Crude Oil Crisis: અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનમાં ડીઝલના રેકોર્ડ ઊંચા ભાવ, અનેક પેટ્રોલ પંપો બંધ

by Gujarati biz news
Crude Oil Crisis
Crude Oil Crisis

Image Generated by AI

નવી દિલ્હી- Crude Oil Crisis મીડલ ઈસ્ટમાં અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ અને હોર્મુઝ ખાડીમાં તેલનો સપ્લાય ઠપ થતાં વૈશ્વિક સ્તર પર ઈંધણનું મહાસંકટ ઉભું થયું છે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન સહિત અનેક દેશોમાં રેકોર્ડ તોડ ઈંધણના ઊંચા ભાવ થયા છે અને કેટલાક દેશોમાં તો ડીઝલની ભારે ખેંચ જોવાઈ છે. કેટલાય પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. આવો આપણે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનમાં ડીઝલના ભાવ જાણીએ.

અમેરિકામાં રેકોર્ડ બ્રેક ઊંચો ભાવ

અમેરિકામાં ડીઝલની સરેરાશ કીમત 6.49 ડૉલર(અંદાજે 622 રૂપિયા) પ્રતિ ગેલન ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ સ્તર પર છે. મીડલ ઈસ્ટમાં સંકટ શરૂ થયા પહેલા 27 ફેબ્રુઆરીએ ડીઝલની કીમત 3.75 ડૉલર(અંદાજે 360 રૂપિયા) હતી. એટલે કે છેલ્લા સાત મહિનામાં ડીઝલની કીંમતમાં 73 ટકાનો જંગી વધારો થયો છે.

કેલિફોર્નિયામાં ડીઝલ 807 રૂપિયે

Crude Oil Crisis કેલિફોર્નિયા રાજ્યમાં ડીઝલ 8.41 ડૉલર(અંદાજે 807 રૂપિયા) પ્રતિ ગેલન અને પેટ્રોલ 6.13 ડૉલર(અંદાજે 588 રૂપિયા) પ્રતિ ગેલન પહોંચી ગયો છે. અમેરિકામાં ફ્રેઈટ અને લોજિસ્ટિક નેટવર્ક(ટ્રક, ટ્રેન અને કૃષિ સાધનો) ડીઝલ પર નિર્ભર છે. આ સંજોગોમાં અમેરિકામાં ડીઝલ મોંઘુ થતાં ખાદ્યાન્ન અને માલની અવરજવરની પડતર કીમત આસમાનને સ્પર્શી ગઈ છે.

ફ્રાન્સમાં 11 ટકા પેટ્રોલ પંપો પર તેલ નથી

ફ્રાન્સમાં ઈંધણનું સંકટ ઘેરાયું છે. ફ્રાન્સમાં દેશમાં દરેક 9મો પેટ્રોલ પંપ(લગભગ 11 ટકા) બંધ થઈ ગયો છે. કેટલાક ઠેકાણે તો 16 ટકા સુધી સ્ટેશનો પર ઈંધણ ખલાશ થઈ ગયું છે. ફ્રાન્સમાં ડીઝલની સરેરાસ કીંમત 2.39 યુરો(અંદાજે 264 રૂપિયા) પ્રતિ લિટર રેકોર્ડ સ્તરને પાર થઈ ગઈ છે. દેશના 700થી વધુ પંપો પર પ્રિમિયમ ગ્રેડ ઈંધણ 2.50 યુરો(અંદાજે 276 રૂપિયા)થી 2.70 યુરો(અંદાજે 298 રૂપિયા) પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

રિફાઈનરીઓને ક્રૂડ સપ્લાય બંધ કરવાની સૂચના

Crude Oil Crisis સાઉદી અરામકો દ્વારા ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈન પર હૂમલા પછી ઓછામાં ઓછી બે યુરોપિયન રિફાઈનરીને ઓકટોબરથી ક્રૂડ સપ્લાય બંધ કરવાની સૂચના આપી દીધી છે. જેનાથી સંકટ વધુ ઘેરાયું છે. આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપિત ઈમ્યુનલ મેક્રોં એ જી7 દેશોને ઈમરજન્સી રણનીતિક તેલ રીઝર્વ ઈસ્યૂ કરવાની માંગ કરી છે.

બ્રિટનમાં 5 મહિનાના ઊંચા લેવલ પર મોંઘવારી

બ્રિટનમાં ઓગસ્ટ મહિનામાં મોંઘવારી દર વધીને 3.1 ટકા પહોંચી ગયો છે, જેનું મુખ્ય કારણ મોટર ફ્યૂઅલ અને એરફેરની કીંમતમાં ઝડપી વધારો છે. યુકેની ઓએનએસ કાર્યાલય અનુસાર વીતેલા વર્ષે ઓગસ્ટ મહિનાની સરખામણીએ મોટર ફ્યૂઅલની કીંમતોમાં 23 ટકાનો ઉછાળો નોંધાયો છે.

બ્રિટનમાં પેટ્રોલનો ભાવ જાણો

બ્રિટનમાં જુલાઈથી ઓગસ્ટની વચ્ચે પેટ્રોલની સરેરાશ કીમત 9.1 પેન્સ વધીને 161.3 પેન્સ(અંદાજે 206 રૂપિયા) પ્રતિ લિટર થઈ ગઈ છે. જે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતના સમય પછી હાલ સૌથી ઊંચામાં ઊંચા સ્તરે છે.

વૈશ્વિક સંકટ ઉભું થવાનું કારણ

ઈરાનના હોર્મુઝ ખાડીથી આવતો એનર્જિ સપ્લાય બંધ થયો છે.(Crude Oil Crisis) જેને કારણે વૈશ્વિક રિફાઈન્ડ ફ્યૂઅલ બજાર પર દબાણ વધ્યું છે. તે ઉપરાંત રશિયા અને મીડલ ઈસ્ટમાં રિફાઈનરી તથા એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખર્ચ વધતાં ડીઝલના સપ્લાય પર અસર પડી છે. તેમજ કાચા તેલના ભાવમાં વધતી જતી કીમતોને કારણે પણ વૈશ્વિક સંકટ સર્જાયું છે.

આ પણ વાંચો…

Gold Silver Market: સોનાચાંદીમાં ત્રણ સપ્તાહના ઘટાડાને બ્રેક, આગામી સપ્તાહે ભાવ વધશે?

You will also like

Leave a Comment