Gold Silver Market: સોનાચાંદીના ભાવ ઘટ્યા, US ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ થશે તો શું?

by Gujarati biz news
Gold Silver Market

અમદાવાદ– Gold Silver Market વીતેલા સપ્તાહે સોનાચાંદીના ભાવ ઘટ્યા હતા.(Gold Rate Today) સોનાચાંદીમાં દરેક ઊંચા લેવલે વેચવાલી આવી હતી. બીજી તરફ વધતી મોંઘવારી વચ્ચે સુરક્ષિત રોકાણ પણ રહ્યું હતું. જીઓ પોલિટકલ ટેન્શન વચ્ચે બજારમાં ગભરાટ હતો. સપ્તાહને અંતે નવી લેવાલીના અભાવે સોનુંચાંદી ઘટ્યા હતા.(Gold Price Today) સોનાચાંદીના ભાવ ઘટવા પાછળ કયા કારણો? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રીપોર્ટ શું છે? યુએસ ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ થશે તો શું? આગામી સપ્તાહે સોનાચાંદી બજાર(Gold Silver Market) કેવું રહેશે? સોનાચાંદીમાં ટેકનિકલ લેવલ શું છે?

જૂઓ વીડિયો….

એમસીએક્સના છેલ્લા ભાવ

MCXમાં ગોલ્ડ રૂપિયા 1,51,363નો ભાવ બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વરનો ભાવ રૂપિયા 2,51,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચર 79 ડૉલર ઘટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4,745 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી નીકળતાં ઘટી 4,540 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,661 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 79 ડૉલરનો(1.68 ટકા) ઘટાડો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ 95 ડૉલર તૂટ્યું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4,730 ડૉલર થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી આવતાં ઘટી 4,509 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,614 ડૉલર બંધ થયો હતો. જે ગત સપ્તાહના બંધની સરખામણીએ 95 ડૉલર(2.00 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચર 23 સેન્ટ્સ નરમ રહી

સિલ્વર મે ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 77.48 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતાં ઘટી 72.20 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 76.71 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહના બંધની સરખામણીએ 23 સેન્ટ્સ(0.30 ટકા) ઘટ્યો હતો.

સ્પોટ સિલ્વર પણ ઘટ્યું

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 76.97 ડૉલર થઈ અને ત્યાં નફાવાળાની વેચવાલી આવતાં ઘટી 70.85 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 75.36 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 0.33 સેન્ટ્સ(0.45 ટકા) ઘટ્યો હતો.

સોનાચાંદીના ભાવ ઘટવાના કારણો

(1) ઈરાન સાથેની બે વખત શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી, જેમાં લખ્યું હતું કે તોફાન આવી રહ્યું છે, જેને કોઈ રોકી નહી શકે. જેનો સીધો અર્થ એવો થતો હતો. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપી દીધું છે. જે સમાચાર પાછળ ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) ભારે ગભરાટ સાથે વેચવાલી રહી હતી.

(2) ઈરાન ફરીથી વાતચીત કરવા માટે અમેરિકાને પ્રસ્તાવ મોકલ્યો હતો. પણ ટ્રમ્પે ઈરાનની શરતો સ્વીકારવાની ના કહીને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જેમ એમ ચર્ચાતું હતું કે હવે યુદ્ધ એ જ વિકલ્પ છે.  જેથી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી હતી.

(3) યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન હતું કે ઈરાનને કોઈપણ હાલતમાં પરમાણું હથિયાર હાંસલ કરવા નહી દઈએ. કારણ કે તે પુરી દુનિયાની સુરક્ષા માટે મોટો ખતરો છે. આ ઘટના પછી તમામ દેશોએ એડવાઝરી જાહેર કરી હતી કે તેમના દેશના નાગરિકો ઈરાન છોડી દે. તેમજ ઈરાને પણ સ્વબચાવમાં પોતાની એન્ટી સીસ્ટમ સક્રિય કરી છે. જે તમામ બનાવોને કારણે હવે યુદ્ધ થશે, તેવી ગણતરીએ(Gold Silver Market) સોના ચાંદીમાં વેચવાલી આવી હતી.

Gold Silver Market

(4) અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરી છે. તેમજ ઈરાન સાથે તંગદિલી વધી છે. જે પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ ઉછળીને 126 ડૉલર થઈ ગયો હતો. જો કે શનિવારે આ ન્યૂઝ લખાઈ રહ્યા હતા, ત્યારે બ્રેન્ટ ક્રૂડ 108 ડૉલર અને ક્રૂડ ઓઈલ 101 ડૉલર પર ટ્રેડ કરતાં હતા.

(5) ઈરાન સાથે યુદ્ધ થશે તો મોંઘવારી વધવાની ભીતિ છે અને જો મોંઘવારી લક્ષ્ય કરતાં વધશે તો ફેડરલ રીઝર્વને ફેડ રેટ(વ્યાજ દર)માં વધારો કરવાની ફરજ પડશે. જો કે વ્યાજ દર વધારવો હાલ એજન્ડામાં નથી. પણ વ્યાજ દર સ્થિર રહી શકે છે, જે ગોલ્ડ સિલ્વર માટે નેગેટિવ રહેશે.

(6) સેન્ટ્રેલ બેંકોએ હાલ ઈરાન સાથે તંગદિલી અને ક્રૂડના ભાવમાં વધારાને કારણે આવનાર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જેથી હાલ સેન્ટ્રેલ બેંકોએ નવી ખરીદી અટકાવી છે અને થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રીપોર્ટ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલની(World Gold Council) રીપોર્ટ અનુસાર પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગોલ્ડની માંગ 2 ટકા વધી 1231 ટન રહી છે. જેનું મુલ્ય 74 ટકા વધી 193 બિલિયન ડૉલર થયુ છે. એટલે કે સોનાના ઊંચા ભાવ હોવા છતાં ગોલ્ડની રોકાણ ડિમાન્ડ રહી છે. ચોરસા અને સિક્કાર(બાર અને કોઈન)ની ખરીદી 42 ટકા વધી 474 ટન થઈ છે. જે અત્યાર સુધીમાં બીજી સૌથી વધુ રેકોર્ડ ખરીદી રહી છે. અનિશ્ચિતતાના માહોલમાં અને ઊંચા ભાવે રોકાણ આવી રહ્યું છે.

આગામી સપ્તાહે સોનાચાંદી બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે(Gold Silver Market) સોનાચાંદીમાં દરેક ઉછાળે વેચવાલી આવશે અને બે તરફી વધઘટમાં અથડાશે. ઈરાન યુદ્ધ પર ખાસ નજર રાખવી. ટેકનિકલી ગોલ્ડ સિલ્વર વીક છે. આગામી સપ્તાહે ગોલ્ડમાં 4,575 ડૉલર અને સિલ્વરમાં 73.40 ડૉલરએ સપોર્ટ લેવલનું કામ કરશે. જ્યારે ગોલ્ડ 4,675 ડૉલર અને સિલ્વર 77.50 ડૉલર રેઝિસ્ટન્સ લેવલ રહેશે, આ રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો જ તેજી આગળ વધશે. અન્યથા ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવ્યા કરશે. અથવા નવી ખરીદીનો અભાવ રહેશે.

આ પણ વાંચો….

Stock Market India: સેન્સેક્સ 582 પોઈન્ટ તૂટ્યો, બે મહત્ત્વના સમાચાર શેરબજારની ચાલ નક્કી કરશે!

You will also like

Leave a Comment