અમદાવાદ- Stock Market India શેરબજારમાં ઊંચા મથાળે વેચવાલીથી સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે હાઈથી 729 પોઈન્ટ ઘટ્યો હતો. ઓવરઓલ બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 116 પોઈન્ટ ઘટી 74,243 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 49 પોઈન્ટ ઘટી 23,366 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 188 પોઈન્ટ વધી 54,496 બંધ થયો હતો. આરબીઆઈની ક્રેડિટ પૉલીસીમાં(RBI Credit Policy) એવું તો શું આવ્યું કે શેરોમાં વેચવાલી આવી? સરકારે વિદેશી રોકાણકારોને(FII) ટેક્સમાં રાહત આપી પણ બજારે નોંધ શુદ્ધા ન લીધી કેમ? અનેક પોઝિટિવ ફેક્ટર હોવા છતાં શેરબજારમાં તેજી ન થઈ? શેરબજારમાં(Share Market India) કેમ લેવાલી આવતી નથી? આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? ટેકનિકલ લેવલ શું સંકેત આપે છે? આગામી સપ્તાહના બેસ્ટ બાય.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ હાઈથી 729 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 74,629ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 74,717 થઈ અને ત્યાંથી ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 73,988 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,243.34 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 116.67 ઘટ્યો હતો. જો કે ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સ 729 પોઈન્ટ ગબડ્યો હતો.
નિફ્ટી 49 પોઈન્ટ માઈનસ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,478ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધી 23,516 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં ઘટી 23,282 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,366.70 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 234 પોઈન્ટ ઘટ્યો હતો. ઈન્ટ્રા-ડે હાઈથી નિફ્ટી 234 પોઈન્ટ તૂટ્યો હતો.

(1) આજે સવારે 10 વાગ્યે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની(RBI Credit Policy June 2026) જાહેરાત કરી હતી. જેમાં ધારણા મુજબ જ રેપો રેટ 5.25 ટકા યથાવત રખાયો હતો. તેમજ જીડીપી ગ્રોથનું અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યું હતું. તેમજ મોંઘવારીનો દર 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો હતો. જે અપેક્ષા મુજબ જ હતું, જેથી સવારે નવી લેવાલીથી શેરબજાર ઝડપથી ઊંચકાયું હતું. પણ ઉછાળો ક્ષણજીવી નિવડ્યો હતો. આરબીઆઈ પ્રોપ ટ્રેડિંગ પર બેંક પાસેથી લોનના નિયમો કડક કરશે તેમજ એમટીએફ ફંડિંગના નિયમોમાં કોઈ છૂટ આપી નથી. તેમજ કરન્ટ એકાઉન્ટની ડેફીસીટ વધીને આવવાનું જોખમ છે, તેવું આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું હતું. આ ત્રણ દરખાસ્ત પછી શેરબજારમાં(Stock Market India) વેચવાલી ફરી વળી હતી.
(2) વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડમાં રોકાણને વધુ આકર્ષવા માટે ટેક્સમાં રાહતની જાહેરાત કરી છે. તેમજ એફપીઆઈને પણ રોકાણ પર ટેક્સ હટાવી દીધો છે. આ મોટું પોઝિટિવ ફેક્ટર હતું, પણ તેની શેરબજારે જરાય નોંધ લીધી ન હતી અને વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો.
(3) આજે એશિયાઈ સ્ટોર માર્કેટ ઘટીને આવ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. ડાઉ જોન્સ ફ્યુચર 90 પોઈન્ટ પ્લસ હતો. પણ એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટીને આવતાં ભારતીય શેરબજાર પર તેની નેગેટિવ અસર પડી હતી.

મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટ્યા
આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 211 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 10 પોઈન્ટ ઘટ્યો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો સામાન્ય નેગેટિવ હતો. 1623 શેરના ભાવ વધ્યા હતા અને 1694 શેરના ભાવ ઘટ્યા હતા.
111 શેરમાં અપર સર્કિટ
આજે 99 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 43 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 111 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 93 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
અદાણી એન્ટરપ્રાઈઝ(2.36 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(2.01 ટકા), અદાણી પોર્ટ(1.96 ટકા), બજાજ ફાઈનાન્સ(1.73 ટકા) અને એક્સિસ બેંક(1.60 ટકા)
ટોપ લુઝર્સ
વિપ્રો(3.07 ટકા), હિન્દાલકો(2.99 ટકા), ટ્રેન્ટ(2.38 ટકા), ટીસીએસ(2.01 ટકા) અને કૉલ ઈન્ડિયા(1.99 ટકા)
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે શેરબજારમાં(Stock Market India) બે તરફી વધઘટે સુધારો આવશે. ટેકનિકલી માર્કેટ બે તરફી મુવમેન્ટમાં અથડાઈ ગયું છે. નિફ્ટીમાં 23,300 સપોર્ટ લેવલ અને 23,800 રેઝિસ્ટન્સ લેવલની વચ્ચે રેન્જબાઉન્ડ થયું છે. નિફ્ટીમાં 23,300નું બોટમ બેઝ બની ગયો છે. આ લેવલ નીચે જશે તો માર્કેટમાં મોટો કડાકો બોલી જશે. પણ ઉપરમાં 23,800 ક્રોસ કરીને 24,000 કૂદાવશે તો તેજી થશે. સેન્સેક્સમાં 74,200નું સપોર્ટ લેવલ આવે છે અને ઉપરમાં 75,800 કૂદાવતાં તેજી થશે. બેંક નિફ્ટી હાલ 54,300 ઉપર બંધ છે, જે તેજીમાં પડી છે. આગામી સપ્તાહે બેંક નિફ્ટીમાં વધઘટે તેજી થશે.
RBI MPC June 2026 – Top Trending News
RBI MPC June 2026: સતત ત્રીજી વખત વ્યાજ દર યથાવત રાખ્યો, મોંઘવારી વધશે?

