નવી દિલ્હી- US India Trade Deal અમેરિકાથી ગુડ ન્યૂઝ આવ્યા છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગુ થયેલ રેસિપ્રોક્લ ટેરિફને ઘટાડીને 18 ટકા કરતી જાહેરાત કરી છે. તેની સાથે તેમણે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને ફરીથી મોટો દાવો કર્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચે હવે વાત સ્પષ્ટ થઈ છે. કારણ કે કેટલાય લાંબા સમયથી ભારત અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલને(US India Trade Deal) લઈને ખૂબ ચર્ચાઓ થઈ અને અનેક બેઠકો પણ થઈ હતી. પણ દરેક ચર્ચાને અંતે ડીલ થઈ શકતી ન હતી. જો કે હવે ટ્રેડ ડીલને લઈને અસમંજસની સ્થિતિ દૂર થઈ છે.
સોમવારે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમણે પોતે આ(US India Trade Deal) ટ્રેડ ડીલને લઈને જાણકારી શેર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરી છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે અને તાત્કાલિક અસરથી અમે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સમજૂતિ પર સહમતી વ્યક્ત કરી છે. તેની સાથે તેમણે ભારત પર લાગુ કરેલ 25 ટકા ટેરિફ ઘટાડીને 18 કરવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે ભારત પર લાગુ 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી દીધી છે. પણ હવે સવાલ એ થાય છે કે ભારત પર 50 ટકા ટેરિફ વીતેલા 27 ઓગસ્ટથી લાગુ છે. ખરેખર વીતેલા વર્ષ 2025ના એપ્રિલમાં યુએસ રાષ્ટ્રપતિએ ભારત પર 25 ટકા ટેરિફ નાંખ્યો હતો. ત્યાર બાદ રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને યુક્રેન યુદ્ધમાં પુતિનની આર્થિક મદદ કરવાનો આરોપ લગાવીને તેમણે ટેરિફને વધારીને બમણો 50 ટકા કર્યો હતો.
જો કે આ અસમંજસને લઈને અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે ટ્રમ્પ અને પીએમ મોદી સાથે થયેલી વાતચીતનો સંદર્ભ આપીને જણાવ્યું હતું કે ભારત પર કુલ 18 ટકા ટેરિફ જ લાગશે. તેમણે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે પેપર વર્ક અને ટેકનિકાલિટીને કારણે તેમાં કેટલોક સમય જરૂર લગશે. તે ઉપરાંત ભારતના રશિયા પ્રત્યે રૂખ પર ખૂબ જ નિર્ભર રહેશે. પણ અંતમાં ભારત પર યુએસ ટેરિફનો ફાઈનલ આંકડો 18 ટકા રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી રાજદૂત બન્નેએ ટેરિફ કટ અને વેપાર સમજૂતિ(US India Trade Deal) પર સહમતિ પછી રશિયા તેલનો મુદ્દો ઉઠાવ્યો છે. એક બાજુ અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાની પોસ્ટમાં એક વાર ફરીતી દાવો કર્યો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. તેની સાથે હાલમાં વેનેઝુએલાના તેલ સેકટર પર પોતાનો કન્ટ્રોલ લેનાર ટ્રમ્પે કહ્યું છે કે અમારી વચ્ચે ટેરિફ સિવાય એનર્જિ, જીઓ પોલિટિકલ અને વૈશ્વિક સુરક્ષા સહિત અનેક મુદ્દા પર વાતચીત થઈ છે. તેમણે બન્ને દેશોની વચ્ચે સમજૂતિને ટ્રિગર પોઈન્ટ રશિયન ઓઈલને બતાવ્યું છે અને કહ્યું છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું ઓછુ કરશે, જ્યારે તેના બદલે અમેરિકા અને સંભવત વેનેઝુએલા પાસેથી વધુ તેલ અને ગેસ ખરીદશે.
