વૉશિગ્ટન- US Iran War 2026 અમેરિકાના રક્ષાપ્રધાન પીટ હેગસેથે(US Defense Secretary Pete Hegseth) દાવો કર્યો કર્યો છે કે ઈરાનમાં અમેરિકી સૈન્ય અભિયાન હજી તો એક શરૂઆત છે. તેમણે ભવિષ્યમાં ઈરાન પર વધુ ભીષણ અમેરિકી હૂમલા કરવાની ચેતવણી આપી છે. હેગસેથે અમેરિકાની સૈન્ય શક્તિના વખાણ કરતાં કહ્યું હતું કે ઈરાન તેના દેશની આગળ કયારેય ટકી શકશે નહી. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના આકાશ પર કોઈપણ વિરોધ વગર નિયંત્રણ સ્થાપિત કરી દીધું છે. અમેરિકી રક્ષાપ્રધાને ઈરાનને ઝડપથી સરન્ડર કરવાની ભવિષ્યવાણી કરી દીધી હતી.
ઈરાનની તાકાત ઘટી રહી છે
સીબીએસ ન્યૂઝના એક કાર્યક્રમમાં બોલતા યુએસના રક્ષાપ્રધાન પીટ હેગસેથે(US Defense Secretary Pete Hegseth) કહ્યું હતું(US Iran War 2026) કે ઈરાની નૌસેના હવે રહી નથી. એટલા માટે નૌસેનાના સંદર્ભમાં આ ક્ષેત્રમાં તેમની તાકાત બતાવવાની શક્તિ ઘટી રહી છે અને તે વધુ ઘટતી જશે. હું સાચુ કહું તો જ્યારે તમે અમારી એરફોર્સ અને ઈઝરાયલની ડિફેન્સ ફોર્સની એર ફોર્સની સાથે સરખામણી કરો તો આ દુનિયામાં બે સૌથી શક્તિશાળી એર ફોર્સ છે.
અમેરિકાના લોકોના જીવ બચાવવા જરૂરી
US Iran War 2026 હેગસેથને પુછવામાં આવ્યું કે શું ઈરાનની વિરુદ્ધ અમેરિકાનું ઓપરેશન એપિક ફ્યૂરી સમયાનુસાર હતું કે પછી ઈઝરાયલે આગળ વધાર્યું હતું. તે સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે હંમેશા આ વાત પર વાત કરી રહ્યા હતા કે અમે જઈએ કે ન જઈએ. અને આખરે અમેરિકાના હિતોને આગળ વધારવા અને અમેરિકી લોકોના જીવ બચાવવા માટે અમે તેમાં સામેલ થયા હતા. મને લાગે છે કે આ વધુ ચર્ચા કરવી બેવફૂફીભરી અને એકેડમિક છે. ઈરાન અમને છેલ્લા 48 વર્ષથી મારી રહ્યું છે. તેઓ ન્યૂક્લિયરના સપના સતત જોઈ રહ્યા છે.
ઈરાનની વિરુદ્ધ કયા ઓપ્શન?
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે(US Iran War 2026) અમેરિકાનું ઈરાનની વિરુદ્ધ કયા ઓપ્શન જોઈ રહ્યા છો. તો હેગસેથે કહ્યું કે તમે દુશ્મનને નથી જણાવતાં, પ્રેસને નથી કહેતા, તમે કોઈને પણ જણાવી શકો નહી કે તમારા ઓપરેશનની લીમીટ શું હશે. સફળતા મળેવવા માટે જીતવું જરૂરી છે. એટલા આગળ જવા તૈયાર છીએ. અમે જીતવા માટે લડી રહ્યા છીએ. આ યુદ્ધ છે. તમારે દુશ્મનોને ઘૂંટણીયે લાવવાનો છે. તેઓ તેહરાનમાં સ્કવાયરમાં સેરેમની કરશે અને સરેન્ડેર કરશે કે નહી તે તેમના પર છે. તે ઉપરાંત તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને રીપીટ કર્યું હતું કે ઈરાનની સાથે વિના શરત સરેન્ડર સિવાય કોઈ ડીલ થશે નહી.
આ પણ વાંચો….
Iran War 2026: US અને ઈઝરાયલનો ઈરાનની લાઈફલાઈન પર ભારે પ્રહાર