PM Modi in Surat: વડાપ્રધાન મોદીના હસ્તે 4,000 કરોડથી વધુના પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ

by Gujarati biz news
PM Modi in Surat

PM Modi in Suratગાંધીનગર- PM Modi in Surat વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર ગુજરાતમાં સુરતની મુલાકાત લેશે.(Surat in Gujarat) આ મુલાકાત દરમિયાન, તેઓ સુરતથી ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અને પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ.ના રૂપિયા 4,950.39 કરોડના ખર્ચના ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. નવસારી ખાતે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન, જે ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી વીજ પ્રવાહને વેગ આપશે.

મહારાષ્ટ્રમાં વીજ પુરવઠો પહોંચશે

PM Modi in Surat વડાપ્રધાન ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેના થકી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ-ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચાડવો શક્ય બનશે. પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. દ્વારા સુરત અને નવસારી જિલ્લામાં રૂપિયા 4,546 કરોડના ખર્ચે અમલી કરવામાં આવેલ આ પ્રોજેક્ટ, રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવશે અને ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) પાર્ટ B માંથી અવેલેબલ ટ્રાન્સમિશન કેપેસિટી (ATC) એટલે કે ઉપલબ્ધ ટ્રાન્સમિશન ક્ષમતાને વધારીને પાવર ટ્રાન્સફરની ક્ષમતામાં સુધારો કરશે.

નવસારીથી મહારાષ્ટ્રમાં પડઘે

ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટમાં નવસારીમાં ડિજિટલ સબસ્ટેશન, નવસારીથી મહારાષ્ટ્રમાં(Maharastra) પડઘે સુધીની 765 kV D/c ટ્રાન્સમિશન લાઇન અને નવસારીથી મગરવાડા અને કાલા સુધીની 400 kV D/c ટ્રાન્સમિશન લાઇનનો સમાવેશ થાય છે. તેનાથી ખાવડા વિસ્તારમાંથી રિન્યુએબલ એનર્જીને કાર્યક્ષમ રીતે બહાર લઇ જઇ શકાશે અને નવસારી થઇને પડઘે સુધી તેનું સરળ ટ્રાન્સમિશન શક્ય બનશે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વિશ્વસનીય ઉચ્ચ-ક્ષમતાવાળા વીજ પ્રવાહને સુનિશ્ચિત કરશે.

ટ્રાન્સમિશન નેટવર્ક વધુ મજબૂત

આ પ્રોજેક્ટ ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) અને ખાવડા રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સ્કીમ્સમાંથી પાવર ટ્રાન્સફર માટે ઉપલબ્ધ ટ્રાન્સમિશન ક્ષમતામાં વધારો કરીને ટ્રાન્સમિશન નેટવર્કને વધુ મજબૂત બનાવે છે. નવસારી (નવું) ખાતે વિશ્વના સૌથી મોટા ડિજિટલ સબસ્ટેશનની શરૂઆત ભારતના પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ બનશે અને નેશનલ ટ્રાન્સમિશન નેટવર્કમાં મુખ્ય કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

વલસાડમાં ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે(PM Modi in Surat) જે મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, તેમાં વલસાડ જિલ્લામાં વીજખાધ ઘટાડવાના ઉદ્દેશથી ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો સામેલ છે. તે ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો એક ફુલ ટર્નકી કોન્ટ્રાક્ટ છે, જે રૂપિયા 324.19 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

વિતરણ વ્યવસ્થા

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અંતર્ગત અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટનો હેતુ વીજ વિતરણ નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો, કાર્યક્ષમતામાં વધારો કરવાનો તેમજ ગ્રાહકોને વિશ્વસનીય અને ગુણવત્તાસભર વીજપુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ કામોમાં AB કેબલિંગ, નવા ટ્રાન્સફોર્મર લગાવવા, ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવી, જૂના કંડક્ટરોને રીકંડક્ટ કરવા અને ફીડર બાઇફર્કેશનનો સમાવેશ થાય છે, જે વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવશે.

લો-વોલ્ટેજની સમસ્યાઓમાં ઘટાડો

આ પ્રોજેક્ટના પરિણામે વીજ વિક્ષેપો અને લો-વોલ્ટેજની સમસ્યાઓમાં ઘટાડો થશે. સાથે જ, કન્ડક્ટર તૂટવાની ઘટનાઓ, ટ્રાન્સફોર્મર ઓવરલોડિંગ અને હવામાનને કારણે થતા વીજ પુરવઠાના વિક્ષેપોમાં પણ ઘટાડો થશે. તેનાથી જાહેર સલામતીમાં વધારો થવાની સાથે ટ્રાન્સફોર્મરોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ફીડર સ્તરે વીજખાધમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટથી વલસાડ જિલ્લાના 5,98,028 જેટલા લોકોને ફાયદો થશે.

સબસ્ટેશનની આસપાસ લાભ મળશે

આ ઉપરાંત, વડાપ્રધાન(PM Modi in Surat) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં રૂપિયા 48.20 કરોડના ખર્ચે નિર્મિત 66 kV વણકલા–ઓખા સબસ્ટેશનનું લોકાર્પણ કરશે. આ સબસ્ટેશનથી આસપાસના વિસ્તારના અંદાજે 23,357 વીજ ગ્રાહકોને લાભ મળશે.

ગુણવત્તાસભર વીજપુરવઠો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રૂપિયા 32 કરોડના ખર્ચે 66 kV ધામણી સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સબસ્ટેશનથી 8 કિલોમીટરના વિસ્તાર હેઠળ આવેલા 13 ગામોના 5,064 જેટલા વીજ ગ્રાહકોને લાભ મળશે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતનું વીજ માળખું વધુ મજબૂત બનશે, તેમજ વિસ્તારમાં વધુ ગુણવત્તાસભર વીજપુરવઠો સુનિશ્ચિત થશે.

You will also like

Leave a Comment