Stock Market High Jump: શેરબજારમાં ભારેખમ ઉછાળો, નિફ્ટીમાં 1253 પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો

by Gujarati biz news
Stock Market High Jump

અમદાવાદ- Stock Market High Jump શેરબજારમાં આજે મંગળવારે ભારે ઉછાળો નોંધાયો છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન કોલમાં વાતચીત થઈ અને ટ્રેડ ડીલને મંજૂરી આપી છે.(US India Trade Deal) જે પછી ટ્રમ્પે ભારત પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી છે. જેને પગલે શેરબજારમાં લાવ લાવનો નાદ ગુંજી ઉઠ્યો છે. એનએસઈ નિફ્ટી(NSE Nifty) ખૂલતાની સાથે 1253 પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 9.22 કલાકે 2344 પોઈન્ટનો ઉછાળો આવી 84,011 પર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 712 પોઈન્ટ ઉછળી 25,800 પર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી(Nifty Bank) 1481 પોઈન્ટ ઉછળી 60,100 પર ટ્રેડ કરી રહ્યો છે. મીડકેપ ઈન્ડેક્સ 1892 પોઈન્ટ પ્લસ છે.

પહેલી ફેબ્રુઆરીએ બજેટ ડે(Budget 2026) હતો, જે દિવસે બજેટ રજૂ થયા પછી શેરબજારમાં ભારે કડાકો બોલી ગયો હતો. પણ ત્યાર પછીના બીજા દિવસે શેરબજાર બજેટના આંચકામાંથી બહાર નીકળ્યું હતું. તે પછી તુરંત જ યુએસ ટેરિફ ઘટીને 18 ટકા થઈ અને યુએસ ભારત વચ્ચે ટ્રેડ ડીલની મંજૂરી મળી છે. આ સત્તાવાર સમાચારને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર અને પીએમ મોદીએ મોદીએ ટ્વીટ કરીને જાણ કરી હતી. જેની શેરબજારના(Stock Market High Jump) સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

ભારત અને અમેરિકા સાથેના ટ્રેડ ડીલની(US India Trade Deal) જાહેરાત પછી આજે મંગળવારે શેરબજાર ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું હતું. તેની સાથે સાથે અમેરિકાના શેરબજારમાં પણ તેજી જોવાઈ બતી. ડાઊ જોન્સમાં 500 પોઈન્ટથી વધારેનો ઉછાળો હતો. અને નેસ્ડેક 130 પોઈન્ટ ઊંચકાયો હતો.

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસાની મજબૂતી સાતે 91.50 પર ખૂલ્યો હતો.

આજે મંગળવારે(Stock Market High Jump) એનએસઈ નિફ્ટી શરૂઆતમાં 1253 પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો નોંધાયો હતો. તેની પહેલા નિફ્ટી 24 મે, 2025ના દિવસે ઈન્ટ્રાડેમાં નિફ્ટીમાં 936 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. આજે તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી નીકળી છે. મીડેકપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર લેવાલી આવી છે.

ઓવરઓલ શેરબજારમાં(Stock Market High Jump) આજે આવેલા ઉછાળાને પગલે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 13 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. એટલે કે રોકાણકારોના પોર્ટફોલિયોમાં 13 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થતાં હવે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ હવે ભારતીય શેરબજાર તરફ વધશે અને એફઆઈઆઈ હવે નવી ખરીદી કરવા આવે તેની શક્યતા વધી ગઈ છે. કારણ કે ભારતે રશિયા, યુરોપિયન યુનિયનના 27 દેશો, યુએઈ અને હવે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. જેથી ભારત વિશ્વના દેશો માટે ખૂબ મહત્ત્વનું પુરવાર થશે. અને ભારત ગ્રો કરતી ઈકોનોમી બનીને ઉભરી છે.

You will also like

Leave a Comment