Cancer Zodiac: કર્ક રાશિનો દેખાવ અને તંદુરસ્તી જાણો, શું કરવાથી વિશેષ લાભ થશે?

by Gujarati biz news
Cancer Zodiac

Generated by AI

અમદાવાદ- Cancer Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે.  મેષ રાશિ(Mesh Rashi), વૃષભ રાશિ(Vrushbha Rashi) અને મિથુન રાશિ(Mithun Rashi) નું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી વગેરે આપણે અગાઉ જાણી ગયા છીએ. આજે આપણે ચોથી રાશિ કર્ક રાશિના(Cancer Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું.

કર્ક (ડ, હ, અક્ષરવાળા)

Cancer Zodiac રાશિ ચક્રના 90° થી 120 અંશ સુધીના ભાગને કર્ક રાશિ આવે છે. તેનું સ્વરૂપ કરચલો છે. તે માનવ શરીરના હૃદય અને પેટના ભાગ ઉપર અમલ કરે છે.

વ્યક્તિત્વ

Kark Rashi વાળા જાતકો લાગણીશીલ, પ્રેમાળ, કાલ્પનિક હોય છે. ચંચળ મનવાળા હોય છે. ઘઉંવર્ણ, લંબગોળ મુખવાળા, મધ્યમ કદના, વાતાવરણ બદલાય તેમ તેમના વિચારોમાં પણ પરિવર્તન આવે છે.

દેખાવ

Cancer Zodiac ના જાતકો સુંદર વિકાસ પડતો ચહેરાવાળા, રૂખરી આંખોવાળા, સ્વભાવે બીકણ, જ્યારે જરૂર પડે ત્યારે શૂરવીરતા દેખાડે છે. વિલાસી, વિકારી અને તરંગી મનોબળવાળા હોય છે.

રોજગારી

આ Cancer Zodiac રાશિવાળા કેમિસ્ટર, ક્લાર્ક, અધિકારી, સુગંધી વસ્તુના વેપારી, રાષ્ટ્રભક્ત, કંડકટર- ડ્રાઇવર, લેખક, સર્જક, ચિત્રકાર, કવિ, કલાકાર, ખનીજ, તેલના વેપારી, શિક્ષક, ફોટોગ્રાફર, વકીલ, હોટલના માલિક, નર્સરી, મેનેજર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ચેરિટી ટ્રસ્ટી, કાપડના વેપારી, ધર્મગુરુ પણ બની શકે છે. સામાન્ય રીતે આવા ધંધામાં કર્ક રાશિના જાતકો હોય તો તે અન્ય કરતાં આગળ હોય છે.

તંદુરસ્તી

કર્ક રાશિના જાતકોને આંતરડા, પેઢું, પાચનક્રિયાના અવયવોની તકલીફ ઊભી થવી, પેટ વધવું, હાડકા, માનસિક રોગની બીમારી, હોજરી, ધ્વનિ(કાન), આંતરડાના મોટા રોગ થવા, આંખોની તકલીફ ઊભી થવી જેવા રોગો થતાં હોય છે. કર્ક રાશિવાળાએ પેટની બીમારી ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સવારે નવશેકુ ગરમ પાણી પીવું અને બહારનો તળેતો ખોરાક ખાવો નહી.

Cancer Zodiac રાશીનો સ્વામી ચંદ્ર છે.

રાશિનું વર્ણ બ્રાહ્મણ છે.

રાશિનો રંગ સફેદ અને બદામી હોય છે.

રાશિનો દેખાવ કરચલો એટલે કીટ હોય છે.

રાશિનો સ્વભાવ શાંત અને ચર જેવો હોય છે.

રાશિની દિશા ઉત્તર છે.

રાશિની પ્રકૃતિ કફ છે.

રાશિનું તત્વ જળ છે.

રાશિની લિંગ સ્ત્રી છે.

રાશિની ઉન્નતી 24 માં વર્ષે શરૂ થાય છે.

રાશિના દેવતા શિવ છે.

Kark રાશિને લાભ દરરોજ શિવજીની જળ અર્પણ કરવું જોઈએ. દરરોજ ન કરી શકો તો ખાસ સોમવારનો ઉપવાસ કરીને શિવજીને દુધ અને જળ ચઢાવવું જોઈએ. ચંદ્રનું નંગ ધારણ કરવું તેમજ ચંદ્ર દેવની પૂજા કરવી જોઈએ. લઘુરુદ્ર પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

આ પણ વાંચો….

Gemini Zodiac: મિથુન રાશિનું વ્યક્તિત્વ જાણો, કયા રત્નને ધારણ કરવાથી લાભ થાય?

Leave a Comment