Iran War 2026: મુસ્લિમ દેશો સાથે અમારું યુદ્ધ નથી, અમેરિકાના બેઝ ઈરાનના ટાર્ગેટ પરઃ ઈરાનના વિદેશ પ્રધાન

by Gujarati biz news
Iran War 2026

નવી દિલ્હી- Iran War 2026 ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હૂમલા પછી ઈરાને જવાબી હૂમલા કર્યા છે. જેને પગલે હવે મિડલ ઈસ્ટ યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. ઈરાનના વિદેશપ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમનો ટાર્ગેટ પુરા ક્ષેત્રમાં રહેલા અમેરિકાના ઠેકાણા છે. તેહરાન ક્ષેત્રીય દેશોની સાથે યુદ્ધમાં નથી. પણ તેમણે ચેતવણી આપી છે કે પુરા ક્ષેત્રમાં સ્થિત અમેરિકી બેઝ અમારુ લક્ષ્ય છે.(We are not at war with Muslim countries, US bases are targets of Iran: Iranian Foreign Minister)

અમે યુદ્ધને ક્ષેત્રીય સ્વરૂપ નથી આપ્યું

ઈરાનના(Iran War 2026) વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે અમે યુદ્ધને ક્ષેત્રીય સ્વરૂપ આપવાની કોશિષ નથી કરી રહ્યા. તે આપોઆપ ક્ષેત્રીય બન્યું છે. કારણ કે આ ક્ષેત્રમાં અમેરિકી બેઝ અને ફેસિલિટી ફેલાયેલી છે.

ઈરાનના સ્ટેટ ટીવી પર નિવેદન

ઈરાનના સ્ટેટ ટીવી પર આપેલ નિવેદનમાં વિદેશ પ્રધાન અબ્બાસ અરાધચીએ(Iranian Foreign Minister Abbas Araghchi) કહ્યું છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા અમારા પર હૂમલો કરે છે, તે ફાઈટર જેટથી હોય કે પછી ડિપ્લોય કરેલા જહાજમાંથી, તેમની અમારી સુધી પહોંચવાની પહોંચ છે. તેઓ દરેક પ્રકારની મિસાઈલો અને વિમાનોથી હૂમલા કરી શકે છે.

અમેરિકી બેઝ અમારા ટાર્ગેટ

Iran War 2026 અમે તેમની મુખ્ય ભૂમિ સુધી પહોંચી શકતા નથી, પણ અમે અમેરિકાના ઠેકાણા(બેઝ) સુધી પહોંચી શકીએ છીએ. મારુ માનવું છે કે તે ઠેકાણા લીગિટિમેટ ટાર્ગેટ છે. અરાધચીએ કહ્યું હતું કે હવે સ્થિતિ પુરી રીતે બદલાઈ ચુકી છે. અમે હવે પાડોશી દેશો સાથે લડી રહ્યા નથી. પરંતુ તે દેશમાં રહેલા અમેરિકાની આર્મી સાથે મુકાબલો કરી રહ્યા છીએ. જે દેશો પોતાની જમીનને અમેરિકાને બેઝ બનાવવા આપી છે. અમે અમેરિકા સાથે ડીલ કરી રહ્યા છીએ, જે દરેક રીતે દિવસ રાત અમારા પર હૂમલો કરી રહ્યા છે. અને અમે ઈઝરાયલનો પણ સામનો કરી રહ્યા છીએ.

અમારો બચાવ કરીશું

જો ક્ષેત્રમાં સ્થિત અમેરિકી બેઝમાંથી તેમના સૈનિકોને ત્યાંથી કાઢીને હોટલોમાં શિફ્ટ કરે છે, તો સ્વભાવિક રૂપ તે એક મુદ્દો બનશે. અમે ગમે તેમ કરીને પણ અમારો બચાવ કરીશું. અમે અમારા લોકોની રક્ષા કરીશું.

અમેરિકા પર પ્રેશર કરો

ઈરાનના(Iran War 2026) વિદેશપ્રધાન અબ્બાસ અરાધચીએ કહ્યું છે કે ક્ષેત્રીય દેશો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન પર દબાવ બનાવવાની જગ્યાએ તેઓ અમેરિકી ટાર્ગેટ પર હૂમલા કેમ કરી રહ્યા છે. અમેરિકા પર પ્રેશર નાંખવું જોઈએ. તેમણે અમેરિકાને આ બાબત સમજાવવા માટે પ્રેશર નાંખવું જોઈએ કે તેમણે આ અન્યાયપૂર્ણ, ગેરકાયદે યુદ્ધ વિના કોઈ કારણ શરૂ કર્યું છે અને ક્ષેત્રને આવી સ્થિતિમાં ધકેલી દીધું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ રીજનમાં કોઈ પણ દેશનો ઉપયોગ કરી રહ્યા નથી અને રીજનના દેશોને પણ કહ્યું છે કે તેઓ અમેરિકાને પોતાની એરસ્પેસ અને જગ્યા બિલકુલ ન આપે. તેમ છતાં એરક્રાફ્ટ તેમની એરસ્પેસમાં કેવી રીતે પહોંચી ગયા.

કુવૈતને વિરોધ દર્શાવતી નોટ મોકલીશું

ઈરાન કુવૈત સરકારને એક નોટ આપવાનું છે. જો તેમનો દાવો સાચો છે કે કુવૈતી એર ડીફેન્સે તે એરક્રાફ્ટને મારીને પાડી દીધું છે. તો કુવૈતે સાફ સાફ જણાવવું જોઈએ કે તે એરક્રાફ્ટ તેમના એરસ્પેસમાં શું કરી રહ્યા હતા. અરાધચીએ કહ્યું હતું કે ઈરાન આ મામલે વિરોધ દર્શાવતી નોટ મોકલશે.

આ પણ વાંચો….

Stock Market India Closing: ઈરાન યુદ્ધ વચ્ચે સેન્સેક્સ 1048 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવી જોઈએ?

You will also like

Leave a Comment