
સરકારી બોન્ડમાં રોકાણ
મીડિયા રીપોર્ટ અનુસાર ભારતમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે ઉપાયોનો નવો સેટ તૈયાર કરી દીધો છે. જેમાં વિદેશી રોકાણકારો(FPIs) માટે ટેક્સમાં રાહત અને સરકારી બોન્ડમાં રોકાણ માટે પણ ટેક્સમાં રાહત આપવાની વિચારણા કેબિનેટ બેઠકમાં થઈ છે. જો કે હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.(Tax on Foreign Investors) ગઈકાલ 3 જૂને મળેવી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મોદી સરકારે અનેક નિર્ણયો લીધા છે. જેમાં રૂપિયા 39,290 કરોડના પ્રોજેક્ટનો મંજૂરી આપી છે.
વિશેષ વટહૂકમને મંજૂરી
એક મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિદેશી રોકાણકારો માટે ટેક્સના નિયમોને સરળ કરવા માટેના એક વિશેષ વટહૂકમને મંજૂરી આપી દીધી છે. આ દરખાસ્ત નાણા મંત્રાલય તરફી રજૂ કરવામાં આવ્યો હતો.(Tax on Foreign Investors) જેને ઉદ્દેશ્ય વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPIs) માટે કેટલીક ખાસ કેટેગરીઝમાં સિક્યોરિટીમાં ટેક્સ રાહત આપવાનો છે. આ સમાચાર આવતાં શેરબજારમાં(Share Market India) નવી વેચવાલી અટકી ગઈ છે.
સરકાર સામે બે મોટા પડકાર
સરકાર સામે હાલ બે મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે (1) મિડલ ઈસ્ટ સંકટને કારણે ડૉલર સામે રૂપિયો સતત ઘટતો જઈ રહ્યો છે અને દિનપ્રતિદિન રેકોર્ડ લૉ બનાવી રહ્યો છે. અત્યાર સુધી અંદાજે 6 ટકા સુધી તૂટયો છે. (2) વિદેશી રોકાણકારો(FII) ભારતીય શેરબજારમાં સતત 11 મહિનાથી નેટ સેલર છે. અને હજી ચાલુ જૂન મહિનામાં પણ એફઆઈઆઈ નેટ સેલ કરી રહી છે. એક અંદાજ પ્રમાણે એફઆઈઆઈએ રૂપિયા 2.25 લાખ કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધું છે.
રૂપિયો અને શેરબજાર તૂટતાં અટકી જશે
Tax on Foreign Investors ઉપરોક્ત પડકારને કારણે શેરબજાર અને રૂપિયો સતત તૂટી રહ્યા છે. આ સંજોગોમાં હવે સરકારને બજેટ પહેલા વટહૂકમ દ્વારા કરવેરામાં રાહત આપવાનો માર્ગ પંસદ કરવો પડ્યો છે.
વિદેશી રોકાણકારોની માંગ
કરવેરાના નિષ્ણાતોના કહેવા પ્રમાણે વીતેલા કેટલાય વર્ષોથી(Tax on Foreign Investors) ભારત સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અન શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કર્યો હતો. અને સાથે સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ(STT) પણ વસુલી રહી છે. જો વિદેશી રોકાણકારોનું માનવું છે કે ડબલ ટેક્સની આ વ્યવસ્થાને કારણે ભારતામં રોકાણ કરવું હવે ફાયદાવાળું રહ્યું નથી. આથી તેઓ હાલના સમયમાં વિદેશી રોકાણકારો સરકારી બોન્ડમાંથી થનારી વ્યાજની આવક પર 20 ટકા ટેક્સ(ટીડીએસ) આપવો પડે છે.
ટેક્સ વધારીને 20 ટકા કરાયો
આપને જણાવી દઈએ કે જ જુલાઈ, 2023 સુધી સરકારી સિક્યોરિટી, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ અને બોન્ડ્સ પર આ ટેક્સ ફકત 5 ટકા હતો પણ તે પછી વધારીને 20 ટકા કરી દેવામાં આવ્યો હતો. એફપીઆઈ પ્રતિનિધિ સતત આ ઊંચા ટેક્સ રેટ અને કેપિટલ ગેઈન્સ ટેક્સની સમીક્ષા કરવાની માંગ કરી રહ્યા છે.

