RBI MPC June 2026: સતત ત્રીજી વખત વ્યાજ દર યથાવત રાખ્યો, મોંઘવારી વધશે?

by Gujarati biz news
RBI MPC June 2026

RBI MPC June 2026નવી દિલ્હી- RBI MPC June 2026 રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પૉલીસી કમિટીની જૂન 2026ની બેઠક સમાપ્ત થઈ છે. આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ જાણકારી આપી હતી કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. રેપો રેટ 5.25 ટકા યથાવત રહ્યો છે. એટલે કે હોમ લોન, કાર લોન સહિતની તમામ લોનના વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર થશે નહી. જે લોકોએ લોન લીધી છે, તેમની ઈએમઆઈ ન વધશે ન ઘટશે. આરબીઆઈની એમપીસીની બેઠક 3 જૂને શરૂ થઈ હતી અને આજે 5 જૂને પૂર્ણ થઈ છે.

સપ્લાય ચેનની ચિંતા

આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું હતું કે(RBI MPC June 2026) સપ્લાય ચેનમાં લાંબા સમયથી રૂકાવટ અને ઈંધણની વધતી જતી કીમતોની નેગેટિવ અસર ગ્રોથમાં ઘટાડો અને મોંધવારીના અનુમાનમાં વધારાની રીતે જોવાઈ રહ્યો છે. સપ્લાય ચેઈન પર અસર પડી હોવા છતાં ચોથા કવાર્ટરમાં મોંઘવારી દર ટાર્ગેટ કરતાં નીચે છે. જો કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના અનુમાનને લઈને અને અલનીનોના જોખમોને કારણે આઉટલૂક બાબતે અનિશ્ચિતતા રહી છે.

ન્યૂટ્રલ સ્થિતિ

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ મને વિશ્વાસ છે કે આપણે આ પડકારોને પાર કરી શકીશું અને મજબૂતી સાથે બહાર નીકળી શકીશું. એમપીસી ડેટા પર નિર્ભર છે. સપ્લાય સાઈડ પ્રેશર સહિત અન્ય ડેવલપમેન્ટ પર નજર છે. હાલ આરબીઆઈની એમપીસીએ ન્યૂટ્રલ સ્થિતિની સાથે પૉલીસી વ્યાજદર યથાવત રાખ્યો છે અને તે સર્વસમ્મતિથી નિર્ણય લેવાયો છે.

જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું

આરબીઆઈએ(RBI MPC June 2026) ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનું અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યું છે. તેમજ આરબીઆઈના ગવર્નરનું કહેવું છે કે ભારતની સ્થાનિક આર્થિક ગતિવિધીઓ મોટાભાગે સ્થિર બનેલી છે. ચીજવસ્તુઓના નિકાસ માટે નબળી ડિમાન્ડ અને લોજિસ્ટિક ઊંચા પડતર એ મોટો પડકાર છે.

મોંઘવારી દર વધીને આવશે

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે રીટેઈલ મોંઘવારી દરનું અનુમાન 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યું છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષ માટે કોર ઈન્ફલેશન 4.7 ટકા રહેવાનું અનુમાન છે.

ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો થવાનું જોખમ

RBI MPC June 2026 ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું છે કે સેન્ટ્રલ બેંક અર્થવ્યવસ્થાની ઉત્પાદક જરૂરિયાતોને પુરા કરવા માટે બેંકિંગ સીસ્ટમમાં જરૂરી રોકડ રાખશે. ઈંધણની વધતી કીમતો અને વેપાર નીતિને કારણે સતત સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે આ વર્ષે ભારતની ચાલુ ખાતાની ખાદ્ય(CAD) પર જોખમ વધ્યું છે.

ન્યૂટ્રલ રૂખ

એમપીસીના 6 સભ્યોની બેઠકમાં છ સભ્યોએ રેપો રેટ યથાવત રાખવાના પક્ષમાં વોટ આપ્યો હતો. એટલે આરબીઆઈએ આ એમપીસી બેઠકે ધીરાણ નીતીનું રૂખ ન્યૂટ્રલ રાખ્યું છે. એટલે કે વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. જે ભારતીય ઈકોનોમીના હિતમાં છે.

You will also like

Leave a Comment