Gold Silver ETF: સોના ચાંદીના ભાવમાં કડાકો, ઈટીએફમાં રીટર્ન 15થી 40 ટકા ઘટ્યું

by Gujarati biz news
Gold Silver ETF

અમદાવાદ- Gold Silver ETF છેલ્લા બે મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં(Gold Rate Today) નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ગોલ્ડ-સિલ્વર ETFના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. ચાંદી તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી ઝડપથી નીચે આવી ગઈ છે.(Silver Rate Today) જેથી ગોલ્ડ સિલ્વર ઈટીેએફના(Gold Silver ETF) નવા રોકાણકારોનું રીટર્ન 40 ટકા જેટલું ઘટીને આવ્યું છે.

સોનું ચાંદી ખરીદવાનો ભારે ક્રેઝ

થોડા જ મહિના પહેલા સોનું અને ચાંદી ખરીદવાનો ભારે ક્રેઝ હતો. દરેક નાના કે મોટા રોકાણકારને તેમાં રોકાણ કરવું સલામત અને વધુ વળતર આપતું જણાઈ રહ્યું હતું. તેને કારણે શેરબજારમાં કે ફિક્સ ડિપોઝિટમાં રોકેલા નાણાં લોકોએ  બહાર કાઢી ગોલ્ડ અને સિલ્વર ઈટીએફમાં રોક્યા હતા.

ઈટીએફમાં નાણા ફસાઈ ગયા

જેમણે જાન્યુઆરીમાં ગોલ્ડ સિલ્વરમાં રોકાણ કર્યું હોય અને હજુ પણ તેમની પાસે તે ઇટીએફ હોય તો તેમના નાણા ફસાઈ ગયા છે. કેમકે જાન્યુઆરીથી અત્યારસુધીમાં ETF ના મૂલ્યમાં ઘણો ઘટાડો જોવાયો છે.

ઈરાન યુદ્ધ વચ્ચે પણ ગોલ્ડ સિલ્વર ઘટ્યા

સામાન્યરીતે યુદ્ધ લોકોને સલામત રોકાણ તરફ લઈ જાય છે. પરંતુ ઈરાન યુદ્ધને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. તેને કારણે ગોલ્ડ – સિલ્વર ETFs માં(Gold Silver ETF) પણ ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ડોલરમાં જોવાયેલી મજબૂતીને કારણે આવ્યો છે. તેમજ ભાવ ખૂબ ઊંચા હોવાથી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

ડૉલરમાં તેજી

ડોલરમાં તેજીનું કારણ જોઈએ તો, હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ હાલમાં 103 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે, જેને કારણે મોંઘવારીનું જોખમ વધ્યું છે. ત્યારે રોકાણકારો હાલમાં ડૉલરને સુરક્ષિત કરન્સી માની રહ્યા છે.

સોના ચાંદીની ચમક ફીક્કી પડી

આ સાથે જ મજબૂત ડૉલર અને મોંઘવારી યુદ્ધના આ માહોલમાં પણ સોના અને ચાંદીમાં તેજી આગળ વધવા દેતા નથી. તેમજ સોના અને ચાંદીના ભાવમાં અવળી અસર દેખાય છે. તેવામાં, સોના અને ચાંદીની ચમક ફીકી પડી ગઈ છે. વધુ એક કારણ જોઈએ તો, સોના અને ચાંદીના ઈટીએફમાં તેજી આગળ નહીં વધવાને કારણે અને તેમાં વેચાણ આવતાં રોકાણકારો તેમાંથી બહાર નીકળી રહ્યા છે. જેને કારણે ગોલ્ડ અને સિલ્વરના ઇટીએફના(Gold Silver ETF) ભાવમાં ઘટાડો થયો છે.

યુએસ ઈકોનોમીની સ્થિતી

નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો અમેરિકી ઇકોનોમીમાં(US Economy) મંદી જેવું વાતાવરણ જોવા મળે તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. જેના પગલે તેના ઈટીએફમાં પણ તેજી આવી શકે છે. પરંતુ, જો અમેરિકી અર્થતંત્ર મજબૂત થશે તો સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવાશે અને તેને પગલે તેના ઈટીએફના ભાવ પણ નીચા આવશે.

Gold Silver ETF તૂટ્યા

Gold Silver ETF 29 જાન્યુઆરીના રોજ નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF રૂ. 360 પર હતો, જ્યાંથી તે લગભગ 40 ટકા ઘટીને રૂ. 235 પર આવી ગયો છે. નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETF 29 જાન્યુઆરીના રોજ તેના રેકોર્ડ ઊંચા ભાવ રૂ. 148 થી 15 ટકા ઘટીને રૂ. 127 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે તાતા સિલ્વર ETF માં 32 ટકા, ICICI સિલ્વર ETF માં લગભગ 35 ટકા, તાતા ગોલ્ડ ETF અને ICICI ગોલ્ડ ETF માં 15 ટકાનો ઘટાડો થયો છે.

સોનું ચાંદી ઑલ ટાઈમ હાઈથી તૂટ્યા

સ્થાનિક બજારમાં MCX પર ચાંદીનો ભાવ દર રૂ. 4.20 લાખ પ્રતિ કિલો ઑલ ટાઈમ હાઈન થયો હતો અને સોનાનો ભાવ રૂ. 1.93 લાખ પ્રતિ દસ ગ્રામ લાઈફ ટાઈમ હાઈ થયો હતો. 18 માર્ચના રોજ ચાંદીનો ભાવ રૂ. 2.52 લાખ અને સોનાનો ભાવ રૂ. 1.55 લાખ પર ટ્રેડ કરી રહ્યો હતો. પરિણામે, હાલ ચાંદી રૂપિયા 1.68  લાખ અને સોનું  રૂ. 38,000ના ભાવ ઘટી ગયા છે, એટલે કે એટલું સોનું અને ચાંદી સસ્તા થયા છે. અમદાવાદ સોનાચાંદી બજારમાં 18 માર્ચે સોનું 24 કેરેટ 1,60,000નો ભાવ હતો અને ચાંદી ચોરસા રૂપિયા 2,55,000નો ભાવ હતો.

You will also like

Leave a Comment