અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે ઉછાળો આવ્યો હતો. દરેક ઘટાડે વેલ્યૂ બાઈંગ નીકળતાં બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 789 પોઈન્ટ ઉછળી 75,398 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 277 પોઈન્ટ ઉછળી 23,689 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 672 પોઈન્ટ ઉછળી 54,128 બંધ હતો. આજે ગુરુવારે માર્કેટ કેપમાં 4.59 લાખ કરોડનો વધારો થયો હતો. શેરબજારમાં તેજી થવાના પાંચ કારણો હતા. બે દિવસના ઉછાળા પછી કાલે શું થશે? શેરબજારનો ટ્રેન્ડ કેવો છે? ટેકનિકલ લેવલ જાણીશું.
જૂઓ વીડિયો….
ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 74,947ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 74,526 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળીને 75,681 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 75,398.72 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 789.74 ઉછળ્યો હતો. ઈન્ટ્રાડેમાં સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
નિફ્ટી 277 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,530ની ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 23,426 થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 23,777 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,689.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 277 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
મેટલ અને ફાર્મા સેકટરના શેરોમાં ધૂમ લેવાલી
આજે ગુરુવારે સવારે શેરોના ભાવ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. જોકે ગઈકાલે સુધારો આવ્યા પછી આજે દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી, મેટલ અને ફાર્મા સ્ટોકમાં ભારે લેવાલીથી(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ મજબૂત થયું હતું. કેપિટલ માર્કેટ અને બેંક શેરોમાં નવી લેવાલીથી સુધારો આવ્યો હતો. આઈટી સેકટરના શેરોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો.
શેરબજારમાં તેજી થવાના પાંચ કારણો
(1) વિદેશી રોકાણકારો પર ટેક્સમાં ઘટાડો કરવાની વાતો ફેલાતાં શેરબજારમાં નવી લેવાલી નીકળી હતી. વિદેશી રોકાણકારો ભારતીય બોન્ડમાં રોકાણ કરે તો ટેક્સમાં ઘટાડો કરવા પર નાણા મંત્રાલય વિચારી રહ્યું છે, તેમજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ અંગે દરખાસ્ત મોકલી હતી, જે પછી હવે વિદેશી રોકાણકારો ઈક્વિટી શેર વેચીના ડૉલર પરત ન લઈ જાય તે માટે બોન્ડને વધુ આકર્ષક બનાવવવા માટેની વિચારણા છે. આ સમાચાર વહેતા થતાં(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
(2) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ચીનના પ્રવાસે છે. શી જિનપિંગ સાથે મુલાકાત બાદ જિનપિંગે કહ્યું હતું કે યુએસ અને ચીન વચ્ચેના સંબધો વૈશ્વિક સ્થિરતા માટે ખૂબ મહત્ત્વના છે. બન્ને દેશો હરીફ નથી, પણ ભાગીદાર બનવા જોઈએ. ટ્રમ્પે પણ જિનપિંગના વખાણ કરતાં કહ્યું હતું કે ચીન સાથે દોસ્તી કરવી તે અમારા માટે સમ્માનની વાત છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપારના સંબધો વિકસશે. જેને પગલે શેરબજારમાં પોઝિટિવ નોંધ લેવાઈ હતી.

(4) મેટલ અને ફાર્મા સેકટરના શેરોમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. જેથી(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
(5) આજે સતત બીજા દિવસે પણ બ્લૂચિપ સ્ટોકમાં દરેક ઘટાડે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. પરિણામે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ઊંચકાયા હતા.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
મીડકેપ ઈન્ડેક્સ 675 પોઈન્ટ ઉછળ્યો હતો, જો કે સ્મોલકેપ ઈન્ડેક્સ 2 પોઈન્ટ માઈનસ બંધ હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1725 શેરના ભાવ વધ્યા હતા અને 1540 શેરના ભાવ ઘટ્યા હતા.
80 શેરમાં અપર સર્કિટ
77 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 49 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 80 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 105 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
અદાણી એન્ટરપ્રાઈઝ(8.85 ટકા), સિપ્લા(8.09 ટકા), ભારતી એરટેલ(5.24 ટકા), ઈટરનલ(3.18 ટકા) અને હિન્દાલકો(2.88 ટકા)
ટોપ લુઝર્સ
ઈન્ફોસીસ ટેકનોલોજી(2.58 ટકા), ટેક મહિન્દ્રા(2.33 ટકા), એચસીએલ ટેકનો(1.69 ટકા), કૉલ ઈન્ડિયા(1.17 ટકા) અને ટીસીએસ(1.01 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
સતત બે દિવસથી શેરબજાર સુધરી રહ્યું છે. કાલે શુક્રવાર સપ્તાહને છેલ્લો દિવસ છે. જેથી બે તરફી વધઘટ જોવા મળે. તેમજ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવી શકે. બીજુ કાલે શુક્રવાર ટર્નિગનો દિવસ છે. નિફ્ટીમાં 23,300નો સપોર્ટ લેવલ છે. અને ઉપરમાં 23,800-24,000નું લેવલ કૂદાવશે તો નવી તેજી થશે. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં 53,500 સપોર્ટ લેવલ રહેશે, અને ઉપરમાં 54,800 કૂદાવશે તો તેજી થશે.

