હવે ભારતીય શેરબજાર કાલે બુધવારે તેજી સાથે ખૂલશે? એફઆઈઆઈની ભારે લેવાલી ચાલુ રહી છે અને શેરબજારની ચાલ કેવી રહેશે?

જૂઓ વીડિયો….

યુએસ સ્ટોક માર્કેટમાં ઉછાળો

ગત મોડી રાતે અમેરિકન સ્ટોક માર્કેટમાં જબરદસ્ત મોટો ઉછાળો આવ્યો હતો. ડાઉ જોન્સ 1447 પોઈન્ટ ઉછળી 49,595 બંધ થયો હતો. તેમજ નેસ્ડેક 1471 પોઈન્ટ ઉછળી 24,089 બંધ રહ્યો હતો. અમેરિકાની તેજી પાછળ આજે મંગળવારે સવારે એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટમા ઉછાળો નોંધાયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં મોટો ઉછાળો

એશિયાઈ સ્ટોક માર્કેટમાં તાઈવાનના તેઈપેઈમાં 3,310 પોઈન્ટ(8.25 ટકા)નો ભારેખમ ઉછાળો આવ્યો હતો. તેમજ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 297 પોઈન્ટ(5.94 ટકા)નો ઉછાળો આવ્યો હતો. જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં 2,157 પોઈન્ટનો(3.68 ટકા) ઉછાળો આવ્યો હતો. સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 5 પોઈન્ટ, જાકાર્તાનો કમ્પોઝીટ ઈન્ડેક્સ 25 પોઈન્ટ અને ચીનનો સાંઘાઈ ઈન્ડેક્સ 9 પોઈન્ટ પ્લસ હતા. જો કે હોંગકોંગ સ્ટોક માર્કેટનો હેંગસેંગ 181 પોઈન્ટ માઈનસ હતો.

યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વલણ

યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, પણ એક માત્ર જર્મન સ્ટોક માર્કેટનો ડેક્સ 30 ઈન્ડેક્સ 105 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો.

તેજી થવાના બે કારણો

આમ વૈશ્વિક સ્ટોક માર્કેટની તેજી પાછળ હવે કાલે બુધવારે ભારતીય શેરબજાર ઊંચા મથાળે ગેપમાં ખૂલે તેવી શકયતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ 89 ડૉલર અને ક્રૂડ ઓઈલ 80 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ એફઆઈઆઈ શેરબજારમાં સતત બાયર છે. 23 નવેમ્બરે એફઆઈઆઈએ રૂપિયા 5,672 કરોડની ખરીદી કરી હતી. તે સાથે મળીને નવેમ્બર મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 1,17,621 કરોડની ઐતિહાસિક ચોખ્ખી ખરીદી કરી છે.

કાલે બુધવારે તેજી થશે?

અત્રે નોંધનીય છે કે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ 1483 પોઈન્ટ તૂટી 82,435 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 450 પોઈન્ટ તૂટી 25,349 બંધ રહ્યો હતો. તેમજ બેંક નિફ્ટી 2049 પોઈન્ટ ગબડીને 25,349 બંધ થયો હતો. એક મહિનાની એકતરફી તેજી પછી પહેલીવાર હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને શેરબજાર ગબડ્યું હતું. જો કે ઘટતા બજારમાં પણ એફઆઈઆઈએ નવી લેવાલી ચાલુ રાખી છે. જેથી હવે કાલે બુધવારે શેરબજાર ફરીથી વધુ તેજી તરફ આગળ વધશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

આ પણ વાંચો….

ભારે વેચવાલીથી શેરબજારના સેન્સેક્સમાં 1483 પોઈન્ટ અને નિફ્ટીમાં 450 પોઈન્ટનો કડાકો

You will also like

Leave a Comment