અમદાવાદ- Chaitra Navratri 2026 ચૈત્રનો અર્થ થાય છે નવ વર્ષનો આરંભ. નવ વર્ષના આગમનથી નવ દિવસ દરમિયાન પ્રાર્થના ધ્યાન જપ કરીને દિવ્ય શક્તિનો સ્વીકાર કરવો જોઈએ. મા નવદુર્ગા કે મા અંબાજી કે પછી આપના કુળદેવીનું ધ્યાન કરીને જપ કરવા જોઈએ. ઉપવાસ કરવા જોઈએ. તો આવો ચૈત્રી નવરાત્રી અંગે વધુ જાણકારી મેળવીએ અમારા સ્પેશિયલ અહેવાલમાં…

ડૉ. જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
વર્ષમાં પાંચ નવરાત્રી આવે છે
પ્રાચીનકાળથી નવરાત્રી એક ધાર્મિક રીતે ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. તેની સાથે બધાની શ્રદ્ધા જોડાયેલી છે. નવરાત્રી હિન્દુ ધર્મનો પ્રમુખ ઉત્સવ છે, નવરાત્રી અલગ અલગ ઋતુઓમાં આવે છે. મુખ્યત્વે પાંચ નવરાત્રી છે. જેમાં બે મુખ્ય જેને ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri 2026) અને શરદ નવરાત્રી કહેવામાં આવે છે. બીજી ત્રણ નવરાત્રી છે, જેમાં પોષ મહિનામાં આવે કે શાકંભરી નવરાત્રી અને મહા મહિનામાં મહા(ગુપ્ત) નવરાત્રી. તથા અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રી. આમ કુલ પાંચ નવરાત્રી માનવામાં આવે છે.
શક સંવતનો પ્રારંભ
ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri 2026) ને વસંત નવરાત્રી પણ કહેવાય છે. સામાન્ય રીતે માર્ચ એપ્રિલ માસમાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર 9 વર્ષ ચૈત્ર માસના પ્રતિપદાના દિવસે થયું છે. બ્રહ્માજીએ સૃષ્ટિનો આરામ પણ આ દિવસે કર્યો હતો તેવું માનવામાં આવે છે. શક સંવતનો આરંભ પણ આ દિવસે ગણાય છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે ઉત્સવ ઉજવવામાં આવે છે. કાશ્મીરમાં નવા રૂપમાં ઉત્સવ ઉજવાય છે. આ નવરાત્રી ભારતમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દરેક જગ્યાએ ઉલ્લાસપૂર્વક ભાવભક્તિથી ઉજવે છે. જેમ સૃષ્ટિમાં વસંતની બહાર આવે છે તેવી જ રીતે જીવનમાં પણ સારી ઊર્જા લાવવાનું કાર્ય આ નવરાત્રીમાં થાય છે.
(1) માન્યતાઓ: પુરાણો અનુસાર ચૈત્ર માસના શુદ્ધ પક્ષની નોમ તિથી એ ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થયો હતો. તેને રામનવમી તરીકે ઉત્સવ ઉજવીએ છીએ. ઉપરાંત વસંત નવમી પણ કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીને દક્ષિણ ભારતમાં યોગાદી તિથિ તરીકે ઓળખવામાં આવે છે. નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે અહીં સંસારનો આરંભ તરીકે તેને ગણવામાં આવે છે. ચૈત્ર સુદ પક્ષના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી.
(2) ચૈત્ર નવરાત્રીનું મહત્વઃ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસ એકમ પ્રતિબંધ થાય છે. હિન્દુ નવ વર્ષ એટલે કે વિક્રમ સમાજને શરૂઆત ગણવામાં આવે છે, આથી ચૈત્ર મહિનાનું મહત્વ વધારે છે.
(3) માતાની ભક્તિઃ નવ દિવસ સુધી માતાજીના નવ સ્વરૂપના વર્ણનના ગુણગાન કરવા જોઈએ. એક શૈલ પુત્રી, બીજી બ્રહ્મચારીણી મા, ત્રીજી ચંદ્રઘંટા મા, ચોથી ઉષ્માંડા મા, પાંચમી સ્કંદ માતા, સાતમે કાલ રાત્રી મા, આઠમે મહા ગૌરી મા, નોમના સિદ્ધિદાત્રી મા ની ભક્તિ કરવાથી સકારાત્મક ઊર્જાને પ્રાપ્તિ થાય છે.
(4) વૈજ્ઞાનિક કારણઃ પૃથ્વી ઉપર સૂર્યની પરિક્રમા કાળમાં એક વર્ષમાં ચાર સંધિઓ થાય છે, જે માર્ચથી ઓગસ્ટ મહિનામાં થાય છે. તેમાં મુખ્ય સંધિ થાય તેને સક્રાંતિ કહેવામાં આવે છે. આ સંધિ દરમિયાન શારીરિક બીમારી ઉત્પન્ન થાય છે. સ્વાસ્થ્યમા ઉપયોગી બને છે, તે માટે સારી ઊર્જાની જરૂર પડે છે. જેથી સ્વાસ્થ સારું રહે તેઓ પ્રયત્ન કરવો જોઈએ.
(5) ચંડીપાઠઃ નવરાત્રી દરમિયાન એકમથી નોમ સુધી ઘરમાં ચંડીપાઠ કરાવો જોઈએ. કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને વિધિ સર ઘટસ્થાપન કરી માતાજીની જ્યોત પ્રગટાવી અને ચંડીપાઠ કરવો જોઈએ. તે કરવાથી દરેક સમસ્યાને ઉકેલ મળે છે. શુદ્ધ ભાવથી શુદ્ધ મનથી દુર્ગા સપ્તર્ષિનો જો પાઠ કરવા કરવામાં આવે છે, તો દરેક સમસ્યાથી મુશ્કેલીઓમાંથી માતાજી ઉકેલ આપે છે. સ્વાસ્થ્ય તો સારું રહે છે તેની સાથે ધન, ધાન્ય, પુત્ર, પૌત્રની પ્રાપ્તિ કરાવે છે અને જીવનમાં સારી ઉન્નતીની ઊર્જાનો પ્રકાશ થાય છે.
(6) કન્યા પૂજનઃ નવરાત્રી દરમિયાન કન્યા પૂજાનું બહુ મોટું મહત્વ છે. જો ચૈત્ર નવરાત્રીમાં કન્યા પૂજન કરવામાં આવે તો ઘરની અંદર મા લક્ષ્મી અને દુર્ગાનો વાસ થાય છે. ઘરમાં આઠમ કે નામના દિવસે 9 કન્યા બોલાવી અને તેમના પગ ધોઈ, ચાંદલો કરી પૂજા કરી અને પૂજન કરવું જોઈએ. સગવડ પ્રમાણે ભેટ સોગાદો આપવા જોઈએ. તેમ કરવાથી ઘરમાં ધનધાન્ય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માટે નવરાત્રીમાં કન્યા પૂજન અવશ્ય કરાવવું જોઈએ.
(7) અખંડ જ્યોતઃ જો શક્ય હોય તો ઘરમાં નવ દિવસ અખંડ જ્યોત પ્રગટાવી રાખવી જોઈએ. આ જ્યોત પ્રગટાવાથી જીવનમાં પ્રકાશની પ્રાપ્તિ થાય છે, અંધકાર દૂર થાય છે. અજ્ઞાનતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો ફેલાવો થાય છે. જ્ઞાન એ પ્રકાશનું પ્રતિક છે. જ્ઞાનમાં વધારો થાય છે અને ઘર પ્રકાશમય બની જાય છે. નવરાત્રી દરમિયાન માતાજી સમક્ષ અખંડ જ્યોત અવશ્ય રાખવી જોઈએ.
(8) મંત્ર જાપઃ નવરાત્રી દરમિયાન ઘરમાં માતાજીનો મંત્ર જાપ અવશ્ય કરવો જોઈએ. “ઓમ આઈમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્યેૈ”. આ મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. સુખની પ્રાપ્તિ થાય છે. આત્મવિશ્વાસ વધે છે. મા દુર્ગા પ્રસન્ન થાય છે.
(9) દેવીને ભોગ નૈવેદ્યઃ સુખની પ્રાપ્તિ માટે દેવીને તિથી મુજબ અલગ અલગ ભોગ ધરાવવા જોઈએ. દેવી ભાગવતમાં આઠમા સ્કંધમાં દેવી ઉપાસના વર્ણમાં લખ્યું છે કે નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના સાધના દાન કરવાથી પુણ્યલોકની સાથે સુખની પ્રાપ્તિ થાય છે.

નવરાત્રીનો પહેલો દિવસ દેવી શૈલપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે સફેદ વસ્ત્રો પહેરો અને દેવી દુર્ગાને દૂધ અને ચોખાથી બનેલી ખીર ચઢાવો. આ દિવસ માનસિક શક્તિ વધારવા માટે ખાસ શુભ માનવામાં આવે છે.
બીજો દિવસ
બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ તપ, ધ્યાન અને જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે લાલ વસ્ત્રો પહેરો અને ખાંડથી બનેલી મીઠાઈઓ ચઢાવો. દેવી બ્રહ્મચારિણીના આશીર્વાદથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત થાય છે.
ત્રીજો દિવસ
ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ હિંમત અને વીરતાનું પ્રતીક છે. આ દિવસે વાદળી વસ્ત્રો પહેરો અને દૂધથી બનેલો પ્રસાદ ચઢાવો. દેવી ચંદ્રઘંટ દુશ્મનો સામે રક્ષણ આપે છે અને જીવનમાં હિંમત અને નિર્ભયતા જગાડે છે.
ચોથો દિવસ
ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ સૃષ્ટિની શક્તિનું પ્રતીક છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરો અને દેવી કુષ્માંડાને માલપુઆ ચઢાવો. દેવી કુષ્માંડાના આશીર્વાદથી જીવનમાં સ્વાસ્થ્ય અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે.
પાંચમો દિવસ
પાંચમો દિવસ, દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. દેવી સ્કંદમાતાનું આ સ્વરૂપ બાળકોના રક્ષણનું પ્રતીક છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરો અને કાચી કેળાની બરફીનો પ્રસાદ ચઢાવો. દેવી સ્કંદમાતા તેમના ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આપે છે.
છઠ્ઠો દિવસ
છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ બહાદુરી અને લડવાની શક્તિનું પ્રતીક છે. આ દિવસે ભૂરા રંગના કપડાં પહેરો અને મધથી બનેલી ખીર અર્પણ કરો. દેવી કાત્યાયની નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને જીવનને રક્ષણ આપે છે.
સાતમો દિવસ
સાતમા દિવસે દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ ભય અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. આ દિવસે દેવીના ભક્તોએ નારંગી રંગના કપડાં પહેરવા જોઈએ અને ગોળની ખીર અર્પણ કરવી જોઈએ. માતા કાલરાત્રિ ભક્તોના જીવનમાંથી ભય અને અશાંતિ દૂર કરે છે.
આઠમો દિવસ
આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ સુંદરતા અને કરુણાનું પ્રતીક છે. આ દિવસે પોપટના પીંછા જેવા લીલા રંગના કપડાં પહેરો અને માતાને નાળિયેર અર્પણ કરો. મહાગૌરીના આશીર્વાદ જીવનમાં માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે.
નવમો દિવસ
નવરાત્રીનો છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. માતાનું આ સ્વરૂપ બધી સિદ્ધિઓ અને આશીર્વાદ આપે છે. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરો અને લોટ અને ચણાથી બનેલી હલવા-પુરીનો પ્રસાદ ચઢાવો. માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે.
આધ્યાત્મિક પ્રગતિ
Chaitra Navratri 2026 નવરાત્રીના આ નવ દિવસોમાં દરરોજ માતા દેવીના એક વિશેષ સ્વરૂપની પૂજા કરવાથી, વિવિધ રંગના કપડાં પહેરીને અને નવ પ્રકારના પ્રસાદ ચઢાવવાથી સકારાત્મક ઉર્જા, આત્મવિશ્વાસ, ધૈર્ય અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે. આ નવરાત્રીમાં, માતા દેવીના આ નવ દિવ્ય સ્વરૂપોની યોગ્ય રીતે પૂજા કરો અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરો. મા દુર્ગાની કૃપાથી તમારું જીવન ખુશીઓ અને આશીર્વાદથી ભરેલું રહે. ચૈત્ર નવરાત્રીની આપને ખૂબ ખૂબ શુભેચ્છા.
આ પણ વાંચો….
Chaitra Navratri 2026: નવ દિવસના માતાજીના સ્વરૂપ, તેમને ધરાવાતાં પ્રસાદ અંગે જાણો

