અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે ગુરુવારે શરૂના ઘટાડા પછી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 185 પોઈન્ટ સુધરી 73,319 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 33 પોઈન્ટ વધી 22,713 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 100 પોઈન્ટ વધી 51,548 બંધ હતો. સેન્સેક્સ લો લેવલથી 2083 પોઈન્ટ રીકવર થયો હતો અને નિફ્ટી લો લેવલથી 600 પોઈન્ટ રીકવર થયો હતો. શેરબજારમાં(Share Market India) રીકવરી આવવાના ત્રણ કારણ કયા છે. હજી ત્રણ નેગેટિવ ફેકટર મોજુદ છે. આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે. ટેકનિકલ લેવલ અંગે જાણીશું. શું શેરબજાર હવે ઘટતું અટકી જશે.?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 185 પોઈન્ટનો સુધારો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આજે સવારે 72,262ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ તૂટીને 71,545 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 73,568 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,319.55 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 185.23નો સુધારો દર્શાવે છે.
લૉ લેવલથી નિફ્ટીમાં 600 પોઈન્ટનો ઉછાળો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 22,383ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઝડપથી ઘટીને 22,182 થયો હતો. ત્યાં નીચા લેવલે ભારે ખરીદી નીકળતાં ઝડપથી ઉછળી 22,782 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,713.10 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 33.70નો સુધારો દર્શાવે છે.
વિશ્વના સ્ટોક માર્કેટ ડાઉન
ગત મોડીરાતે ડાઉજોન્સ 224 પોઈન્ટ અને નેસ્ડેક 250 પોઈન્ટ ઊંચકાઈને આવ્યા હતા. જેને પગલે આજે ગુરુવારે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ માઈનસમાં ખૂલ્યા હતા અને વધુ ઘટયા હતા. પરિણામે ભારતીય શેરબજાર પણ નીચા મથાળે ગેપમાં ખૂલીને ભારે વેચવાલીથી વધુ તૂટ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં જ ખૂલ્યા હતા. જો કે બપોર બાદ ભારતીય શેરોમાં નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. અને ઘટ્યા મથાળેથી માર્કેટમાં ઝડપી રીકવરી આવી હતી. સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 2023 પોઈન્ટ રીકવર થયો હતો. નિફ્ટી પણ લો લેવલથી 600 પોઈન્ટ ઉછળ્યો હતો.
પોઝિટિવ ફેકટર
(1) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક જ ટ્રેડિંગ સેશનમાં 173 પૈસા વધી 93.10 રહ્યો હતો. 12 વર્ષ પછી ડૉલર સામે રૂપિયામાં આટલો જંગી ઉછાળો નોંધાયો હતો. જેથી ભારતીય સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(2) શેરોના ભાવ વધુ ઘટી જતાં વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. પરિણામે ઘટયા મથાળેથી ઝડપી રીકવરી આવી હતી.
(3) ટેકનિકલી જોવા જઈએ તો સેન્સેક્સમાં 71,600 અને નિફ્ટીમાં 22,200 અતિમહત્ત્વના સપોર્ટ લેવલ આવે છે. જેથી આ મથાળાની નીચે બજાર જતાં નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
નેગેટિવ ફેકટર
(1) ઈરાન યુદ્ધ ચાલુ છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2-3 સપ્તાહમાં યુદ્ધ સમાપ્ત કરવાના સંકેત આપ્યા છે. પણ ઈઝરાયલના ઈરાન પર હૂમલા ચાલુ છે. અને ઈરાન મિડલ ઈસ્ટ દેશો પર હૂમલા કરી રહ્યા છે. એટલે કે ઈરાન યુદ્ધ ચાલુ છે. હજી સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ ખૂલ્યો નથી. જે કારણ લાંબાગાળા માટે નેગેટિવ છે.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી ઊંચકાયા છે. બ્રેન્ટ ક્રૂડ 7 ડૉલર વધી 108.53 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલ 7 ડૉલર વધી 107.51 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ ક્રૂડ ઓઈલના ભાવ વધીને આવતાં શેરબજાર પર નેગેટિવ અસર પડશે.
(3) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ નેટ સેલર છે. 1 એપ્રિલે એફઆઈઆઈએ કુલ રૂપિયા 8,331 કરોડનું નેટ સેલ કર્યું હતું. માર્ચમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 1, 22,540 કરોડનું રેકોર્ડ બ્રેક સેલ કર્યું છે. જે સૌથી મોટુ નેગેટિવ ફેકટર છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
મીડકેપ ઈન્ડેક્સ 142 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 59 પોઈન્ટ માઈનસ હતા. પણ આજે 2020 સ્ટોકના ભાવ વધ્યા હતા અને 1216 શેરના ભાવ ઘટ્યા હતા.
24 શેર બાવન વીક હાઈ પર બંધ હતા. તો સામે 125 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. આજે 154 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 51 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
એચસીએલ ટેકનોલોજી(3.00 ટકા), ટેક મહિન્દ્રા(2.46 ટકા), તાતા કન્ઝ્યુમર(2.06 ટકા), વિપ્રો(1.89 ટકા) અને ઈન્ફોસીસ(1.71 ટકા)
ટોપ લુઝર્સ
એશિયન પેઈન્ટ(2.49 ટકા), આઈશર મોટર(2.42 ટકા),સન ફાર્મા(2.11 ટકા), ઈટરનલ(1.92 ટકા) અને બજાજ ઓટો(1.75 ટકા)
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
આવતીકાલ શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા છે, જેથી શેરબજાર બંધ રહેનાર છે. આગામી સપ્તાહે સેન્સેક્સમાં 71,600 અને નિફ્ટીમાં 22,200ના અતિમહત્ત્વના લેવલ છે. જો આ લેવલ તૂટશે તો બજારમાં વધુ મોટો ઘટાડો આવી શકે છે. પણ હાલ આ લૉ લેવલનો સ્ટોપલોસ રાખીને વેલ્યૂ બાઈંગ કરી શકાય છે. તેમજ ઉપર જણાવેલ ત્રણ નેગેટિવ ફેક્ટર જો પોઝિટિવ થાય તો હાલ શેરબજારમાં ઘટાડો આગળ વધતો અટકી જશે.

