અમદાવાદ- Stock Market India શેરબજારમાં શરૂની મજબૂતી પછી કડાકો આવ્યો હતો. ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સ 1572 પોઈન્ટ તૂટ્યો હતો અને ઈન્ટ્રા-ડે હાઈથી નિફ્ટી 376 પોઈન્ટ ગબડી પડ્યો હતો. ઓવરઓલ બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 508 પોઈન્ટ ઘટી 74,267 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 165 પોઈન્ટ ઘટી 23,382 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 596 પોઈન્ટ તૂટી 53,643 બંધ થયો હતો. ઊંચા મથાળે જોરદાર નવી વેચવાલી આવી હતી, પરિણામે શેરબજાર તૂટ્યું હતું. શેરબજારમાં એવું તો શું થયું કે નવી વેચવાલી આવી? બજાર તૂટવાના કયા કારણો? કાલે બજાર હજી વધુ તૂટશે? સપોર્ટ લેવલ તૂટશે તો શું થશે? બજાર(Share Market India) કયા મથાળે સપોર્ટ મેળવશે? તૂટતા બજારમાં આઈટી શેરોમાં તેજી થઈ! આજે આઈટી શેરોમાં કેમ નવી અને ભારે લેવાલી આવી? કાલે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે તો શું થશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 508 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) આજે સવારે 75,203ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં જોરદાર લેવાલી નીકળતી વધુ ઉછળી 75,775 થઈ અને આ ઈન્ટ્રા-ડે હાઈથી ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી, પરિણામે સેન્સેક્સ ઝડપી તૂટી 74,203 થઈ અને 74,267.34 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 508.40નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 165 પોઈન્ટ માઈનસ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,654ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઉછળી 23,733 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતા તૂટી 23,357 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,382.60 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 165.15નો ઘટાડો દર્શાવે છે.
આઈટી સ્ટોકમાં તેજી કેમ?
Stock Market India આજે તૂટતાં શેરબજારમાં પણ આઈટી સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી, અને આઈટી ઈન્ડેક્સ 774 પોઈન્ટ ઉછળીને આવ્યો હતો. આજે CLSA નો પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. એનવીડિયાના સીઈઓ જોન્સન હુઆંગે જણાવ્યું હતું કે ભારતની આઈટી કંપનીઓ કોમ્યુટેક્સ 2026 ઈવેન્ટમાં એનવીડિયાના જીટીસી તાઈપેની નોટમાં એઆઈના ઈમ્પ્લીમેન્ટેશનમાં સારી સ્થિતિમાં છે. તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે એઆઈ સોફટવેરની જગ્યા લેશે તે ડરને તેમણે ફગાવી દીધો હતો. આ સોફટવેર આઈટી કંપનીઓ માટે નવી તકો ઉભી કરશે. જે સમાચાર પાછળ આઈટી શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.
શેરબજાર તૂટવાના કારણો
(1) અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. તેમજ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે પણ યુદ્ધની સ્થિતિ છે. આજે સવારે ઈરાને કુવૈત પર ડ્રોન મિસાઈલ હૂમલો કર્યો હતો અને કુવૈતમાં સવારે સાયરન વાગી હોવાના સમાચાર આવ્યા હતા. તેમજ ઈરાન આઈઆરજીસીએ અમેરિકાના એરબેઝ પર હૂમલો કર્યો હતો. આ સમાચાર વચ્ચે હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની 60 દિવસના સીઝફાયરનો સમજૂતિ કરારનું શું થશે? જે અનિશ્ચિતતા વચ્ચે શેરબજારમાં(Stock Market India) વેચવાલી ફરી વળી હતી.
(2) ઉપરોક્ત સમાચારને પગલે આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઓઈલના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 2.95 ડૉલર વધી 94.06 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 3.44 ડૉલર વધી 90.81 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો.
(3) ભારતીય હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસાનું પૂર્વાનુમાન 92 ટકાથી ઘટાડીને 90 ટકા કર્યું છે. તેમજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પણ મોડુ પડ્યું છે. જેને પગલે ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયું હતું,
(4) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની સમીક્ષા 5 જૂને થશે. જેમાં આરબીઆઈ મોંઘવારી અને જીડીપી ગ્રોથ અંગે શું અંદાજ રજૂ કરે છે. તેમજ વ્યાજ દર અગે શું ચર્ચા થાય છે તેના પર નજર રહેશે. આમ સાવચેતીરૂપી ટ્રેડિંગ હતા.

આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 895 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 159 પોઈન્ટ ઘટ્યો હતો. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1151 શેરના ભાવ વધ્યા હતા અને 2202 શેરના ભાવ ઘટ્યા હતા.
189 શેરમાં લોઅર સર્કિટ
101 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 74 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 129 શેર અપર સર્કિટ લદાઈ હતી અને 189 શેર લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
ટેક મહિન્દ્રા(3.71 ટકા), ઈન્ફોસીસ(3.67 ટકા), કૉલ ઈન્ડિયા(3.35 ટકા), જેએસડબલ્યૂ સ્ટીલ(1.77 ટકા) અને ટીસીએસ(1.66 ટકા)
ટોપ લુઝર્સ
હિન્દુસ્તાન યુનીલીવર(2.87 ટકા), તાતા કન્ઝ્યુમર(2.83 ટકા), આઈટીસી(2.65 ટકા), શ્રી રામ ફાયનાન્સ(2.55 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(2.48 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી જો કાલે(Stock Market India) શેરબજાર નીચા મથાળે ખૂલશે તો નવું વેલ્યૂ બાઈંગ આવશે. ટેકનિકલી પણ નિફ્ટીમાં 23,300નો સપોર્ટ લેવલ આવે છે. આ સપોર્ટ લેવલ તૂટે તો જ બજારમાં વધુ ઘટાડો આગળ વધશે. અન્યથા 23,800 કૂદાવતાં 24,000 થશે. સેન્સેક્સમાં 74,200 નો સપોર્ટ લેવલ આવે છે, જે ઉપરમાં 75,800નું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવતાં 76,500 થઈ શકે છે.
Today Weather 01 June – Top Trending Weather News
Today Weather 01 June: ગુજરાત સહિત 12 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

