Stock Market India: પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામ, શેરબજારમાં નવી લેવાલીથી ઉછાળો

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે રીકવરી આવી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર સત્તાામાં આવશે, આસામ અને પોડિંચેરીમાં ભાજપની સત્તા તો આવશે પણ ભાજપની બેઠકો પણ વધી છે. જેથી શેરબજારમાં નવી લેવાલીથી મજબૂતી આગળ વઘી હતી. જોકે ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી, જેથી ઊંચા મથાળેથી બજાર પાછુ પડ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 355 પોઈન્ટ વધી 77,269 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 121 પોઈન્ટ વધી 24,119 બંધ હતો. બેંક નિફ્ટી 15 પોઈન્ટ સુધરી 54,878 બંધ હતો. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામની લાંબે ગાળે શેરબજારમાં પર શું અસર પડશે? આ સાથે નેગેટિવ ફેકટર કયા છે? આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? અને ટેકનિકલી માર્કેટ કેવું રહેશે?

જૂઓ વીડિયો….

બજાર ખૂલ્યુ ત્યારે લાઈવ અપડેટ….

શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળો નોંધાયો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો અને તેમાંય પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપને વઘુ બેઠકો મળી રહી છે, જે સમાચાર પાછળ શેરોમાં નવી લેવાલી આવી હતી. ત્રણ દિવસની રજા પછી શેરબજારમાં આજે જોશ જોવા મળ્યો હતો. સવારે બજાર ખૂલતાની સાથે 9.16 કલાકે બીએસઈ સેન્સેક્સ 628 પોઈન્ટના ઉછાળા સાથે 77,541 પર ટ્રેડ કરતો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 179 પોઈન્ટના ઉછાળા સાથે 24,176 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી બેંક 319 પોઈન્ટ ઉછળી 55,182 પર ટ્રેડ કરી રહ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ

સવારે 9.20 કલાકે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં પશ્ચિમ બંગાળમાં કુલ 293 બેઠકોમાંથી 234 બેઠકોના પ્રાથમિક પરિણામો આવ્યા છે. જેમાં ભાજપ 119 બેઠકો પર આગળ છે અને મમતા બેનર્જીની ટીએમસી 112 બેઠકો પર આગળ છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટની ટક્કર ચાલી રહી છે. તેમ છતાં મમતા બેનરજીની ટીએમસીને 57 બેઠકોનું નુકસાન છે અને ભાજપને 54 બેઠકો પ્લસ છે.

આસામમાં ભાજપની હેટ્રિક

સવારે 9.21 કલાકે આસામ વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કુલ 126 બેઠકોમાંથી 100 બેઠકોના પરિણામમું રૂઝાન આવ્યું છે. જેમાં 75 બેઠકો પર ભાજપ આગળ છે અને 27 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. આસામમાં હેમંતા બિશ્વા હેટ્રિક લગાવવા જઈ રહ્યા છે.

તામિલનાડુમાં અભિનેતા વિજય કિંગ મેકર

તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કુલ 234 બેઠકોમાંથી 182 બેઠકોના પરિણામ આવ્યા છે. જેમાં 60 બેઠકો પર ડીએમકે, એડીએમકે 41 બેઠકો પર આગળ છે. અને અભિનેતા વિજયની ટીવીકે 81 બેઠકો પર આગળ છે. આમ તામિલનાડુમાં  હજી સુધી કોઈ સ્પષ્ટ પરિણામ નથી. પણ ટીવીકેના વિજય કિંગ મેકરની ભૂમિકા ભજવશે.

પુડેચેરીમાં ભાજપ આગળ

પુડિચેરી વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં 30 માંથી 9 બેઠકોના પરિણામ આવ્યા છે, જેમાં ભાજપ 5 બેઠકો અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ છે.

કેરળમાં યુડીએફ આગળ

કેરળ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કુલ 140 બેઠકોમાંથી 99 બેઠકોના રૂઝાન આવ્યા છે. જેમાં એલડીએફ 24 બેઠકો પર આગળ છે. યુડીએફ 64 બેઠકો પર આગળ છે અને ભાજપ 10 બેઠકો પર આગળ છે.

યુએસ સ્ટોક માર્કેટ

અમેરિકન સ્ટોક માર્કેટનો શુક્રવાર મોડીરાતે ડાઉ જોન્સ 152 પોઈન્ટ ઘટીને 49,499 પર બંધ રહ્યો હતો. તેમજ નેસ્ડેક ઈન્ડેક્સ 222 પોઈન્ટ ઉછળીને 25,114 બંધ રહ્યો હતો. સવારે ડાઉ જોન્સ ફ્યુચર 37 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં ઉછાળો

એશિયાઈ સ્ટોક માર્કેટમાં પણ મજબૂતીના અહેવાલો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ સવારે 509 પોઈન્ટ ઉછળ્યો હતો. સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ ઈન્ડેક્સ 30 પોઈન્ટ પ્લસ હતો. તાઈવાનનો તેઈપેઈ 1709 પોઈન્ટ ઉછળ્યો હતો. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 278 પોઈન્ટ ઊંચકાયો હતો. જાકાર્તાનો કમ્પોઝિટ ઈન્ડેક્સ 48 પોઈન્ટ વધ્યો હતો.

ક્રૂડ ઓઈલના ભાવ સ્ટેડી

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 108 ડૉલર અને ક્રૂડ ઓઈલ 101 ડૉલર પર ટેકલા રહ્યા હતા. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર જોવા મળી હતી.

You will also like

Leave a Comment