
5 જૂને સત્તાવાર જાહેરાત
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના(RBI MPC Meeting 2026) ગવર્નર સંજય મલહોત્રાની અધ્યક્ષતામાં 6 સભ્યોની સમિતિ આ બેઠકમાં વ્યાજ દર અંગે નિર્ણય કરશે અને તેની જાહેરાત 5 જૂનને શુક્રવારે જાહેરાત કરશે.
રેપો રેટ યથાવત રખાશે
પીટીઆઈએ હાથ ધરેલ એક સર્વે અનુસાર આ વખતે સામાન્ય જનતાને લોનની ઈએમઆઈમાં(Loan EMI) રાહત મળવાની આશા ખૂબ જ ઓછી છે. સર્વેમાં સામેલ થયેલા 11 અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આરબીઆઈ આ વખતે રેપો રેટ(Repo Rate) એટલે કે વ્યાજ દર(Intrest Rate) યથાવત રાખશે. કોઈ જ ફેરફાર નહી કરે. તેમજ 4 વિશ્લેષકોનું માનવું છે કે મોંઘવારીના(Inflation Rate) વધતાં જતા દબાણને જોતા સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં 0.25 ટકા(25 બેસીસ પોઈન્ટ)નો વધારો કરી શકે છે.
વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ છે
આર્થિક વિકાસની ગતિને જોતાં(RBI MPC Meeting 2026) આરબીઆઈ વીતેલા વર્ષે અત્યાર સુધીમાં રેપો રેટમાં કુલ 1.25 ટકા(125 બેસીસ પોઈન્ટ)નો ઘટાડો કરી ચુકી છે. પરંતુ હવે બદલાતી જતી વૈશ્વિક પરિસ્થિતિ પછી બેંક સંભાળીને પગલા ઉઠાવી રહી છે.
આ ત્રણ ફેરફારની ધારણા છે.
(1) મોંઘવારીના અનુમાનમાં વધારો
ક્રૂડ ઓઈલના(Crude Oil) ઊંચા ભાવ અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેને કારણે મનાઈ રહ્યું છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2027 માટે મોંઘવારીનું અનુમાન 4.9 ટકાથી વધારીને 5.5 ટકા કરી શકે છે. તેમજ અર્થશાસ્ત્રીના કહેવા પ્રમાણે જૂનમાં મોંઘવારી દર 5 ટકાની નજીક આવી જશે.
(2) જીડીપી ગ્રોથના અનુમાનમાં ઘટાડો
પશ્ચિમ એશિયામાં તંગદિલી અને ક્રૂડની કીમતોમાં વધારાથી ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ પર નેગેટિવ અસર પડી શકે છે. આથી આરબીઆઈ જીડીપી ગ્રોથના(GDP Growth) અનુમાનમાં સામાન્ય ઘટાડો કરી શકે છે.
(3) રૂપિયાને તૂટતો બચાવવાના પગલા
રીઝર્વ બેંક(RBI) રૂપિયાને તૂટતો બચાવવા પર ભાર આપી શકે છે.(Dollar vs Rupee) હાલમાં અમેરિકી ડૉલર સામે રૂપિયામાં મોટો કડાકો બોલી ગયો હતો અને રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો. રૂપિયાને તૂટતો અટકાવવા માટે આરબીઆઈ પગલા ભરશે અને તે પગલાની જાહેરાત કરી શકે છે.
હાલ આરબીઆઈ સુરક્ષિત સ્ટેન્ડ લેશે
RBI MPC Meeting 2026 ભલે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે પણ મોટા અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં વધારો કરવો જ પડશે. કારણ કે મોંઘવારી વધી છે, અને તેને જોતા તમારે વ્યાજ દરમાં વધારો કરીને બેલેન્સ કરવું પડશે. હાલ ભલે આરબીઆઈ સુરક્ષિત સ્ટેન્ડ લે પણ આગામી કવાર્ટરમાં ઈરાન અમેરિકા અને મિડલ ઈસ્ટ યુદ્ધની સ્થિતિ જોઈને પછી નિર્ણય કરે તે વધારે વાજબી છે.

