Stock Market India: શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો, હવે કાલે શું થશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે સુધારો આવ્યો હતો. દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 633 પોઈન્ટ વધી 76,704 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 196 પોઈન્ટ વધી 23,777 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 450 પોઈન્ટ વધી 55,326 બંધ હતો. આજે માર્કેટ કેપમાં 6 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. રીકવરી આવવાના ચાર કારણો હતા. આ સુધારો વધુ આગળ વધશે? આગામી દિવસોમાં શેરબજારમાં (Share Market India) ઉછાળે વેચવાલી આવશે? ત્રણ દિવસના સુધારા પછી ઘટશે? અને ટેકનિકલ લેવલ જાણીશું.

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 633 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 76,367ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટીને 76,187 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 77,000 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,704.13 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 633.29નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી ઈન્ડેક્સ 196 પોઈન્ટ ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,632ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 23,618 થઈ અને ત્યાં નવી લેવાલી ચાલુ રહેતાં વધુ વધી 23,862 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,777.80 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 196.65નો ઉછાળો દર્શાવે છે.

ત્રીજા દિવસે ઝડપી રીકવરી આવવાના કારણો

(1) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં ત્રીજા દિવસે મજબૂતી રહી હતી. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. તેમજ બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 351 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતાં અટકીને સ્ટેડી થયા છે. ખાડી યુદ્ધ ચાલુ હોવા છતાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને 103 ડૉલર અને ક્રૂડ ઓઈલનો ભાવ 94 ડૉલર હતો. જે શેરબજાર માટે પોઝિટિવ ફેક્ટર સાબિત થયું હતું.

(3) નીચા મથાળે નવી લેવાલી ચાલુ રહી હતી. વીતેલા સપ્તાહે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. જેને પગલે ઈન્વેસ્ટરોએ બ્લૂચિપ સ્ટોકમાં નીચા લેવલે વેલ્યૂ બાઈંગ કર્યું હતું. આમ શેરબજારમાં એક નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.

(4) છ દિવસના કડાકા પછી આજે આઈટી સ્ટોકમાં ભારે લેવાલી આવી હતી. આઈટી ઈન્ડેક્સ 798 પોઈન્ટ(2.78 ટકા) ઉછળીને આવ્યો હતો. આઈટી સ્ટોકની આગેવાની હેઠળ શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું.

ત્રણ દિવસમાં મોટો ઉછાળો

શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસ સોમવાર, મંળળવાર અને બુધવારમાં સેન્સેક્સમાં 2138 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી ઈન્ડેક્સમાં 625 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો. બેંક નિફ્ટીમાં 1567 પોઈન્ટનો મોટો ઉછાળો નોંઘાયો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ 1115 પોઈન્ટ(2.02 ટકા)નો ઉછાળો આવ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 266 પોઈન્ટ પ્લસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 2538 શેરના ભાવ વધ્યા હતા અને 707 શેરના ભાવ ઘટ્યા હતા.

20 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 139 સ્ટોકના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

128 શેરમાં અપર સર્કિટ અને 54 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

જિઓ ફાયનાન્સ(4.59 ટકા), ઈટરનલ(3.46 ટકા), ટેક મહિન્દ્રા(3.05 ટકા), એચસીએલ ટેકનોલોજી(2.79 ટકા) અને ઈન્ફોસીસ ટેકનોલોજી(2.74 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

સિપ્લા(1.19 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(1.10 ટકા), કોલ ઈન્ડિયા(1ય09 ટકા), એનટીપીસી(0.94 ટકા) અને સન ફાર્મા(0.72 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં ત્રણ દિવસની ઝડપી રીકવરી પછી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા વધારે છે. નિફ્ટી 23,700 ઉપર બંધ આવ્ચો છે, જે પોઝિટિવ છે, પણ હજી નિફ્ટીમાં 23,900નું રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જે મથાળાનો સ્ટોપલોસ રાખીને ઉછાળે વેચીને લઈ શકાય. સેન્સેક્સમાં 77,000 અને નિફ્ટીમાં 23,900 અગત્યના લેવલ રહેશે.

આ પણ વાંચો….

Stock Market India: શેરબજારમાં બીજા દિવસે સુધારો આવ્યો, સેન્સેક્સ 567 પોઈન્ટ વધ્યો, કાલે વેચવાલી આવશે?

You will also like

Leave a Comment