Today Weather 01 June:  ગુજરાત સહિત 12 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

by Gujarati biz news
Today Weather 01 June

Today Weather 01 Juneઅમદાવાદ- Today Weather 01 June આજે ભારતનું હવામાન પલટાયું છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે 01 જૂન, 2026ના રોજ વેધર બુલેટિન જાહેર કર્યું છે. જે મુજબ ગુજરાત સહિત 12 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલ ગુજરાતના મેપ અનુસાર(Today Weather 01 June) પહેલી જૂન, 2026ના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. તેમજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ થવાની ધારણા છે.

ઓડિશામાં તોફાની પવન સાથે બરફના કરા

ઓડિશામાં પ્રતિ કલાકે 80 કિલોમીટરની ઝડપે ભારે પવન સાથે અતિભારે વરસાદ થવાની ધારણા છે. તેમજ બરફના કરા પડે તેવું તોફાન થઈ શકે છે. તેની સાથે મળીને કુલ 22 રાજ્યોમાં પવન સાથે વરસાદ આવે તેવી શક્યતા છે. બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પણ તેની સ્પીડ પકડી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ અને તામિલનાડુના કેટલાક ભાગો સહિત અરબી સમુદ્દ્ર અને બંગાળની ખાડીના ક્ષેત્રોમાં આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ થઈ છે.

વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજે(Today Weather 01 June) દેશના નીચે દર્શાવેલ સ્થળો પર ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, ઓડિશા, કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક, પુડ્ડુચેરી, કરાઈકલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

22 રાજ્યોમાં વરસાદ થશે

હવામાન વિભાગના વેધર રીપોર્ટ અનુસાર ભારતના 22 રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે 40થી 50 કિલોમીટરની પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. જેમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, મરાઠાવાડ, ગુજરાજના સૌરાષ્ટ્ર અને કચ્છ, તેલંગાણા, રાયલસીમાનો સમાવેશ થઈ જાય છે.

રેગ્યુલર ચોમાસું 3-4 દિવસમાં આવી જશે

Today Weather 01 June દક્ષિણ પશ્ચિમ ચોમાસું રેગ્યુલર રીતે આગામી 3-4 દિવસમાં કેરળ અને તામિલનાડુમાં પ્રવેશ કરી જશે. જેને કારણે તાપમનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે. બીજી તરફ બિહારમાં 4-6 જૂન વચ્ચે ભીષણ લૂ(ગરમી) પડેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા

ગુજરાતના સ્ટેટ ઈમરન્જસી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા વરસાદના સત્તાવાર આંકડા જાહેર કરાયા છે, જે મુજબ 31 મેથી 01 જૂન, 2026 સુધી વલસાડના કપરાડા તાલુકામાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલી તાલુકામાં 5 એમએમ, નવસારીના ખેરગામમાં 5 એમએમ, જૂનાગઢમાં 1 એમએમ અને જૂનાગઢ સિટીમાં 1 એમએમ વરસાદ નોંધાયો છે. જેને કારણેમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને આજે સવારથી ધીમો પવન ફૂંકાવો શરૂ થયો છે.

Rainfall Forecast 2026 – Most Watched News

Rainfall forecast 2026: ગુજરાત સહિત ભારતના હવામાનમાં પલટો આવશે, ભારે પવન સાથે વરસાદ

You will also like

Leave a Comment