નવી દિલ્હી- US global tariff hike અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફને લઈને ખૂબ મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે તે અમેરિકા તાત્કાલિક અસરથી દુનિયાભરના દેશો પર 10 ટકા ટેરિફ વધારીને 15 ટકા કરવા જઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેટલાય દેશો દસકોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને આ નિર્ણય તેના જવાબ લેવાઈ રહ્યો છે.
આ પગલું કાયેદસર છે
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું છે કે(US global tariff hike) આ પગલું પુરી રીતે કાયદાકીય છે અને પહેલા તેની તપાસ કરી લીધી છે. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે આવનારા કેટલાક મહિનાઓમાં ટ્રમ્પ સરકાર નવી અને કાયદાકીય રૂપથી કાયદેસર ટેરિફની જાહેરાત કરશે. તે અનુસાર આ નીતિ અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને સ્થાનિક ઉદ્યોગોની રક્ષા કરવા માટે જરૂરી છે. ટ્રમ્પ આવનાર સમયમા કેટલાય દેસો પર નવા ટેરિફ દર લાગુ કરી શકે છે.
મેક અમેરિકા ગ્રેટ અગેન
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં મેક અમેરિકા ગ્રેટ અગેન અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે તેમની સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે. અને નવા ટેરિફ(US global tariff hike) તેની રણનીતિનો હિસ્સો છે. તેમણે દાવો કર્યો છે તે અત્યાર સુધી ઉઠાવેલા પગલા અત્યંત સફળ રહ્યા છે અને આગળ પણ અમેરિકાને ફાયદો થશે.

ટ્રમ્પ સરકારે સંકેત આપ્યો છે કે(US global tariff hike) આ નિર્ણય લેવાનો હેતુ અમેરિકાના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે તેમજ વેપાર ખાદ્યને ઘટાડવા માટે છે. ટ્રમ્પે વિશ્વાસ દર્શાવ્યો છે કે આ પ્રક્રિયા અમેરિકાને પહેલેથી જ વધુ મહાન બનાવવાના મિશનને સફળ બનાવશે.
ટ્રેડ વોર શરૂ થશે
જાણકારોના કહેવું છે કે આ ટેરિફનો વધારો લાગુ થશે તો વૈશ્વિક વેપાર પર નેગેટિવ અસર પડશે. ખાસ કરીને અમેરિકાની સાથે મોટા પાયે વેપાર કરનાર દેશોની નિકાસ પર અસર થશે. સાથે જવાબી ટેરિફની આશંકા પણ વધી શકે છે. જેનાથી ફરીથી ટ્રેડ વોર શરૂ થઈ શકે છે, જો કે હાલમાં ટ્રમ્પ સરકાર દ્વારા વિસ્તૃત યાદી અને સમયમર્યાદા જાહેર કરવાની બાકી છે. બજાર અને વૈશ્વિક ભાગીદાર હવે આગામી પગલા પર નજર નાંખીને બેઠા છે.
ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા
અત્રે નોંધનીય છે કે એક દિવસ પહેલા યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફને ગેરકાયદે જાહેર કર્યો છે. જો કે આ ચૂકાદો આવ્યા પછી ટ્રમ્પે 10 ટકા વૈશ્વિક ટેરિફ લાદ્યો હતો(US global tariff hike) અને હવે તે વધારીને 15 ટકા કર્યો છે.
Top Trending News