અમદાવાદ– Stock Market India શેરબજાર બે તરફી વધઘટ વચ્ચે ઘટ્યું હતું. શરૂમાં નીચા મથાળે લેવાલી આવી હતી અને બપોર બાદ ઊંચે મથાળે વેચવાલી આવી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 160 પોઈન્ટ ઘટી 75,237 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 46 પોઈન્ટ ઘટી 23,643 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 418 પોઈન્ટ તૂટી 53,710 બંધ હતો. માર્કેટ કેપ 2.23 લાખ કરોડ ઘટ્યું હતું. શેરબજારમાં આજે વેચવાલી કેમ આવી? કયા નેગેટિવ કારણો રહ્યા? આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? ટેકનિકલી શેરબજાર(Share Market India) કેટલું મજબૂત છે. આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય.
જૂઓ વીડિયો….
શેરબજાર ખૂલ્યા પછીનું લાઈવ અપડેટ….
શેરબજારમાં ત્રીજા દિવસે તેજી આગળ વધી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલમાં લિટરે રૂપિયા 3નો ભાવ વધારો કર્યો છે, જે કારણ ડિસ્કાઉન્ટ થયું છે. શેરોમાં નવી લેવાલી ચાલુ રહી છે. સવારે 10.29 કલાકે બીએસઈ સેન્સેક્સ 360 પોઈન્ટ વધી 75,758 પર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઈ નિફ્ટી 120 પોઈન્ટ વધી 23,809 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બેંક નિફ્ટી 95 પોઈન્ટ વધી 54,224 પર ટ્રેડ કરી રહ્યો છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા
દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શુક્રવારે લિટરે રૂપિયા 3નો વધારો કરાયો છે. છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પહેલી વખત આ વધારો કરાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ખોટમાં વધારો થતાં તેને સરભર કરવા માટે આજે આ ભાવવધારાની જાહેરાત કરાઈ છે. ભાવ વધારા પછી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને 97.77 રૂપિયા થયો છે અને ડીઝલનો ભાવ વધીને 90.67 રૂપિયા થયો છે.
સેન્સેક્સમાં ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) આગલા બંધ 75,398ની સામે આજે વહેલી સવારે 75,497ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને ઝડપથી વધી સવારે 10.31 કલાકે 75,870ની હાઈ બનાવી હતી.
નિફ્ટી ત્રીજા દિવસે ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) આગલા બંધ ઈન્ડેક્સ 23,689ની સામે આજે શુક્રવારે સવારે 23,731 ખૂલીને સવારે 10.31 કલાકે વધીને 23,837ની હાઈ બનાવી હતી.
એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટ્યા
આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1084 પોઈન્ટ(1.73 ટકા) તૂટ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 320 પોઈન્ટ(1.22 ટકા) અને તાઈવાનનો તેઈપેઈ 467 પોઈન્ટ(1.12 ટકા) ગબડ્યા હતા. સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 4 પોઈન્ટ ઢીલો હતો. કોરીયાનો કોસ્પી 460 પોઈન્ટ(5.45 ટકા) તૂટ્યો હતો. ચીનનો શાંઘાઈ 16 પોઈન્ટ અને થાઈલેન્ડનો સેટ ઈન્ડેક્સ 12 પોઈન્ટ માઈનસ હતા. Stock Market India તેમ છતાં ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર કોઈ નેગેટિવ અસર પડી ન હતી.
ક્રૂડ ઓઈલના ભાવ વધુ વધ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 1.27 ડૉલર વધી 106.97 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 1.47 ડૉલર વધી 102.64 ડૉલર પર ટ્રેડ કરતા હતા.
ડૉલર સામે રૂપિયો વધુ તૂટ્યો
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 15 પૈસા તૂટી 95.92 પર ટ્રેડ કરતો હતો. રૂપિયો સતત દરરોજ નવી રેકોર્ડ લો બનાવી રહ્યો છે.
બીજી તરફ એફઆઈઆઈએ 14 મેના રોજ ભારતીય શેરબજારમાં રૂપિયા 187 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
નેગેટિવ કારણો ડિસ્કાઉન્ટ
શેરબજારમાં(Stock Market India) આજે ચાર નેગેટિવ ફેક્ટર હતા, તેમ છતાં આ તમામ કારણોને ડિસ્કાઉન્ટ કર્યા છે અને નવી લેવાલી આવી છે.(1) પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયા 3નો વધારો (2) ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે (3) એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટ્યા છે અને (4) ડૉલર સામે રૂપિયો તૂટી રેકોર્ડ લો લેવલ પર છે.

