Gold Silver Market: બીજા સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટ્યા, આગામી સપ્તાહે વધુ ઘટશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market ગોલ્ડ સિલ્વરના ભાવ બીજા સપ્તાહે ઘટ્યા હતા. ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver) નેરો મુવમેન્ટ રહી હતી. ગોલ્ડ સિલ્વરમાં ટ્રેડિંગ વોલ્યુમ વધુ ઘટ્યા હતા. શા માટે ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા? ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી કેમ આવી? ઈરાન મુદ્દે શું છે લેટેસ્ટ અપડેટ? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ(Gold Price Today) કેવું રહેશે? ગોલ્ડ સિલ્વરના ભાવ કેટલા ઘટશે? ટેકનિકલ લેવલ જાણીશું? ફેડરલ રીઝર્વના(Federal Reserve) ગવર્નરનું શું છે ચોંકાવનારું નિવેદન.

જૂઓ વીડિયો….

અમદાવાદ સોનાચાંદી બજાર

સૌપ્રથમ આપણે વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવમાં આવેલ વધઘટ પર નજર કરીએ. અમદાવાદ સોનાચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનાનો ભાવ(Gold Rate Today) પ્રતિદસ ગ્રામે રૂપિયા 1,62,500 અને ચાંદી ચોરસાનો ભાવ(Silver Price Today) એક કિલોએ રૂપિયા 2,60,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચર 38 ડોલર તૂટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4593 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી નીકળતાં ઘટી 4455 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4523 ડૉલર પર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધ 4561 ડૉલરની સરખામણીએ 38 ડૉલર(0.85 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ 31 ડૉલર ઘટ્યું

સ્પોટ ગોલ્ડ(Spot Gold) સપ્તાહની શરૂઆતે વધી 4589 ડૉલર થઈ અને ત્યાં નફાવાળાની વેચવાલીથી ઘટી 4453 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4509 ડૉલર બંધ થયો હતો.  જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 31 ડૉલર(0.68 ટકા) ઘટ્યો હતો.

સિલ્વર ફ્યુચર 1.35 ડૉલર ઘટ્યું

સિલ્વર જુલાઈ ફ્યુચર(Silver Rate Today) સપ્તાહની શરૂઆતે વધી 79.40 ડૉલર થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઝડપી ઘટી 73.34 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 76.19 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધ 77.54 ડૉલરની સરખામણીએ 1.35 ડૉલર ઘટ્યો હતો.

સ્પોટ સિલ્વર નરમ 

સ્પોટ સિલ્વર(Spot Silver) સપ્તાહની શરૂઆતે વધી 79.16 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતાં ઘટી 73.08 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 75.51 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધ 75.97 ડૉલરની સરખામણીએ 46 સેન્ટ્સ નરમ રહ્યો હતો.

ખરીદીનું આકર્ષણ સાવ ઘટી ગયું

વીતેલા સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલીનો તદન અભાવ રહ્યો હતો. ટ્રેડિંગ વોલ્યૂમ ઓછું હોવાથી ટ્રેડરો નવી પોઝિશન લેતા ડરતા હતા. બીજી તરફ જીઓ પોલિટિકલ ટેન્શનની સાથે અર્થતંત્રની કથળેલી સ્થિતિને કારણે ગોલ્ડ સિલ્વરમાં ખરીદીનું આકર્ષણ સાવ ઘટી ગયું હતું.

ગોલ્ડ સિલ્વર ઘટવા પાછળ કયા કારણો?

(1) ઈરાન સાથે યુદ્ધની સ્થિતિ હજી પણ અનિશ્ચિતતાભરી છે. શાંતિ ડીલ થઈ શકી નથી. પરમાણુ યુરેનિયમ મુદ્દે હજી બન્ને દેશો પોતાની જીદ પર અડગ રહ્યા છે. સીઝફાયરની લીમીટ પૂર્ણ થઈ ગઈ છે. પણ હજી ઈરાન શાંતિ ડીલ કરવા તૈયાર નથી. બીજી બાજુ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યું નથી. પરિણામે ઈરાન ટેન્શન વધ્યું છે. જે અનિશ્ચિતતાના માહોલને કારણે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદીનો અભાવ હતો.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધ્યા હતા. ક્રૂડ ઓઈલ 110 ડૉલર ઉપર નીકળી ગયું હતું. જેને પગલે વિશ્વના તમામ દેશોમાં પેટ્રોલ, ડીઝલ, એલએનજી, પીએનજી, સીએનજીના ભાવમાં વધારો કરવો પડ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો સીધી રીતે મોંઘવારી વધીને આવે છે. જેની નેગેટિવ ઈમ્પેક્સ તમામ બજારો પર પડી હતી.

(3) ફેડરલ રીઝર્વ પણ મોંઘવારીને કાબુમાં લેવા માટે કદાચ હવે સખત પગલા ભરે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત મહિનામાં થયેલી ફેડરલ રીઝર્વની બેઠકની મીનીટ્સ જાહેર થઈ હતી, જેમાં ફુગાવાની વધતું જોખમ અને ઈંધણના ભાવ વધવાનું જોખમને કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ફેડરલ રીઝર્વે યુએસ મોંઘવારીને કાબુમાં લેવા માટે ફેડ રેટમાં વધારો કરવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

(4) ફેડરલ રીઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વાલરે કહ્યું છે કે મિડલઈસ્ટ દેશોમાં ઉર્જા સંકટે તમામનું ધ્યાન મોંઘવારી પર ખેંચાયું છે. વધુમાં તેમણે એમ કહ્યું હતું કે જો મોંઘવારી ધારણા કરતાં વધુ બેકાબૂ બનશે તો તેઓ ફેડ રેટમાં વધારો કરવામાં સંકોચ નહી અનુભવે. આ સ્ટેટમેન્ટ પછી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ફરી વળી હતી.

(5) યુએસ બોન્ડ યીલ્ડ વધ્યું હતું. 10 વર્ષના બોન્ડનું યીલ્ડ 4.56 ટકા અને 30 વર્ષના બોન્ડનું યીલ્ડ વધીને 5.09 ટકાની ઉપર નીકળી ગયું હતું. આમ બોન્ડનું યીલ્ડ વધે તો(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં આકર્ષણ ઘટે તે ન્યાયે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો.

(6) અમેરિકામાં સીપીઆઈ અને પીપીઆઈના ડેટા તેના ઉચ્ચતમ સ્તર પર હતા. આમ તમામ નેેગેટિવ ફેકટરને કારણે ગોલ્ડ સિલ્વરમાં તેજી અટકી અને ભાવ ઘટવા શરૂ થયા હતો. તેમજ ગોલ્ડ સિલ્વરે તેજીની ચમક ગુમાવી હતી.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે ઈરાનની સ્થિતિ સ્પષ્ટ નહી થાય ત્યાં સુધી અને ક્રૂડના ભાવ ઘટશે નહી ત્યાં સુધી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવશે અને ભાવ ઘટશે. ટેકનિકલી પણ ગોલ્ડ સિલ્વર વીક થયા છે. ગોલ્ડમાં 4500 ડૉલરનું સપોર્ટ લેવલ તોડશે તો નીચામાં 4350 ડૉલર થઈ શકે છે. સિલ્વરમાં 75 ડૉલરની નીચે 72 અને તેની નીચે 70 અને 68 ડૉલર સુધીના લેવલ બતાવી શકે છે. ઉપરમાં ગોલ્ડ 4650 ડૉલર કૂદાવશે તો જ તેજી આગળ વધશે અને સિલ્વરમાં 80 ડૉલર કૂદાવશે તો તેજી આગળ વધશે.

Stock Market India – Top Trending News

Stock Market India: સેન્સેક્સ 231 પોઈન્ટ વધ્યો, આગામી સપ્તાહે તેજી આવશે?

You will also like

Leave a Comment