Stock Market India: બ્લેક ફ્રાઈડે બન્યો બ્લડ ફ્રાઈડે, હવે આગામી સપ્તાહે સુધારો કે નવી લૉ?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ-  Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ભારે વેચવાલીથી કડાકો હતો. બ્લેક ફ્રાઈડે બ્લડ ફ્રાઈડે બન્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1048 પોઈન્ટ તૂટી 82,626 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 336 પોઈન્ટ તૂટી 25,458 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 553 પોઈન્ટ તૂટી 60,186 બંધ હતો. માર્કેટ કેપમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ થયું હતું. શેરબજાર કેમ વધુ તૂટ્યું? તૂટવા પાછળ કયા કારણો જવાબદાર? આગામી સપ્તાહે બજાર(Share Market India) કેવું રહેશે? આગામી સપ્તાહ માટે સેન્સેક્સ અને નિફ્ટીની આગાહી અને આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય.

જૂઓ વીડિયો…..

સેન્સેક્સ 1048 પોઈન્ટ ગબડ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 82,902ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 83,079 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 82,534 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,626.76 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1048.16નું ગાબડું દર્શાવે છે.

નિફ્ટી 336 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,571 ગેપ ડાઉનમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 25,630 થઈ અને ત્યાં ઑલ રાઉન્ડ વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 25,444 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,458.40 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 336.10નો કડાકો દર્શાવે છે.

રૂપિયા 7 લાખ કરોડનું ધોવાણ

Stock Market India આજે શેરબજાર નીચા મથાળે નીચા મથાળે ગેપમાં ખૂલીને આઈટી સેકટરના શેરોની આગેવાની હેઠળ સતત ત્રીજા દિવસે ભારે વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે આજે તમામ સેકટરના શેરોના ભાવ વધુ તૂટ્યા હતા. વળી સપ્તાહનો અંતિમ દિવસ હોવાથી નવી લેવાલીનો તદન અભાવ રહ્યો હતો, જેથી માર્કેટમાં ફ્રી ફોલ થયો હતો. આજે શુક્રવારે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 7 લાખ કરોડનું ધોવાણ થયું હતું એટલે કે રોકાણકારોના પોર્ટફોલિયોમાં 7 લાખ કરોડ ધોવાયા હતા.

શેરબજાર તૂટવાના કારણ

(1) સતત ત્રીજા દિવસે આઈટી સેકટરના શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. એઆઈ આધારિત જોડાયેલી ચિંતાને કારણે આઈટી શેરો વધુ તૂટ્યા હતા. એઆઈને કારણે આઈટી સેકટરની કંપનીઓનો ગ્રોથ અને રેવન્યૂ ઘટવાની સંભાવના છે. જે ગણતરી પાછળ ડાઉ જોન્સ 669 પોઈન્ટ અને નેસ્ડેક 473 પોઈન્ટ તૂટયા હતા. ભારતીય આઈટી કંપનીઓના એડીઆઈ પણ ઘટીને આવ્યા હતી. પરિણામે ઈન્ફોસીસ, વીપ્રો, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા 8 ટકાથી વધુ તૂટ્યા હતા. આઈટી સેકટરનો ઈન્ડેક્સ ત્રણ દિવસમાં 11 ટકા ગબડ્યો હતો. તેમજ 2026ના વર્ષમાં આઈટી ઈન્ડેક્સ 16 ટકાનો કડાકો છે. આમ આજે સતત ત્રીજા દિવસે આઈટી શેરો તૂટીને આવતાં(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

(2) વૈશ્વિક સ્ટોક માર્કેટના સંકેત નેગેટિવ હતા. ડાઉ અને નેસ્ડેક પાછળ આજે એશિયાઈ સ્ટોક માર્કેટ 1 ટકાથી માંડીને 1.75 ટકા સુધી તૂટ્યા હતા. આજે શુક્રવારે યુએસ મોંઘવારી દરના આંકડા જાહેર થનાર છે. જેના પર ફેડ રેટ કટનો આશાવાદ છે. જો કે બેરોજગારીના ડેટા અનુમાન કરતાં સારા આવ્યા છે, જેથી ફેડ રેટ કટ થવાની કોઈ શક્યતા નથી.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 8 પૈસા ઘટી 90.79 પર ટ્રેડ કરતો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે(Stock Market India) નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ 1032 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 311 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 766 શેરના ભાવ વધ્યા હતા અને 2388 શેરના ભાવ ઘટ્યા હતા.

44 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 131 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

66 શેરમાં અપર સર્કિટ અને 67 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

બજાજ ફાઈનાન્સ(3.09 ટકા), આઈશર મોટર(1.56 ટકા), એસબીઆઈ લાઈફ(0.84 ટકા), એસબીઆઈ(0.33 ટકા), સિપ્લા(0.13 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

હિન્દાલકો(6.08 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(4.34 ટકા), ઈટરનલ(4.30 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(3.83 ટકા) અને ઓએનજીસી(3.20 ટકા)

આ પણ વાંચો….

Skilled Professionals in Gujarat: અગ્રણી ઉદ્યોગો સાથે ગુજરાત સરકારે MoU પર કર્યા હસ્તાક્ષર

આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે

આગામી સપ્તાહે(Stock Market India) શેરબજારમાં બે તરફી વધઘટે નરમાઈ આગળ વધશે. ટેકનિકલી માર્કેટ ખૂબ વીક થઈ ગયું છે. નિફ્ટી 25,800ની નીચા જતાં ફ્રી ફોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 83,810 ઉપર ટ્રેડ ન થયો પછી ભારે વેચવાલી નીકળી હતી. હવે નિફ્ટીમાં 25,500નું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ છે. જોકે આજે નિફ્ટી 25,500ના સપોર્ટ લેવલ નીચે જ કલોઝિંગ આવ્યું છે. જો આગામી સપ્તાહેલ નિફ્ટી 25,500 ઉપર ટ્રેડ કરે અને 25,800 કૂદાવે તો જ તેજી આગળ વધશે. અન્યથા દરેક ઉછાળે વેચીને લેવાનું છે. બેંક નિફ્ટી 60,000 ઉપર બંધ છે, જે તેજીમાં છે. એટલે આગામી સપ્તાહે બેંક નિફ્ટીમાં તેજી થશે.

You will also like

Leave a Comment