અમદાવાદ- શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. શેરોની જાતેજાતમાં ઑલરાઉન્ડ લેવાલી નીકળતાં બીએસઈ સેન્સેક્સ 1502 પોઈન્ટ ઉછળી 83,938 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 469 પોઈન્ટ ઉછળી 25,819 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 1117 પોઈન્ટ ઉછળી 63,703 બંધ થયો હતો. માર્કેટ કેપમાં 4 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. શેરબજારમાં તેજી થવાના 3 સોલીડ કારણો? કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? શેરબજારમાં તેજી કેટલી આગળ વધશે? ટેકનિકલી માર્કેટ શું કહી રહ્યું છે? આપની શું સ્ટ્રેટેજી રહેશે? શું હવે સાવધાન રહેવાની જરૂર છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સે ઈન્ટ્રા-ડેમાં 84,000ની સપાટી કૂદાવી
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,436ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટીને 83,380 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 84,498 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,938.28 બંધ થયો હતો. જે સોમવારના બંધ સેન્સેક્સની સરખામણીએ 1502.29નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 26,000ની નજીક
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 25,658ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સાધારણ ઘટી 25,619 થઈ અને ત્યાં નવી લેવાલીથી ઝડપી ઉછળી 25,951 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,819.25 બંધ રહ્યો હતો. જે પાછલા બંધની સરખામણીએ 469.60નો ઉછાળો દર્શાવે છે.
તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી
અમેરિકન સ્ટોક માર્કેટની તેજી પાછળ સવારે ભારતીય શેરબજાર ભારે ઊંચા મથાળે ગેપમાં જ ખૂલ્યું હતું. સેન્સેક્સ 1000 પોઈન્ટના ઊંચા ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં જ સામાન્ય ઘટાડા પછી નવી લેવાલી નીકળી હતી. એફઆઈઆઈની સાથે તેજીવાળા ખેલાડીઓની જોરદાર લેવાલી ચાલુ રહી હતી. પરિણામે શેરબજારમાં લાલચોળ તેજી જોવાઈ હતી.
એફઆઈઆઈની જંગી લેવાલી
એફઆઈઆઈએ 23 નવેમ્બરના રોજ રૂપિયા 5,672 કરોડની ખરીદી કરી હતી, તે સાથે એફઆઈઆઈએ કુલ રૂપિયા 1,17,622 કરોડની જંગી ખરીદી કરી છે. આજે બુધવારે પણ એફઆઈઆઈની ખરીદી આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
રૂપિયો 8 મહિનાની ઊંચાઈ પર
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયા વધુ 66 પૈસા વધી 62.25 આઠ મહિનાની ઊંચાઈ પર પહોંચ્યો હતો. વિદેશી રોકાણકારોના ડૉલર ભારતીય શેરબજારમાં આવી રહ્યા છે, જેથી રૂપિયો સતત સ્ટ્રોંગ થતો જઈ રહ્યો છે. જેની શેરબજાર પર પોઝિટિવ અસર થઈ હતી.
ક્રૂડ ઓઈલ ઘટ્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. ક્રૂડના સરપ્લસના સમાચારને પગલે બ્રેન્ટ ક્રૂડ 91 ડૉલર અને ક્રૂડ ઓઈલ 81 ડૉલર પર ટ્રેડ કરતા હતા. ક્રૂડ 90 ડૉલર નીચે છે, જે ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ સમાચાર છે. ક્રૂડના ભાવ ઘટતાં ભારતનું આયાત બિલ ઘટી રહ્યું છે, જેને પગલે વિદેશી હૂંડિયામણમાં વધારો જોવા મળશે. પરિણામે શેરબજાર તેજીમય થયું છે.
વૈશ્વિક સ્ટોક માર્કેટ તૂટ્યા
નેગેટિવ ન્યૂઝ એ હતા કે બુધવારે વૈશ્વિક સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટ સહિત બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 380 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતું હતું. તેમ છતાં ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી.
ઈન્સ્યોરન્સ સેકટરના શેરોમાં તેજી
ઈન્સ્યોરન્સ સેકટરમાં સુધારાની સમીક્ષા કરવા માટે ઈરડાએ નવી કમિટીનું ગઠન કર્યું છે, જેમાં ડિસ્ટ્રીબ્યુશન અને વીમા કંપનીઓને રાહત મળશે. જે સમાચાર પાછળ આજે ઈન્સ્યોરન્સ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી.
બેંકિંગ સેકટર બુલિશ
વિદેશી ફંડો અને સ્થાનિક ફંડોએ બેંકિંગ સેકટરને બુલિશ મોમેન્ટમ જાહેર કર્યું છે. ગ્લોબલી ફાઈનાન્સિયલ સેકટર સુસ્ત છે, જેનો સીધો ફાયદો ભારતીય બેંકોને મળશે, તેવી ધારણાએ બેંક શેરોમાં મોટાપાયે લેવાલી નીકળી હતી.
માર્કેટ બ્રેથ નેગેટિવ
મીડકેપ ઈન્ડેક્સ 181 પોઈન્ટ પ્લસ હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 85 પોઈન્ટ માઈનસ હતો. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1573 શેરના ભાવ વધ્યા હતા અને 2050 સ્ટોક ઘટ્યા હતા.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં હિન્દુસ્તાન યુનિલીવર(6.08 ટકા), તાતા કન્ઝ્યુમર(4.66 ટકા), એચડીએફસી લાઈફ(4.58 ટકા), નેસ્લે(4.03 ટકા) અને ઈન્ડિગો(3.57 ટકા).
ટોપ લુઝર્સ
તાતા સ્ટીલ(2.27 ટકા), મેક્સ હેલ્થકેર(1.22 ટકા), હિન્દાલકો(1.17 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(0.72 ટકા) અને શ્રી રામ ફાયનાન્સ(0.60 ટકા).
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં હાલ બુલિશ મોમેન્ટમ છે. ટેકનિકલી પણ માર્કેટ સ્ટ્રોંગ છે. એફઆઈઆઈની સતત લેવાલી ચાલુ છે અને ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે. જેથી શેરબજારમાં દરેક ઘટાડે લેવાલી જોવાશે. નિફ્ટી 25,800 ઉપર બંધ આવ્યો છે. બજારની સ્ટ્રેન્થ દર્શાવે છે. ટેકનિકલી નિફટીમાં 25,500નો સપોર્ટ લેવલ અને 26,000નું રેઝિસ્ટન્સ લેવલ રહેશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.
આ પણ વાંચો….

