Stock Market India: ઈન્ટ્રા-ડે લૉથી સેન્સેક્સમાં 1047 પોઈન્ટનો ઉછાળો, કાલે બ્રેકઆઉટ કે પ્રોફિટ બુકિંગ

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં નવી લેવાલીથી સુધારો આવ્યો હતો. સેન્સેક્સ(BSE Sensex) ઈન્ટ્રા-ડે લોથી 1047 પોઈન્ટ ઉછળ્યો હતો. નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું પરિણામે બીએસઈ સેન્સેક્સ 382 પોઈન્ટ વધી 74,649 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 100 પોઈન્ટ વધી 23,483 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 71 પોઈન્ટ વધી 53,714 બંધ હતો. આજે મંગળવારે માર્કેટ કેપમાં 2 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. શેરબજારમાં(Share Market India) નવું બાઈંગ કેમ આવ્યું? કયા પોઝિટિવ ફેકટર આવ્યા? કાલે શેરબજાર કેવું રહેશે? બજારે સપોર્ટ લેવલ પાસે ટેકો મેળવ્યો છે? શું હવે તેજી થશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 382 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 73,945ના નીચા  મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 73,815ની લૉ બનાવ્યા પછી નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 74,862 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,649.84 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 382.50નો ઉછાળો દર્શાવે છે. જે ઈન્ટ્રા-ડે લૉથી 1047 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

નિફ્ટી 100 પોઈન્ટ પ્લસ રહ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,229ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 23,229 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 23,556 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,483.55 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 100.95નો ઉછાળો દર્શાવે છે. ઈન્ટ્રા-ડે લોથી નિફ્ટીમાં 327 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં નવી લેવાલી કેમ આવી?

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના સીઝફાયરની સમજૂતિ અંગે કોઈ અપડેટ નથી. પણ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પેે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો છે કે ઈરાન સાથે બેક ચેનલ વાતચીત ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. જે પછી(Stock Market India) શેરોમાં નવી લેવાલી આવી હતી. જો કે બીજી તરફ ઈરાની મીલીટ્રી કમાન્ડોએ નિવેદન આપ્યું હતું કે હવે અમેરિકા સાથે ફરીથી દુશ્મની આગળ વધશે અને યુદ્ધના કોઈ રોકી શકશે નહી. જેથી યુએઈ અને સાઉદીમાં ગભરાટ હતો.

(2) ટ્રમ્પના દાવા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 1.65 ડૉલર ઘટી 93.31 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 1.45 ડૉલર ઘટી 90.71 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.

(3) અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ 99 ટકા ફાઈનલ સ્ટેજ પર આવી ગઈ છે. વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ આ માહિતી આપી હતી. હાલ અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ભારતમાં છે અને બાકીના મુદ્દા પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. જેથી(Stock Market India) ભારતીય શેરબજાર પર તેની પોઝિટિવ અસર પડી હતી.

(4) નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. જેથી આજે ઘટાડામાં શોર્ટ કવરિંગ થયું હતું એટલે કે વેચાણો કપાયા હતા. અને રોકાણકારોએ નીચા મથાળે વેલ્યૂ બાઈંગ કર્યું હતું. જેથી ઘટયા મથાળે શેરબજાર ઝડપથી ઊંચકાયું હતું.

(5) સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં આઈટી સેકટરના શેરોમાં નવું બાઈંગ ચાલુ કહ્યું હતું. આઈટી ઈન્ડેક્સ 1262 પોઈન્ટ(4.62 ટકા) ઉછળ્યો હતો. જેથી ઓવરઓલ(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.

Stock Market Indiaત્રણ નેગેટિવ કારણો

જો કે શેરબજારમાં હજી અવિશ્વાસનું વાતાવરણ છે. (1) અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતિ કરાર થયા નથી, જે અનિશ્ચિતતાના માહોલમાં હજી તેજીવાળા ઓપરેટરો અને રોકાણકારો નવી ખરીદી કરતાં ડરી રહ્યા છે. (2) એફઆઈઆઈની વેચવાલી સતત ચાલુ રહી છે. 11 મહિનાથી સતત વેચવાલી રહી છે. મે મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 55,963 કરોડનુ નેટ સેલ કર્યું હતું. તેમજ 1 જૂનને સોમવારે એફઆઈઆઈએ વધુ રૂપિયા 3,911 કરોડનું સેલ કર્યું હતું. (3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપયો સતત ઘટી રહ્યો છે. આ ત્રણ કારણોને કારણે(Stock Market India) શેરબજારમાં ઊંચા મથાળે વેચવાલી આવી જાય છે અને અવિશ્વાસનું વાતાવરણ રહે છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 114 પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 72 પોઈન્ટ વધ્યો હતો. પરિણામે આજે 2034 શેરોના ભાવ વધ્યા હતા અને 1285 શેરોના ભાવ ઘટ્યા હતા.

124 શેરમાં અપર સર્કિટ

74 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 84 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 124 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 125 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

ટીસીએસ(6.69 ટકા), ઈન્ફોસીસ(5.61 ટકા), એચસીએલ ટેકનોલોજી(4.17 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.15 ટકા) અને વિપ્રો(1.79 ટકા)

ટોપ લુઝર્સ

એનટીપીસી(2.98 ટકા), એક્સિસ બેેંક(1.76 ટકા), પાવરગ્રીડ(1.45 ટકા), એચડીએફસી લાઈફ(1.22 ટકા) અને ડૉ. રેડ્ડી લેબ(1.04 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

હાલ છેલ્લા 10 દિવસથી(Stock Market India) શેરબજાર બે પેટર્ન પર ચાલે છે. (1) સપોર્ટ લેવલ અને રેઝિસ્ટન્સ લેવલની વચ્ચે રેન્જબાઉન્ડ થયું છે અને (2) સવારે માર્કેટ ઊંચા મથાળે ગેપમાં ખૂલે તો વેચવાલી આવે અને બજાર ઘટીને બંધ થાય છે, અને જ્યારે શેરબજાર નીચા મથાળે ગેપ ડાઉનમાં ખૂલીને તો બાઈંગ આવે અને બજાર પ્લસમાં બંધ રહે છે. નિફ્ટીમાં 23,300નું સપોર્ટ લેવલ અને 23,800 રેઝિસ્ટન્સ લેવલ આવે છે. કાલે જો નિફ્ટી 23,800 કૂદાવશે તો જ તેજીની આગેકૂચ જળવાશે.

You will also like

Leave a Comment