અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે બીજા દિવસે મજબૂતી રહી હતી. ગઈકાલના સુધારા પછી આજે પણ નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 567 પોઈન્ટ વધ્યો હતો અને એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 172 પોઈન્ટ પ્લસ બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) પણ 46200 પોઈન્ટ ઊંચકાયો હતો. શેરબજારમાં(Share Market India) તેજી કેમ આવી અને તેની પાછળ કયા કારણો અને આગામી દિવસોમાં શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે. ટેકનિકલી માર્કેટ કેવું રહશે. આ તમામ સવાલોના જવાબ માટે વિશેષ અહેવાલ…
સેન્સેક્સ 567 પોઈન્ટ ઊંચકાયો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 75,826ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 75,324 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 76,304 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,070.84 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 567.99નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 172 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,493ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઘટી 23,346 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતા ઝડપથી વધી 23,656 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,581.15 બંધ રહ્યો હતો. જે 172.35નો ઉછાળો દર્શાવે છે.
બેંક નિફ્ટી(Nifty Bank) 462 પોઈન્ટ વધી 54,876 બંધ થયો હતો.
શેરબજારમાં તેજીના કારણો
(1) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં સતત બીજા દિવસે પણ સુધારાનું વલણ હતું. અમેરિકાની મજબૂતી પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા. એક માત્ર જાપાન સ્ટોક માર્કેટનો નિક્કી ઈન્ડેક્સ ઘટ્યો હતો. તેમજ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. જેને પગલે(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થતો વધારો અટક્યો હતો. આજે બ્રેન્ટ ક્રૂડ 103 ડૉલર અને ક્રૂડ ઓઈલ 99 ડૉલર પર ટ્રેડ કરતું હતું. જેને પગલે વિશ્વના સ્ટોક માર્કેટમાં સુધારો જોવાયો હતો. મિડલ ઈસ્ટ દેશો વચ્ચે ઈરાન યુદ્ધ ચાલુ હોવા છતાં ક્રૂડના ભાવ સ્ટેડી થયા છે. જેની(Stock Market India) પોઝિટિવ અસર જોવાઈ હતી.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સુધર્યો હતો. આજે રૂપિયા 6 પૈસા સુધરીને 92.37 પર ટ્રેડ કરતો હતો.
(4) ઉપરના તમામ ફેકટર પોઝિટિવ રહ્યા હતા, જેથી તેજીવાળા ખેલાડીઓએ આજે સતત બીજા દિવસે વેલ્યૂ બાઈંગ ચાલુ રાખ્યું હતું. આજે ખાસ કરીને ઓટોમોબાઈલ, મેટલ અને રીયલ્ટી સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી.
એડવાન્સ ડેક્લાઈન રશિયો પોઝિટિવ
આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 559 પોઈન્ટ વધ્યો હતો અને નિફટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 102 પોઈન્ટ પ્લસ બંધ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1934 શ્રના ભાવ વધ્યા હતા અને 1299 સ્ટોકના ભાવ ઘટ્યા હતા.
16 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 342 શેર બાવન વીક લો પર બંધ હતા.
80 શેરમાં અપર સર્કિટ અને 78 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
ઈટરનલ(5.59 ટકા), તાતા સ્ટીલ(4.42 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(2.85 ટકા), એચડીએફસી લાઈફ(2.70 ટકા) અને બીઈએલ(2.67 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
વિપ્રો(2.06 ટકા), સિપ્લા(1.51 ટકા), તાતા કન્ઝ્યુમર(1.39 ટકા), ઈન્ફોસીસ(1.26 ટકા) અને આઈટીસી(1.23 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
સતત બે દિવસના સુધારા પછી(Stock Market India) શેરબજારમાં ઉછાળે વેચવાલી રહ્યા કરશે. ઈરાન યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ પર બજારની દિશા નક્કી થશે. તેમજ એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં સતત નેટ સેલર છે, જેથી માર્કેટનું સેન્ટિમેન્ટ વધુ ખરાબ કરી શકે છે. 16 માર્ચે એફઆઈઆઈએ રૂપિયા 9,365 કરોડનું નેટ સેલ કર્યું હતું. માર્ચ મહિનામાં જ એફઆઈઆઈએ કુલ રૂપિયા 66,248 કરોડનું જંગી નેટ સેલ કર્યું છે. આમ શેરબજારમાં કાલે ઉછાળે વેચવાલી આવશે. યુદ્ધમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ નહી આવે તો બજાર ઘટી શકે છે. ટેકનિકલી માર્કેટ વીક છે. સેન્સેક્સમાં ઉપરમાં 76,500 અને નિફ્ટીમાં 23,800 રેઝિસ્ટન્સ લેવલ રહેશે.
આ પણ વાંચો….
Stock Market India: લૉ લેવલથી સેન્સેક્સમાં 1856 પોઈન્ટનો ઉછાળો, કાલે સુધારો આગળ વધશે?

