નવી દિલ્હી- Rolls Royce in India ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. વર્લ્ડ બેંકથી(Wolrd Bank) લઈને આઈએમએફ(IMF) અને અન્ય તમામ દેશી વિદેશી એજન્સીઓએ પણ ભારતની ઈકોનોમીના વખાણ કર્યા છે અને જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું છે. સરકારના વિક્સિત ભારતના વીઝનમાં પણ મોટી મોટી કંપનીઓ સહયોગ માટે આગળ આવી છે. હવે લકઝરી કાર કંપની રોલ્સ રોયસના સીઈઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે મુલાકાત કરી હતી અને તેમનો પ્લાન શેર કર્યો હતો.(Rolls-Royce CEO meets PM Modi, shares plans to grow business in India)
પીએમ મોદીએ ટ્વીટ કર્યું
રોલ્સ રોયસના સીઈઓ તુફાન એર્ગિનબિલગિકે(Rolls-Royce CEO Tufan Erginbilgic) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને વિકસિત ભારતનો હિસ્સો બનવા માટે ભારતમાં પોતાની ગતિવિધીઓને આગળ વધારવા માટેની યોજના જણાવી હતી. આ મુલાકાત પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, રોલ્સ રોયસના સીઈઓ મિસ્ટર તુફાન એર્ગિનબિલગિકને મળીને ખૂબ સારુ લાગ્યું. અમે ભારતમાં પોતાની એક્ટિવિટીઝને વધારવા અને અમારા ઈનોવેટિવ અને ડાયનેમિક યુવાનોની સાથે પાર્ટનરશિપ કરવા માટે રોલ્સ રોયસનું સ્વાગત કરીએ છીએ.(Rolls Royce in India)

બ્રિટિશ કાર કંપની(Rolls Royce in India) તરફથી પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે અમારા સીઈઓ તુફાન એર્ગિનબિલગિકે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને રોલ્સ રોયસ કેવી રીતે વિકસિત ભારતનો હિસ્સો બનવા માટે આગળ વધી રહી છે. જેના માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં જીસીસીને વિશ્વમાં સૌથી મોટુ બનાવવું, કોમ્પ્લેકસ મેન્યુફેક્ચરિંગ કો-ક્રિએટ કરવું અને હાઈ વેલ્યૂ એન્જિનિરીંગ કેપેબિલિટી બનાવવું સામેલ છે.
ભારત એક અગ્રણી બજાર
રોલ્સ રોયસના સીઈઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચેની આ મુલાકાત ભારતને કંપનીનો એક અગ્રણી બજારના રૂપમાં સ્થાપિત કરવાના પ્રયાસો અનુસાર થઈ છે.(Rolls Royce in India) તે પહેલા ઓક્ટોબર, 2025માં સીઈઓ એર્ગિનબિલગિકે કહ્યું હતું કે રોલ્સ રોયસ ભારતના એક સ્થાનિક બજારના રૂપમાં વિકસિત કરવાની ઈચ્છા રાખી રહી છે. જે ગ્રૂપ માટે દેશના રણનિતીક મહત્વને દર્શાવે છે.
આ પણ વાંચો….
Small Savings Schemes: પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ વધ્યું
આત્મનિર્ભર ભારતમાં યોગદાન
બ્રિટિશ એન્જિનિયરીગ કંપનીએ કહ્યું છે કે તે સ્થાનિક ભાગીદારીને મજબૂત કરવી, કૌશલ અને પ્રતિભાના વિકાસમાં રોકાણ કરવું અને ભારતીય સપ્લાયર્સ પાસેથી માલ ખરીદી વધારીને ભારતના આત્મનિર્ભર ભારત લક્ષ્યમાં યોગદાન આપવા માટે તૈયાર છે. આ યોજનામાં આગળ વધતાં રોલ્ય રોયસે હાલમાં બેંગલુરુમાં ગ્લોબલ કેપેબિલિટી એન્ડ ઈનોવેશન સેન્ટરની શરૂઆત કરી છે.