ગાંધીનગર- Gujarat Semiconductor Hub ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશો સાથે સંકલિત રહીને ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે. ગુજરાત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ડેસ્ટીનેશન ઓફ ચોઇસ તરીકે ઉભરી રહ્યું છે અને હાલ રાજ્યમાં 1.24 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે.
ગાંધીનગરમાં MoU થયા
ગુજરાત રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક એમઓયુ(MoU) શુક્રવારે કરવામાં આવ્યા હતા. સાયન્સ એન્ડ ટેક્નોલોજી પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ એમઓયુ પર ભારતમાં તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને એલિજિયન્સ ગ્રુપના ચેરમેન સીમોન લીના તથા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ પી.ભારથીએ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ થયા હતા.
રૂપિયા 1,000 કરોડથી વધુનું રોકાણ
Gujarat Semiconductor Hub આ એમ.ઓ.યુ. અન્વયે મેસર્સ એલિજિયન્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ ભારતમાં કામગીરી સ્થાપિત કરવા માંગતા ભારત અને તાઇવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગને મજબૂત બનાવશે. આ માટે સાણંદ-ધોલેરામાં ઈન્ડો તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે અને ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી રૂપિયા 1,000 કરોડથી વધુના વિદેશી સીધા પ્રસ્તાવિત મૂડી-રોકાણ (FDI)નો અને પાંચ વર્ષના સમયમાં લગભગ 12,000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
તાઇવાન સાથે ગુજરાતનો સહયોગ
આના પરિણામે સેમિકન્ડક્ટર અને(Gujarat Semiconductor Hub) તેના આનુષંગિક ઇકોસિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોના ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓને સેવા આપવા માટે તાઇવાન સાથે ગુજરાતનો સહયોગ વધુ સુદ્રઢ અને ઉત્પાદન ઇકોસિસ્ટમ સક્ષમ બનશે.
તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સ
આ(Gujarat Semiconductor Hub) એમ.ઓ.યુ. સાઈનિંગ અવસરે મુખ્યપ્રધાનના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ ધોલેરામાં
ગુજરાત ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ભારતનો પ્રથમ મોટા પાયે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ ધોલેરામાં બનાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં આશરે રૂપિયા 91,000 કરોડનું રોકાણ સામેલ છે અને તેનાથી હજારો રોજગારીનું સર્જન થવાની ધારણા છે.
અનેક કરારો પર હસ્તાક્ષર
દર મહિને આશરે 50,000 વેફરની ઉત્પાદન ક્ષમતા સાથે, આ પ્લાન્ટ ઓટોમોબાઇલ, AI અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો માટે ચિપ્સનું ઉત્પાદન કરશે. ગુજરાત સરકાર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે રસાયણ, સાધનો અને સંશોધન કંપનીઓ સાથે અનેક કરારો પર હસ્તાક્ષર કરી રહી છે. માઇક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર સુવિધા સ્થાપિત કરવામાં પણ રોકાણ કર્યું છે. સાણંદમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ એકમ વિકસાવવામાં આવી રહ્યું છે. IIT-આધારિત સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા સેમિકન્ડક્ટર કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ સાથે, ગુજરાત ભારતના અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદન અને ટેકનોલોજી હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો….

